SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર ડોક્ટરોએ તપાસીને કહ્યું, ‘અશક્તિ સિવાય કંઈ નથી.’ પુનઃ વદ ૧૨-૧૩ સ્વસ્થ રહ્યા અને વદી ૧૪ તો સારી સ્વસ્થતા આવી. ઉપવાસ પણ ચોવિહારો કર્યો, સૌને પચ્ચકખાણ ઉચ્ચરાવે, વાતચિત કરે, વાસક્ષેપ કરે, પૂછી વાતના પ્રત્યુત્તરો આપે, કોઈ ન સમજી શકે કે આજે જરા પણ અસ્વસ્થ છે. નિત્યનિયમ પ્રમાણે રાત્રે અઢી કલાક ૫ અને સવારનું પ્રતિક્રમણ પડિલેહણાદિ પણ સારી રીતે કરેલું, એમ સાડા અગીઆર વાગ્યા પછી સવા કલાક નિદ્રા લીધી, એક વાગતાં જાગ્યા અને પ્રતિલિખિત સંથારામાં દેહ છોડવાની ભાવના હોય એમ પ્રતિલેખન કરાવ્યું. અધોવસ્ત્ર બદલ્યું, પણ બેસી ન શક્યા તેથી સુવાડ્યા. બસ, એ સુતા તે સુતા. નેત્રો મીંચ્યા અને સમાધિ લીધી હોય તેમ મૌન કર્યું. પાસેના સાધુઓ મુંઝાયા અને શ્રીનવકારમંત્ર સંભળાવવા માંડ્યો. પગથીયાના ઉપાશ્રયેથી પણ પૂ. મનોહરસૂરિજી મહારાજ વગેરે સૌ આવી ગયા અને થોડી મિનિટો પછી છેલ્લો શ્વાસ પૂરો થયો. મુખ પ્રસન્ન, નહિ કોઈ વિકાર, ન થયો કોઈ અવયવ લાંબો ટૂંકો, ડોક્ટરો દોડી આવ્યા, પણ તે પહેલાં તો જીવનદીપ બૂઝાઈ ગયો હતો. વાયુવેગે શહેરમાં સમાચાર ફેલાયા અને વ્યાપાર-રોજગાર ટપોટપ બંધ કરી હજારો ભાવુકો દોડી આવ્યા. કોલ દ્વારા બહારગામ પણ ચારે બાજુ સમાચાર પહોંચી ગયા. પછી તો દર્શનાર્થે ઉમટેલા માનવગણને પોળમાં પેસવું-નીકળવું પણ મુશ્કેલ થયું. રાત સુધી બે લાખ જેટલા લોકો દર્શનાર્થે આવ્યા અને ગયા. વદિ ના સાડા નવ વાગતાં સ્મશાનયાત્રા કાઢવાનું નક્કી થયું અને તે માટે તૈયારીઓ ચાલુ થઈ. સ્મશાનયાત્રાનું દશ્ય તો જોયું હોય તે જ સમજે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સર્વ સ્થાનિક પ્રતિનિધિઓ વગેરે શહેરના અગ્રગણ્ય સર્વ શ્રાવકો અને બહારગામથી આવેલા ભાવુકો સહિત હજારો માનવોથી રસ્તા ઉભરાયા. કોઈ બીમાર કે પરદેશ ગયેલો જ બાકી રહ્યો હશે. સૌના મુખ ઉપર નિષ્પક્ષ ભક્તિભાવ અને વિરહની અસીમ વેદના. પચાસ હજાર માણસોની મેદનીમાં બાપજીની પાલખી સમુદ્રમાં નાવ તરે તેમ તરતી ચાલી. લાખો સ્ત્રી પુરુષો આખા રસ્તે મેડી માળે જાળીએ અને અટારીએ ચઢી દર્શન કરી કૃતાર્થ થયાં, કોણ જૈન કે કોણ જૈનેતર ! સૌને એક સરખાં આકર્ષણ. સઘળા રસ્તે વાહન વ્યવહાર ખોટવાઈ ગયો. સરકારી પોલીસ ખાતું વ્યવસ્થા માટે છેક સુધી હાજર રહ્યું, પોલીસ ઈન્સ્પેક્ટરે પણ પાલખી ઉપાડીને હર્ષ માન્યો, જગન્નાથજીના મહંત શ્રી નરસિંહદાસજીએ પોતાના આશ્રમે સ્મશાનયાત્રા રોકી, નમસ્કાર કરી ચાદરની ભેટ કરી અને વયથી સમોવડીયા વૃદ્ધ પુરુષની વિદાયનું દુઃખ વ્યક્ત કર્યું. સવા વાગતાં ઝવેરી માણેકલાલ મોહોલાલે અગ્નિસંસ્કાર માટે ભેટ આપેલી નિયત ભૂમિએ પહોંચ્યા અને ચંદનચયમાં પાલખી પધરાવી. રાણપુરના શ્રાવક નરોતમદાસ મોદીએ રડતી આંખે પ્રથમ અગ્નિસંસ્કારનો લ્હાવો લીધો. અનુક્રમે લાખો હૈયાંને ચોધાર રડતાં મૂકી પૂ. બાપજીનો દેહ અગ્નિમાં અદશ્ય થઈ ગયો. આ બાજુ વિદ્યાશાળાએ સર્વ ઉપાશ્રયોથી પૂ. આચાર્યો, પંન્યાસો તથા મુનિવરો પધાર્યા અને ચતુર્વિધ સંઘની મોટી હાજરીમાં સૌએ દેવવંદનની ક્રિયા કરી, “શ્રીસંઘને કટોકટીના સમયે એક યોગ્ય આગેવાનની ખોટ પડી” એવા ઉદ્દગારો ઉચ્ચારીને સૌ તેઓના ગુણોની પ્રશંસા કરીને વિખરાયા. સ્મશાનયાત્રાનું કાર્ય વિધિપૂર્વક પૂર્ણ કરીને સાંજે શ્રાવક ઉપાશ્રયે આવ્યા, તેઓને પણ માંગલિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001028
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages579
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy