________________
પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
શ્રીનમસ્કાર મહામંત્રનું સ્મરણ-ઉચ્ચારણ સ્વયં કરતા કે તે જ સાંભળવાની માગણી કરતા. એમની આ સહિષ્ણુતાએ તે તે પ્રસંગોને જેનારા ગૃહસ્થોને, વૈદ્ય-ડોક્ટરોને, કે વૈયાવચ્ચ કરનારા સાધુ વર્ગને ખૂબ-ખૂબ અનુમોદના કરાવી ઉપકાર કર્યો છે. માત્ર દ્રવ્યસહિષ્ણુતા જ નહિ, સંયમ અને શાસનના અવિહડ રાગને લીધે ભાવ ઉપસર્ગો પણ તેમણે એવા જ સહન કર્યા છે. સત્યની રક્ષા માટે અપમાન અને અપશબ્દો સાંભળવામાં પણ તેઓ જરાય અકળાયા નથી, એ રીતે સમતા જાળવી તે તે પ્રસંગે શાસનની વફાદારી કેળવી ગયા છે કે આજે પણ તે પ્રસંગો યાદ આવતાં તેમના પૈર્ય સામે મસ્તક નમી પડે છે. માત્ર તેઓએ સહન કર્યું છે એટલું જ નહિ, બીજા સાધુઓને એવા પ્રસંગે સહાય પણ ઘણી કરી છે. તેમના જીવનકાળ દરમ્યાન દેવદ્રવ્ય, દીક્ષા વિરોધ, જડવાદ અને નાસ્તિકતાનો પ્રચાર, ઈત્યાદિ એવા પ્રસંગો ઉપસ્થિત થયા હતા કે જે સમયે સત્યનો પક્ષ કરનારાઓને ઘણું સહન કરવું પડ્યું હતું. તેઓશ્રી પોતાના સ્થાનને અને જવાબદારીને સમજનારા હતા, એથી એ વિકટ પ્રસંગોને પોતાની અતુલ આરાધનાના પ્રસંગો માની ખૂબસ્ચર્ય-પૈર્ય અને માધ્યય્યપૂર્વક સ્વકર્તવ્ય અદા કરી જીવનને અજવાળી ગયા હતા.
પદ પ્રદાન :- દશ વર્ષ જેટલા ટુંકા દીક્ષા પર્યાયમાં તો તેઓશ્રીએ ગુરૂભક્તિ સાથે જ્ઞાન અને ક્રિયાથી જીવનને એવું સુંદર બનાવી દીધું હતું કે તેઓના જીવનની સુવાસ ઘણા જીવોને આકર્ષણરૂપ બની હતી. જે કાળે સમાજમાં પદપ્રદાનની બહુ મહત્તા અંકાતી તે કાળમાં તેઓશ્રીના ગુણથી આકર્ષાયેલા સંઘોએ તેઓને પદસ્થ બનાવવાની ભાવનાઓ વ્યક્ત કરી હતી, વારંવાર વિનંતિ થવાને યોગે પૂજ્ય ગુરૂદેવે પણ યોગ્યતા જોઈને ભગવતી સૂત્રના યોગોદ્ધહનાદિ કરાવી વિધિપૂર્વક છાણીમાં તેઓને વિ.સં. ૧૯૬૯ ના કારતક વદ ૪ ના રોજ ૧૧ વર્ષના દીક્ષા પર્યાયમાં ગણી અને પંન્યાસપદથી વિભૂષિત કર્યા હતા. તે પછી પણ વધતી જતી યોગ્યતાએ પૂજ્ય ગુરૂદેવનું અને સંઘનું આકર્ષણ વધારી દીધું હતું. જેના ફલરૂપે રાજનગરના આગેવાન શ્રાવક વર્ગના અતિ આદરને વશ થઈ વિ.સં. ૧૯૮૧ ના માગશર સુદ ૫ ના રોજ પૂ. પરમ ઉપકારી સંઘ સ્થવિર ગુરૂદેવે તેઓશ્રીને આચાર્યપદ ઉપર આરૂઢ કર્યા હતા. પદપ્રદાન દ્વારા ગુરૂદેવે મૂકેલી જવાબદારીથી જરાય મોટાઈ કે ગુરૂતાને વશ થયા વિના ઉત્તરોત્તર વધુ ને વધુ ગુણો કેળવી તેઓ સાચા ગુરૂ બન્યા હતા.
શિષ્ય વર્ગ - તેઓનો શિષ્ય-પ્રશિષ્યાદિ સુવિહિત સાધુવર્ગ પણ ઠીક ઠીક હતો. સ્વર્ગવાસ સમયે તેઓશ્રીના વિદ્યમાન શિષ્યો ૧. પૂજ્ય આચાર્ય મ. શ્રીવિજ્યમનોહરસૂરિજી, ૨. પૂ. મુનિરાજ શ્રીસુમિત્રવિજ્યજી, ૩. મુનિરાજ શ્રીવિચક્ષણવિજ્યજી, ૪. મુનિરાજ શ્રી સુબોધવિયજી, ૫. મુનિરાજ શ્રીસુભદ્રવિજયજી, ૬. મુનિરાજ શ્રી દેવેન્દ્રવિજયજી, ૭. મુનિરાજ શ્રીજશવિજયજી, ૮. મુનિરાજ શ્રીઅરૂણવિજયજી, ૯. મુનિરાજ શ્રીભુવનવિજયજી હતા. પ્રશિષ્યો મુનિરાજ શ્રીકુમુદવિજયજી, શ્રીમલયવિજયજી, શ્રીભદ્રંકરવિજયજી, શ્રીવિબુધવિજયજી, શ્રી હેમેન્દ્રવિજયજી, શ્રીમનકવિજયજી, શ્રીવિમળવિજયજી, શ્રીજબૂવિજયજી અને પ્રપ્રશિષ્ય શ્રીમૃગાંકવિજયજી વિગેરે હતા. તેઓશ્રીના સ્વર્ગવાસ પછીના પણ બીજા દીક્ષિતો મલી આજે લગભગ પચીસ મુનિવરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org