________________
પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૯ -
સંભળાવ્યું, પછી તો મુંબઈ, પાલીતાણા, સુરત, ખંભાત વગેરે અનેક શહેરોના અને ગામોના ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મદ્રાસ, બંગાળ, પંજાબ, મેવાડ, માવળા વગેરે દેશોમાંથી વિરહવેદનાના ઠરાવો, ભક્તિનિમિત્તે મહોત્સવો વગેરે જણાવતા સંખ્યાબંધ તારો અને કાગળો આવવા લાગ્યા. અમદાવાદમાં પણ અનેક સ્થળે મહોત્સવો શરૂ થયા, પૂર્ણ થયા, અદ્યાપિ ચાલુ છે અને બીજા ચાલુ થવાના નિશ્ચય થયા છે. વિદ્યાશાળામાં પણ વિવિધ રચનાપૂર્વકના એક મોટા મહોત્સવની તૈયારી ચાલુ થઈ ગઈ છે.
એમ એક શતાબ્દીનું સામ્રાજ્ય ભોગવીને ભવ્ય જીવોના યોગક્ષેમને કરતા પરોપકારી પૂ. ગુરૂદેવ ચાલ્યા ગયા. સંઘમાં ખાલી પડેલું તેઓનું સ્થાન શાસનદેવની કૃપાયે પૂરાય અને ભવ્ય જીવો પ્રભુ શાસનની નિર્મળ આરાધના કરી જીવનને ધન્ય કરે, એજ અભિલાષા.
- મુ. ભદ્રંકરવિજય* આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબનો ઉપકાર અને પરિચય
(**લેખક-વાગડદેશોદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રી વિજ્યકનકસૂરીશ્વરજી મહારાજ)
પૂ.પા. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના દર્શનનો પ્રથમ લાભ સં. ૧૯૬૧માં ભોંયણી તીર્થ મુકામે શેઠ શનાભાઈના ઉજમણા વખતે મલ્યો. તેઓશ્રીની સાથે તારંગાજીની યાત્રા કરી અને એ વર્ષનું ચોમાસું પૂજ્યશ્રીનું પાલીતાણા થતાં તેઓશ્રીની સાથે કર્યું.
ચાતુર્માસ પછી માગશર સુ. ૧૫ ના મારી દીક્ષા થઈ. પૂ. શ્રી છાણી તરફ પધાર્યા. અમે ત્યાં ગયા અને યોગ કરાવી તેઓશ્રીએ ૧૯૬૨ના મહા વદ ૨ ના વડી દીક્ષા આપી. બાદ ભરૂચની વિનંતી આવતાં મને મુનિશ્રી ધીરવિજ્યજી તથા મુનિશ્રી રંગવિજ્યજી સાથે ત્યાં પં. શેઠ અનુપચંદભાઈ પાસે અભ્યાસ માટે મોકલ્યા, પોતે ઈન્દોરની વિનંતિ આવતાં ત્યાં પધાર્યા. ચોમાસા પછી તેઓશ્રીને ઉજ્જૈનમાં વંદન કર્યા, ૧૯૬૩નું ચોમાસું તેઓશ્રી સાથે રતલામ કર્યું.
રતલામમાં સાહેબજીએ ૮૪ દિવસનું મૌન કરી સૂરિમંત્રની આરાધના કરી, ચાતુર્માસ ઉતર્યો કેશરીઆજીની યાત્રાએ પધાર્યા હતા. સં. ૧૯૬૪ના ચાતુર્માસ પછી ઉમતામાં દર્શન કર્યા ત્યાંથી સાહેબની સાથે ભોયણીજી દર્શન કરી મુનિશ્રી મેઘવિજયજી મહારાજ સાથે અમદાવાદ ચોમાસુ મોકલ્યા અને તેઓશ્રીએ ૧૯૬૫નું ચોમાસું મહેસાણા કર્યું. ૧૯૬૬નું ચોમાસુ ભરૂચમાં થયું ત્યાં તેઓશ્રીના હસ્તે આચારાંગ-કલ્પસૂત્ર-નન્દી-અનુયોગદ્વારના જોગ થયા. સં. ૧૯૬૮માં તેઓશ્રીની આજ્ઞાથી અમે મુનિશ્રી તિલકવિજયજી તથા કલ્યાણવિજયજી ત્રણે જોગ કરાવવા છાણી તેઓશ્રી પાસે આવ્યા. ત્યાં ત્રણ મુનિઓની વડી દીક્ષા થઈ.
* મંગળદાસ મગનલાલ શાહ સાણંદવાળા (હાલ-અમદાવાદ)એ પ્રકાશિત કરેલી પુસ્તિકામાં આ બધું છપાયેલું છે. તેમાંથી અહીં ઉદ્ભૂત કરેલું છે. ** જામનગરથી તા. ૧૫-૧૨-૧૯૫૯ના પ્રકાશિત થયેલા શ્રી મહાવીર શાસન' પત્રના પૂ.આ.શ્રીમદ્વિજયસિધ્ધિસૂરીશ્વરજી મ. સ્મૃતિ વિશેષાંકમાંથી આ લેખ તથા ચાતુમાસની યાદી ઉદ્ધત કરેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org