SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર શૃંગારિક વાર્તાલાપને પતનનું કારણ જણાવી નિષેધ કરતા. અલ્પ કષાયી હોઈ તેઓને કોઈની સાથે અણબનાવ કે અબોલા રહેવાનો પ્રસંગ કદી ન આવતો, સામાન્ય વાર્તાલાપમાં પણ આત્મજાગ્રતિની પ્રેરણા જ દેખાતી, ક્રિયાનો આદર ઘણો સારો હતો, પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનોમાં ઉપયોગ વિના તેઓને શુષ્કતા લાગતી, વિધિનો આદર તો એટલો સુંદર હતો કે હાના મોટા કોઈ અનુષ્ઠાનમાં પણ તેઓ અવિધિને નિભાવી લેતા નહિ, ગુરૂવંદન કે પચ્ચકખાણ કરવા તેમની પાસે જતા સાધુ-સાધ્વી કે ગૃહસ્થો રખે કંઈ અવિધિ ન થઈ જાય તેનો પૂર્ણ ઉપયોગ રાખતાં એ તેઓની વિધિના આદરની નિશાની હતી, મોટા પદવીધર જેવાની પણ ક્ષતિ સુધારવામાં તે નિડર રહેતા અને તેથી તેમની પાસે જનાર રાજદરબારમાં જવા જેટલી સાવધ બનીને જતો. અશક્ત છતાં જિનમંદિરમાં પણ પ્રત્યેક ખમાસમણ પૂર્ણ પંચાંગ ભેગાં કરીને જ દેતા. તેઓની પ્રત્યેક ક્રિયામાં સ્થિરતા અને આદર પ્રગટ દેખાતાં, દેવવન્દન-ચૈત્યવન્દન કરતાં તન્મય થઈ જતા, ક્રિયાનો એમનો આદર-અપ્રમાદ વિગેરે એવાં સુંદર હતાં કે બીજાને આદર્શ રૂપ બની જતાં. કોઈ પણ પ્રવૃત્તિમાં જિનાજ્ઞા તરફનું તેમનું લક્ષ્ય અખંડ રહેતું, જો કે કોઈ અશાતા વેદનીયના ઉદયે તેઓને મસ્તક શૂળ (શિરોવેદના) કાયમ રહેતી તેથી ઘણી વખત તેઓ મૌનપણે ધ્યાનમાં જ વીતાવતા, પણ એવા પ્રસંગે ય કરણીય અનુષ્ઠાનોમાં સતત જાગ્રત રહેતા, નાદુરસ્ત શરીરે પણ તેઓએ વિ. સં. ૧૯૮૪ માં પાટણમાં મૌનપૂર્વક શ્રીસૂરિમંત્રનું આરાધન કર્યું હતું. ખાસ કહી શકાય કે અશાતાના ઉદયમાં પણ શરીરને જ્ઞાન-ક્રિયામય બનાવી દીધું હતું. તેમની દરેક પ્રવૃત્તિમાં ચૈતન્ય ઝળકતું જ રહેતું, ગતાનગતિક ક્રિયામાત્રથી તેમને સંતોષ ન થતો, પ્રત્યેક અનુષ્ઠાનનું રહસ્ય સમજતા અને સમજાવતા. ઉચ્ચારશુદ્ધિ :- ઉચ્ચાર તો એટલો સ્પષ્ટ અને શુદ્ધ હતો કે તે તે વર્ણનો ઉચ્ચાર યથાસ્થાન કરતા. જોડાક્ષરોના, અનુસ્વાર-વિસર્ગના કે સ્વર-વ્યંજનના ઉચ્ચારો એવા શુદ્ધ અને સ્પષ્ટ કરતા, કે ખરેખર તેઓનો આત્મા જ નહિ, જીહા પણ વ્યાકરણનો બોધ કરાવતી હતી, એમ કહીયે તો ખોટું ન ગણાય. સહિષગુતા :- તેઓશ્રીમાં ઉપસર્ગો અને પરિષહોને સહન કરવાની શક્તિ ઘણી પ્રશંસા પાત્ર હતી. અશાતના ઉદયે તો પીછો જ પકડ્યો હતો, જીવનમાં અમુક વર્ષો કે મહીના એવા થોડા જ ગણાય કે જે વેળા તેઓશ્રી શરીરે કોઈને કોઈ બાધા-પીડા વિનાના હશે, શિરોવેદના કાયમી, નેત્રોનું દર્દ પણ એને જ આભારી હતું, ઝામર-મોતીઆનાં બે બે વાર ઓપરેશન, ચક્ષુઓનું તેજ હણાયા પછી તો કોઈને કોઈ વ્યાધિ ચાલુ જ રહેતો, હ્યુરસીના દર્દની પીડા, પેટનું ઓપરેશન, વિગેરે અનેક પ્રસંગોમાંથી તેઓનું જીવન પસાર થયું હતું. તેમાં કેટલાક પ્રસંગો તો જીવલેણ હતા, હ્યુરસીના દર્દે તેઓના શરીરને હતપ્રહત કરી નાખ્યું હતું. તેમાં વળી અમદાવાદમાં પેટનું ઓપરેશન, વિગેરે કેટલાક પ્રસંગો એવા જીવલેણ હતા કે તેઓના જીવન માટે આશા છૂટી જવા છતાં સંઘનાં પુણ્ય બળે તેઓશ્રી બચી ગયા હતા. એવા અસહ્ય પીડાઓમાં પણ કોઈ દિવસ તેમના મુખે અરેરે ! નો ઉચ્ચાર સાંભળ્યો નથી. બહુ પીડા વધે ત્યારે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001028
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages579
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy