________________
પૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૫
રહ્યા કરતો હતો, પણ મહા સુદિ ૬ થી અશક્તિ વધી. આ સમયમાં આ.શ્રી ચંદ્રસાગરસૂરિજી મ. વગેરે ૧૦૦-૧૨૫ સાધુ-સાધ્વીનાં ઠાણાં શંખેશ્વરજીમાં બિરાજમાન હતાં. તેઓ પૂ. ગુરુદેવ પાસે તબિયતના સમાચાર પૂછવા અનેકશઃ આવતા હતા. રોજ અશક્તિ વધતી ચાલી, છતાં સાધુ જીવનની સર્વ ક્રિયા તેમણે સ્વહસ્તે જ કરી. અષ્ટમીના દિવસે પણ શરીર વિશેષ અશક્ત થઈ ગયું, છતાં હંમેશના નિયમ મુજબની ગણવાની વીશ નવકારવાળી તેમણે ગણી લીધી. પછી તેઓ સંથારામાં સૂઈ ગયા. પાસે બેઠેલા શ્રાવકને હાથ-પગ ઠંડા પડતા લાગ્યા, એટલે પૂ.મુનિ શ્રી જંબૂવિજયજીએ સ્તવનાદિ સંભળાવવા શરૂ કર્યા. પૂજ્ય આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરિજી મ. વગેરે સાધુ-સાધ્વીજીઓ પણ આવી પહોંચ્યા અને સુંદર રીતે નિઝામણા કરાવી.
તેઓશ્રીની મનોભાવના પ્રમાણે શ્રી શંખેશ્વરજી પાર્શ્વનાથની પ્રતિમા સન્મુખ મુખારવિંદ રાખીને અરિહંતના અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના સ્મરણમાં લીનતા પૂર્વક સમાધિભાવે સં.૨૦૧૫ના મહાશુદિ અષ્ટમીએ સોમવારે રાત્રિના ૧-૧૫ કલાકે સ્વર્ગસ્થ થયા. જેવી સાધુતા તેવું જ ઉત્તમ તીર્થસ્થળ. ખરેખર અનંત પુણ્યનો ઉદય હોય ત્યારે જ આવું પુનિત મૃત્યુ પ્રાપ્ત થાય. શાન્તમૂર્તિ મુનિરાજશ્રીને અનેકશઃ વંદના.
- શ્રી જૈન આત્માનંદસભા,
ભાવનગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org