SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણરત્નસૂરિ | [] જેન ગૂર્જર કવિઓ: ૧ પાના રાસ ત્રિભુવન ગગન વિભાસન દિયર, નયર રાઉલિ વાસ રે, નમિય નિરંજન ભવમય ભંજન, સજજને રંજન પાસ રે, કવિજન માનસ સરવરહ સીય, સરિસીઅ અવિચલ ભક્તિ રે; થાઈસુ ભાવિઈ દેવી સારદ, શારદ શશિકરકંતિ રે. અંત- સંવત ચઉદ નવાણુ વરિસઈ, રૂતુ વસંત જન મહનઈ દિવસિઈ, - મનરંગિ હિ સુવિશાલ, ફાગબંધી એ ગુરૂ વિનતી ભાવ ભગતિ ભોલિમ સંજતી, કીધી રસ ચઉસાલ. ૬૪ ગણહર શ્રી દેવરત્નસૂરિસર, ઈમ વિનત્તિ કરી જે નરવર, વંદઈ ભગતિહિ સાર, તિહ ધરિ વિલસઈ નવનિધિ અહનિશિ, સવિ સહસંપદ નિતુ હુઈ તીહ વસિ, વંછિય સિદ્ધિ અપાર. ૬૫ પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભા. ૨૮-૨૯.] ૭૨. ગુણરત્નસૂરિ (નાયલગચ્છીય ગુણસમુદ્રસૂરિ-ગુણદેવસૂરિ શિષ્ય) કર્તાને સમય જાણવા માટે વિચાર કરતાં જણાય છે કે તે સંવત પંદરમા સૈકાના અંતમાં વિદ્યમાન હતા, કારણકે – (૧) તેમના ગુરુના શિષ્ય – ગુરુભાઈ જ્ઞાનસાગરની કૃતિઓ સં. ૧૫૩૧માં જોવામાં આવે છે. તે માટે જુઓ જ્ઞાનસાગર પહેલા. (૨) તેમના ગુરુ ગુણસમુદ્રસૂરિએ અનેક બિંબની પ્રતિષ્ઠા કરાવી છે. ઉપલી પાસર ગ્રામમાં સં.૧૮૯૨માં પંચતીર્થોના બિબની પ્રતિષ્ઠા કરાવી છે તેને લેખ આ પ્રમાણે છે: સં.૧૪૦૨માં વૈશાખ શુદિ ૩ ગુરી શ્રી શ્રી માલી જ્ઞાતિય રાજા ભાર્યા જસમાદે સુત માહિરાજે નિજપિત-માતૃ શ્રેયસે શ્રી સુવિધિનાથ પંચતીથિ. બિંબ કારિત પ્રતિષ્ઠિત નાગેન્દ્રગ છે શ્રી ગુણસાગરસૂરિ ત૫ટ્ટ ગુણસમુદ્રસૂરિભિઃ ઉપલીપાસર ગામે – જુઓ જૈન પ્રતિમા લેખસંગ્રહ, ડભોઈના લેખ અંક પ. બીજે લેખ સં.૧૫૧૨ને છે તે આ પ્રમાણે : સં.૧૫૧૨ વર્ષે ફાગણ શુદિ ૮ શુક્રે શ્રીમાલ-જ્ઞાતીય છે. માઈઆ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy