SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર જ સાંપડ્યો છે, જે ખરેખર સભાને માટે અત્યંત ગૌરવનો વિષય છે. મુનિરાજશ્રી ભુવનવિજયજીને સર્વ પ્રકારે સમર્થ જાણી પૂ.ગુરુદેવે તેમને અલગ વિચરવા આજ્ઞા આપી. જેને પરિણામે તેઓએ મારવાડ, માળવા, મહારાષ્ટ્ર, ખાનદેશ, વરાડ, ગુજરાત તથા સૌરાષ્ટ્રની ભૂમિને વિહારથી પાવન કરી અને સ્થળે સ્થળે આવતાં તીર્થસ્થાનોની સ્પર્શના કરીને સ્વજીવનને સાર્થક બનાવ્યું. - પૂ.મુ.શ્રી ભુવનવિજયજી મહારાજમાં જ્ઞાનપ્રાપ્તિનો તેમજ જ્ઞાનદાનનો ઘણો અનુરાગ હતો. ખાસ કરીને આગમ સાહિત્યનો તેમને ઘણો જ પ્રેમ હતો. તેઓ ઈચ્છતા હતા કે, દરેક આગમો મૂળમાત્ર સંપૂર્ણ શુદ્ધ દશામાં પ્રગટ થાય. જેથી અભ્યાસીઓને આગમજ્ઞાન સંબંધી અધ્યયન સરળ રીતે થઈ શકે. આ દિશામાં તેઓશ્રીએ કાર્ય કરવાની ઈચ્છા સેવેલી, પણ તે ઇચ્છા પાર પડે તે પહેલાં તો તેઓ સ્વર્ગસ્થ થયા. આશા રાખીએ કે તેઓશ્રીના વિદ્વાન શિષ્ય પૂ. મુનિરાજશ્રી જંબૂવિજયજી આ કાર્ય હાથ ધરીને સ્વર્ગસ્થની મનઃકામના પૂર્ણ કરે. મહારાષ્ટ્રના વિહાર દરમ્યાન નાશિક જીલ્લાના ચંદનપુરી તથા સપ્તશૃંગી બંને ગામોમાં દેવીના મેળા પ્રસંગે બલિવધ કરાતો અને હજારો પશુઓ અકાળે મૃત્યુના મુખમાં હોમાતા હતા. વિક્રમ સંવત્ ૨૦૦૮માં પૂ.ગુરુદેવે આ ભીષમ હત્યાકાંડ અટકાવવા કમર કસી ઉપદેશ કર્યો અને તેઓશ્રીના પુરુષાર્થને પરિણામે તે તે સ્થળોમાં અનેક પશુઓની હત્યા અટકી છે અને અહિંસા પરમો ધર્મ ” નો નાદ આજે ગુંજતો થયો છે. પાલિતાણા ખાતે જ્યારે બારોટના હક્ક સંબંધી પ્રશ્ન ઉદ્ભવેલો ત્યારે પણ તેઓશ્રીએ મક્કમપણે વિરોધ દર્શાવેલો અને તેમની સુંદર કાર્યવાહીથી તેનું ઘણું સારું પરિણામ આવેલું. તેઓશ્રીનું મનોબળ ઘણું જ મજબૂત હતું અને જે પ્રશ્ન હાથમાં લેતા તેનો સુંદર નિકાલ લાવવામાં તેઓ હંમેશા તત્પર રહેતા. વય વધતી જતી હતી અને તેની અસર ક્ષણભંગુર દેહ પર થતી જણાતી હતી, પરંતુ આત્મબળ પાસે દેહને પરાભવ પામવો પડતો હતો. શ્રી સિદ્ધાચલજીની યાત્રા કર્યા બાદ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી શ્રી શંખેશ્વરજીના સાનિધ્યમાં રહેવાનું તેમનું રટન હતું. જામનગરમાં દમનો ઉપદ્રવ શરૂ થયો, શરીર કથળતું ચાલ્યું, થોડું ચાલે ત્યાં શ્વાસ ચડે, વળી થોડો વિસામો ખાય અને ચાલે, પણ ડોળીનો આશ્રય લેવાની છેલ્લી ઘડી સુધી તેમણે ના જ પાડી. વિહાર કરતાં કરતાં ઝીંઝુવાડા પહોંચ્યા. ઝીંઝુવાડાથી વિહાર કરીને સં. ૨૦૧૫ની પોષ વદિ ત્રીજે શ્રી શંખેશ્વરજી આવ્યા. મનનો ઉલ્લાસ વધી ગયો અને હંમેશાં બપોરના જિનાલયમાં જઈ પરમાત્માની શાંતરસ ઝરતી પ્રતિમા સન્મુખ બેસી પેટ ભરીને ભક્તિ કરતા. જાણે ભક્તિ કરતાં ધરાતા જ ન હોય તેમ તેનો નિત્યક્રમ થઈ ગયો અને ભક્તિ-ધારા અવિરત વહેવા લાગી. સાધ્વીશ્રી મનોહરશ્રીજી પણ શંખેશ્વરજી આવી પહોંચ્યા હતા. વંસતપંચમીના રોજ પૂ. ગુરુદેવે એક બહેનને દીક્ષા આપી સાધ્વીશ્રી મનોહરશ્રીજીની શિષ્યા બનાવી. વચ્ચે-વચ્ચે શ્વાસનો ઉપદ્રવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001029
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2004
Total Pages588
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy