________________
પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૧૯૫૭ માં ભયંકર પ્લેગનો ઉપદ્રવ ચાલ્યો. તે સમયે રાંદેરમાં ૧૨૦૦ જેટલી જૈનોની વસતિ હતી. મૂલચંદભાઈના બાલ્યકાળના પચાસ જેટલા મિત્રો કે જેઓ તે સમયે પૂર્ણયુવાનીમાં હતા તેઓ આ ઉપદ્રવમાં પાણીના પરપોટાની જેમ આંતરે-આંતરે એક પછી એક કાળધર્મ પામી ગયા. મૂલચંદભાઈ વ્હેલામાં વ્હેલી તકે દીક્ષા લઈ લેવાના નિર્ણય ઉપર આવી ગયા. ગુરૂયોગ અને દીક્ષા એ અરસામાં વિ. સં. ૧૯૫૭ માં મુનિરાજ શ્રી સિદ્ધિવિજયજી (વર્તમાનમાં આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી) નું ચાતુર્માસ સુરતમાં થયું. વિ.સં. ૧૯૫૭ ના અષાઢ સુદ ૧૧ ના રોજ તેઓશ્રીની યોગ્યતા જોઈ ત્યાં બિરાજમાન પ્રશાન્ત મૂર્તિ પૂ. પન્યાસજી મહારાજ ચતુરવિજયજી ગણિવરના હસ્તે ઘણા સમારોહપૂર્વક સકળ સંઘે તેઓને ગણી-પંન્યાસ પદારૂઢ કરાવ્યા. તે પછી ચોમાસામાં વ્યાખ્યાન શ્રવણ આદિથી પરિચય વધ્યો અને તેઓની પાસે દીક્ષા લેવાની મુલચંદભાઈની ભાવના દૃઢ બની ગઈ. પોતાની ભાવના તેઓએ પૂ. પન્યાસજી મહારાજ શ્રી સિદ્ધિવિજયજી ગણિવરને જણાવી અને તેઓનો ભરયૌવન વયમાં ઉચ્ચ વૈરાગ્ય, ત્યાગ, વિનય, જ્ઞાનનો આદર, વિગેરે ગુણોથી પરિચિત પૂ. પંન્યાસજી મહારાજે તેનો સ્વીકાર પણ કર્યો, ચાતુર્માસ પછી તુર્ત પોતાના પ્રશિષ્ય મુનિરાજ શ્રી સંપતવિજયજી આદિને દીક્ષા માટે વિહાર કરાવ્યો અને તેઓની આજ્ઞાનુસાર વિ.સં. ૧૯૫૮ ના કારતક વદ ૯ ના રોજ શ્રી મીયાગામ (કરજણ)માં ત્યાંના સંઘના સમ્પૂર્ણ ઉત્સાહ વચ્ચે તેઓશ્રીએ મુલચંદભાઈને ભાગવતી દીક્ષાથી વિભૂષિત કરી પૂ. પંન્યાસજી મહારાજશ્રી સિદ્ધિવિજયજી ગણીના શિષ્ય તરીકે મુનિ શ્રી મેઘવિજયજી નામ આપ્યું. ત્યાંથી થોડા દિવસમાં વિહાર કરી છાણી પધાર્યા અને પૂ. પંન્યાસજી મહારાજ આદિ પણ છાણી આવી પહોંચ્યા. નૂતન મુનિ શ્રી મેઘવિજયજીને યોગોદ્દહન કરાવી વડીદીક્ષા ત્યાં આપી.
*
શાસ્ત્રાભ્યાસની રૂચિ રતલામના સંઘના આગ્રહથી ચાતુર્માસ માટે છાણીથી પૂ. પંન્યાસજી મહારાજ આદિ સર્વ મુનિવરોનો વિહાર માળવા તરફ થયો અને ચોમાસું રતલામમાં રહ્યા. મુનિશ્રી મેઘવિજયજીનું આ પ્રથમ ચાતુર્માસ હતું, ગૃહસ્થાવસ્થામાં શિક્ષકનું સ્થાન અનુભવનારા તેઓએ સાધુતાને પામ્યા પછી એવું વિદ્યાર્થી જીવન બનાવ્યું કે સાંભળવા પ્રમાણે વિદ્યાભ્યાસમાં દત્તચિત્ત બનેલા તેઓ ગૃહસ્થના પરિચયથી તદ્દન દૂર રહ્યા, ત્યાં સુધી કે ચારચાર માસ રહેવા છતાં રતલામના સંઘના ઘણા શ્રાવકો તેઓને જાણી પણ ન શક્યા, કેવો વિદ્યાવ્યાસંગ ? કેવી નિરીહતા ?
Jain Education International
--
૩
જીવનની વિશિષ્ટતા :- મુનિ શ્રીમેઘવિજયજી પૂર્વભવે પણ જ્ઞાનની ઉપાસના કરીને જન્મેલા હતા, જેના પરિણામે આ ભવમાં સમ્યગ્-જ્ઞાનનો શુદ્ધ રાગ જીવનભર તેમના આત્માને અજવાળી શક્યો હતો. એના જ પ્રતાપે એક સામાન્ય અવસ્થામાંથી આગળ વધીને તેઓ મહાન બની શક્યા હતા. તેઓના જીવનની વિશિષ્ટતા રિકે વીણવા જેવું ઘણું ઘણું છતાં ‘ગુરૂ સેવાનું ફળ સમાધિ' એ એમના જીવનની અજબ વિશિષ્ટતા હતી, જે અંતકાળે હજારો આત્માઓને આશ્ચર્ય મુગ્ધ કરી રહી હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org