SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર દાવાનળમાં સપડાએલ પરિણની માફક આ સંસારમાં પોતાને અશરણ જાણી રહ્યો છે. સંસાર વાસમાં આશ્રયોનાં અનેક સ્થાનોને જે જોઈ રહ્યો છે તે મોતીચંદ, માતાપિતાના આગ્રહથી ઘેર રહ્યો પરંતુ વ્યવહારમાં સઘળાં કાર્યોમાં તેનો અનાદરજ રહ્યો. લોભાવનારાં અનેક સાધનો છતાં તેનું હૃદય પલટાયું નહીં અને તેમાંથી મુક્ત થવાના પ્રયત્ન કરવા લાગ્યો. તેની વૈરાગ્ય ભાવના દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગી. છેવટે વ્યવહાર કાર્યમાં તેનો આવા પ્રકારનો અનાદર દેખી માત્ર એક ધર્મસાધનમાં જ તેની વૃત્તિ જાણી ધર્માત્મા માતાપિતાએ પુત્ર પ્રત્યે અત્યંત રાગ છતાં, પણ તેના ધર્મ સાધનમાં અંતરાયભૂત ન થતાં કેટલીક મુદતે પુત્રની ઈચ્છાને આધીન થયાં. એ અવસરમાં રાજનગરનો સંઘ રાધનપુરની યાત્રા કરવા આવ્યો. તેની સાથે કીર્તિવિજયજી મહારાજા પણ આવ્યા છે એમ જાણી મોતીચંદ રાધનપુર આવ્યા. ગુરૂ મહારાજનાં ચરણકમળ ભેટ્યા. સર્વ મંદિરોની યાત્રા કરી, અને ગુરૂ મહારાજ પાસે અભ્યાસ કરવા રહ્યા. અનુક્રમે ઉગ્રવિહારી કીર્તિવિજયજી મહારાજાએ ત્યાંથી મરૂદેશ તરફ વિહાર કર્યો. તેમની સાથે મોતીચંદે પણ મારવાડ તરફ પ્રયાણ કર્યું. વિહાર કરતા ગુરૂ મહારાજા પ્રથમ તારંગાજી તરફ ગયા. તારણગિરિની યાત્રા કરી માર્ગમાં અનેક ગામોમાં જિનમંદિરોની યાત્રા કરતા અનેક પ્રાણીઓને ધર્મોપકાર કરતા ગુરૂ મહારાજા અબ્દગિરિ આવ્યા. જૈનોની સંપત્તિ, ઔદાર્ય અને પ્રભુભક્તિનું દિગ્દર્શન કરાવતાં ત્યાંના ચૈત્યોની યાત્રા કરી ત્યાં કેટલાક દિવસ સ્થિરતા કરી, પ્રભુસેવાનો લાભ લીધો. ત્યાંથી મરૂભૂમિમાં ઉતર્યા ત્યાં પિંડવાડા, બ્રાહ્મણવાડા, વીરવાડા, સરોહી, નાંદીયા, લોટામા, દેણા વિગેરે તીર્થોની યાત્રા કરી. બેડા, નાણા થઈ રાણકપુરના ચતુર્મુખ ભવ્ય જિનાલયમાં શ્રી યુગાદિદેવને ભેટ્યા. ત્યાંથી સાદડી, ધાણેરાવ, દેસુરી, નાડલાઈ, નાડોલ વિગેરે પંચતીર્થીની યાત્રા કરી. ગુરૂમહારાજા ધર્મોપદેશ વૃષ્ટિથી મરૂભૂમિને નવપલ્લવ કરતા અનેક પ્રાણીઓને યોગ્ય ધર્મનું સ્વરૂપ દર્શાવી તેમને સુમાર્ગ સન્મુખ કરતા પાલી શહેરમાં પધાર્યા અને આપણા ભાવિમુનિ મોતીચંદ પણ તેમની સાથે ગૃહસ્થાવાસમાં પણ મુનિ માર્ગની તુલના (અભ્યાસ) કરતા પાલી નગરમાં આવ્યા. આટલો સમય વિદ્વાન, શુદ્ધકરૂપક, મહાત્યાગી ગુરૂમહારાજની સેવામાં અને તે પણ વિહારમાં સાથે રહેવાથી મોતીચંદને મુનિ માર્ગનો ઘણો સારો અનુભવ મળ્યો. તેમજ ગુરૂમહારાજને પણ મોતીચંદના સ્વભાવ, વર્તન વિગેરેનો અનુભવ થયો. તેનો હસમુખો ચહેરો, ઉદાર શાંત અને માયાળુ સ્વભાવ, નિષ્કપટીપણું તેનું દાક્ષિણ્ય અને વિશુદ્ધ ભક્તિથી ગુરૂમહારાજની તેના ઉપર અત્યંત કૃપા થઈ. ગુરૂશ્રીના પ્રથમ સમાગમે મોતીચંદભાઈ ચારિત્ર લેવા ઉત્સુક બન્યા હતા પણ હવે તો તેમણે નિશ્ચય કર્યો કે :- ચારિત્ર લેવું જ અને તે પણ આવા જ ગુરૂ પાસે. પાલી નગરની દિવ્ય મંદિરોની યાત્રા કરી ઉપકારી ગુરૂમહારાજાએ ત્યાં કેટલીક મુદત સ્થિરતા કરી જેથી ત્યાંના ભાવિ શ્રાવક શ્રાવિકાઓ વિગેરે ઘણો હર્ષ પામ્યાં. મહારાજાની મધુરવાણી અને વૈરાગ્યોત્પાદક દેશના સાંભળી આનંદમાં ગરકાવ થઈ ગયા અને દિવસે દિવસે અપૂર્વ ઉત્સાહ પ્રગટતો ગયો. મહારાજાની સાથે આવેલા મોતીચંદ ની પણ લોકો અનન્ય ભક્તિ કરવા લાગ્યા. મોતીચંદે પણ પોતાના હમેશનાં પ્રસન્નમુખ, મિલનસાર સ્વભાવ વિગેરે ઉત્તમ ગુણોથી તેમના હૃદયનું એવું આકર્ષણ કરી લીધું કે જેથી લોકોને પણ અહં પ્રથમિકા પૂર્વક તેની ભક્તિની સ્પર્ધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001027
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages828
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy