________________
પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
ગુરૂકુળવાસ એમની જીવન સાધનાના મુખ્ય પ્રસંગોને વિચારીએ તો સહુથી પ્રથમ ગુરૂકુળવાસ છે. દીક્ષા પછી જીવનભર ગુરૂની સાથે જ રહ્યા અને જ્યારે જ્યારે જુદા વિહારનો પ્રસંગ આવ્યો ત્યારે પણ ગુરૂ આજ્ઞાના પાલન માટે જ, ગુરૂ આજ્ઞાને વશ થઈ પંન્યાસ પદવી પછીનાં ચાર ચાતુર્માસ તેઓને જુદાં કરવાં પડ્યાં હતાં. સદા ગુરૂની સેવામાં રહેવાની તેઓની વૃત્તિ કેટલી ઊંચી હતી, તે તેઓએ કરેલાં ચોમાસાંની નોંધમાંથી સમજાઈ આવે છે, જીવનનાં ૪૨ ચાતુર્માસો પૈકી માત્ર નવ ચોમાસાં જ તેઓ ગુરૂથી જૂદા ક્ષેત્રમાં રહ્યા છે. ગુરૂપરતંત્રતામાં જ સ્વતંત્રતાનો સ્વાદ લેતા ગુરૂભક્ત આત્માઓ જ્ઞાન-ક્રિયાથી વિશિષ્ટ છતાં ગુરૂને છોડી જુદા રહી શકતા નથી. એક નિર્બળ આત્મા જીવનભર ગુરૂ પાસે રહે અને એક શક્તિ-પ્રતિભા સંપન્ન આત્મા રહે એમાં બહુ અંતર છે. ટુંકમાં સાધુ-જીવનનો મુખ્ય ગુણ ગુરૂસેવા તેઓમાં અજોડ હતી, છેલ્લે માંદગીમાં અશક્ત હોવાને કારણે કોઈવાર ગુરૂદર્શન ન થતાં તો પણ દૂર રહ્યારહ્યા ગુરૂ જે દિશામાં હોય તે દિશામાં હાથ જોડી નતમસ્તકે નમી પડતા નજરે દેખાતા. પૂ. ગુરૂમહારાજ પણ સંઘનાં-શાસનનાં કે સમુદાય અંગેના ન્હાનાં-મોટાં કાર્યોમાં તેઓની સલાહને સન્માનતા હતા, તથાપિ પોતે કોઈ કાર્યમાં ગુરૂ આજ્ઞાની લેશ પણ ઉપેક્ષા કરતા નહિ, પૂ. ગુરૂદેવની આજ્ઞાનુસાર સર્વ પ્રવૃત્તિ કરતા, ગુરૂદેવની સેવામાં સ્વયં હોવા ઉપરાંત શારીરિક નાદુરસ્તીને લીધે પોતાના શિષ્ય-પ્રશિષ્યોને રાખીને એ રીતે ગુરૂની વૈયાવચ્ચનો લાભ લેતા. એના ફળ સ્વરૂપ ગુરૂ-પ્રેમ એવો દૃઢ બનાવ્યો હતો કે અંતકાળે ગુરૂના ખોળામાં માથું મૂકી તેઓના ચરણે આત્માને સમર્પિત કરી અંતિમ સમાધિની સાધના કરી શક્યા હતા. એ દૃશ્ય તો જેણે નજરે જોયું હોય તે જ ગુરૂ પ્રેમનું માપ કાઢી શકે. પૂર્ણ વૃદ્ધ ગુરૂદેવ સવારથી તેઓને નિજામણા કરાવવા હાજર રહ્યા હતા, જોડે જ પાટ ઉપર બેસીને શિષ્યનું મસ્તક પોતાના ખોળામાં લઈને જાણે પોતાનું સર્વસ્વ હોય તેમ તેઓને સમાધિસ્થ બનવા માટે વારંવાર જાગ્રત કરી રહ્યા હતા. શિષ્ય પણ સ્વયં જ્ઞાની અને સત્વશાળી છતાં ગુરૂદેવની સામે તો એક અદના સેવકની નીતિ આદરી તેઓના અતુલ ઉપકારનું વારંવાર સ્મરણ કરતા તેઓના એક એક આદેશને ‘તહત્તિ’ કહી સ્વીકારી રહ્યા હતા, છેલ્લા શ્વાસ સુધી ગુરૂના ખોળામાં મસ્તક મૂકી સમાધિ કેળવવાનું આવું અનુપમ ફળ મેળવનાર તરીકે એ મહાત્માની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી જ છે.
૪
-
સંયમનો રાગ :- સંયમનો રાગ તેઓનો વિશિષ્ટ હતો. સમિતિ-ગુપ્તિના પાલનમાં તેઓશ્રી સદૈવ ખૂબ જાગ્રત રહેતા, સાધુતાને શોભે તેવી ગંભીર અને ઈર્યાસમિતિ પૂર્વકની તેઓની ચાલ જોનારને પણ સંયમની પ્રેરણા આપતી. ભાષામાં મર્યાદા-મધુરતા-મિતાક્ષરતા-નિરવતા-ગંભીરતાહિતસ્વિતા વિગેરે એટલા બધા ગુણો હતા કે સાંભળનારને તૃપ્તિ થતી જ નહિ, પ્રભુત્વ પણ એટલું સુંદર હતું કે તેઓશ્રીના મુખમાંથી નીકળેલો શબ્દ કોઈ ઉત્થાપી શકતું નહિ. તેઓ કદી કોઈનું જરા પણ ઘસાતું ન બોલતા, ન્હાનામાં ન્હાના પણ બીજાના ગુણને જોઈ તેઓ પ્રસન્નતા જાહેર કરતા, એમ છતાં કોઈની ખોટી અહિતકર પ્રશંસા ન થઈ જાય તે માટે પણ તેઓશ્રી ખૂબ જાગ્રત હતા. કડક શબ્દોનો ઉપયોગ કરતાં પણ તેઓનું હ્રદય વાત્સલ્ય અને હિતસ્વિતાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org