________________
१०
વિભાગ માં ટીકામાં આવેલા સાક્ષિપાઠોની પૃષ્ઠક્રમથી સૂચિ, પાંચમા પરિશિષ્ટમાં સટીક સ્થાનાંગસૂત્રના ત્રણેય ભાગોની ટીકામાં રહેલા બધા જ સાક્ષિપાઠોની અકારાદિક્રમથી સૂચિ, છઠ્ઠા પરિશિષ્ટમાં સ્થાનાંગટીકામાં આવતાં તીર્થંકર-આચાર્ય આદિ, ગ્રંથ-ગ્રંથકાર આદિ, દેશનગર-ગ્રામ-નદી આદિનાં વિશેષ નામોની સૂચિ, સાતમા પરિશિષ્ટમાં સંપાદનમાં ઉપયોગમાં લીધેલા ગ્રંથોની સૂચિ તથા સંકેતવિવરણ- આમ વિવિધ વિષયો આપેલા છે.
પ્રસ્તાવના
આ સટીક ગ્રંથો એક પછી એક શૃંખલારૂપે પ્રકાશિત થઈ રહેલા છે. એટલે પૂર્વ પ્રકાશિત ગ્રંથોમાં અમારા અનવધાન આદિથી રહી ગયેલી જે અશુદ્ધિઓ-ત્રુટિઓ અમારી નજરે ચડી છે, તેનું પરિમાર્જન કરવા માટે આઠમા પરિશિષ્ટમાં શુદ્ધિપત્રક આપ્યું છે. સ્થાનાંગસૂત્રમાં જંબુદ્રીપ આદિ ક્ષેત્ર આદિ સાથે સંબંધ ધરાવતાં ઘણાં જ ઘણાં સૂત્રો આવે છે. તે બરાબર સ્પષ્ટ સમજાય તે માટે જંબુદ્રીપ આદિ ક્ષેત્રોના નકશાઓ-ચિત્રો નવમા પરિશિષ્ટમાં આપ્યા છે. આ નકશાઓ આ.શ્રી રાજેન્દ્રસૂરિસંકલિત ચિત્રસંપુટને આધારે તથા આ.શ્રી યશોદેવસૂરિ મહારાજે સંપાદિત કરેલ સંગ્રહણીરત્ન પુસ્તકને આધારે આપ્યા છે.
જે ગ્રંથોનું-શાસ્ત્રોનું સંશોધન-સંપાદન અમે કરીએ છીએ, તે અત્યંત પ્રમાણભૂત થાય એ ઉદ્દેશથી તે તે ગ્રંથોના-શાસ્ત્રોના અત્યંત પ્રાચીન તથા અર્વાચીન આદર્શો મેળવવા માટે અમે લગભગ ૨૫ વર્ષથી નિરંતર શ્રમ કરીએ છીએ. એ માટે જેસલમેર, પાટણ આદિ સ્થળોએ અમે જાતે પણ ગયા છીએ. અને જ્યાં પહોંચાય તેમ ન હોય ત્યાં બીજાઓને મોકલીને પણ અમે સામગ્રી એકત્રિત કરવા પ્રયત્ન કરીએ છીએ. આ કામમાં કલ્પનાતીત કષ્ટોનો પણ અમને અનુભવ થયો છે. અમે સાધુઓ તો શ્રુતજ્ઞાનની આરાધના સમજીને જ પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જે શ્રાવકો પોતાના સમયનો ઘણો ભોગ આપીને અપાર મૂકસેવા આપી રહ્યા છે, તે ખાસ ખાસ ધન્યવાદને પાત્ર છે.
સ્થાનાંગ આદિ જોતાં એક વાત સ્પષ્ટ જણાય છે કે આ.ભ. દેવર્કિંગણી ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં આગમો પુસ્તકારૂઢ કરવામાં આવ્યાં ત્યાં સુધી, ગીતાર્થ મહાપુરૂષોએ પૂર્વપરંપરાથી ચાલી આવતી સૂત્રપરંપરામાં કોઈક કોઈક સ્થળે વૃદ્ધિ-હાનિરૂપ સંસ્કારો પણ કર્યા છે. જેમકે સ્થાનાંગના નવમા અધ્યયનમાં ૬૮૦ મા સૂત્રમાં ભગવાન્ મહાવીરના નવ ગણોનો નામોલ્લેખ આવે છે - ૧ ગોદાસગણ, ૨ ઉત્તરબલિસ્સતગણ, ૩ ઉદેહગણ, ૪ ચારણગણ, ૫ ઉદવાતિતગણ, ૬ વિસવાતિતગણ, ૭ કામિâિતગણ, ૮ માણવગણ, ૯ કોડિતગણ. આ ગણોની ઉત્પત્તિ કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં આ રીતે જણાવી છે
वित्थरवायणाए पुण अज्जजसभद्दाओ पुरओ थेरावली एवं पलोइज्जइ, तंजहा- थेरस्स अज्जजसभद्दस्स तुंगियायणसगुत्तस्स इमे दो थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तंजहाथेरे अज्जभ बाहू पाईणसगुत्ते, थेरे अज्जसंभूअविजए माढरसगुत्ते, थेरस्स णं अज्जभद्दबाहुस्स पाईणसगुत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तंजहा - थेरे गोदासे १,
',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org