________________
શ્રીમાન્ મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર ૧ મુનિવર્ય શ્રી કીર્તિવિજયજી મહારાજ; ૨ મુનિશ્રી લક્ષ્મીવિજયજી; ૩ મુનિશ્રી શાંતિવિજયજી; ૪ મુનિશ્રી કસ્તુરવિજયજી; પ મુનિશ્રી ચતુરવિજયજી; ૭ મુનિશ્રી લાભસાગરજી ૭ મુનિશ્રી મણિવિજયજી (આ ચરિત્રના નાયક); ૮ મુનિશ્રી મેઘવિજય; ૯ મુનિશ્રી મોતીવિજ્યજી; ૧૦ મુનિશ્રી મનોહરવિજયજી; ૧૧ મુનિશ્રી વૃદ્ધિવિજયજી; ૧૨ મુનિશ્રી ઉદ્યોતવિજયજી.
મુનિરાજશ્રી કીર્તિવિજયજી મહારાજશ્રીના સમયમાં રાજનગરના નગરશેઠ હેમાભાઈએ પાલીતાણાના રાજા પ્રતાપસિંહને સિદ્ધાચલજીની રક્ષા નિમિત્તે અમુક દ્રવ્ય આપવાનો બંદોબસ્ત કર્યો હતો એમના જીવનચરિત્રમાંથી ઘણું જાણવાનું મળી શકે એમ છે. પરંતુ તે ઉપલબ્ધ નથી. ગુરૂ સમાગમ.
આપણે ઉપર જોઈ ગયા છીએ કે, શ્રેષ્ઠી જીવનદાસ કુટુંબ સહિત માતરનગર (સુમતિનાથ સાચા દેવનું તીર્થ) પાસે પેટલી ગામે રહ્યા હતા. એ પેટલી ગામથી મોતીચંદ યાત્રા નિમિત્તે ખેડાનગરે આવ્યા. ત્યાં ભીડભંજન પાર્શ્વનાથની તથા અન્ય સર્વ મંદિરોની યાત્રા કરી ઉપાશ્રય ગુરૂવંદન નિમિત્તે ગયા. ત્યાં ઉપર દર્શાવેલા સંવેગી શિરોમણી શ્રી કીર્તિવિજયજી મહારાજા ધર્મ દેશના દઈ રહ્યા હતા. સંવેગી ગુરૂની સંવેગજનની દેશના સાંભળી મોતીચંદ અપૂર્વ આલ્હાદ પામ્યો. દેશના સંપૂર્ણ થઈ અને સભા વિસર્જન થવા લાગી. સઘળી સભા વિસર્જન થઈ. પરંતુ ગુરૂ મહારાજના વચનામૃતનો પિપાસુ મોતીચંદ ત્યાંજ બેસી રહ્યો. જનસમુદાય વિસર્જન થયા બાદ ગુરૂ મહારાજ પાસે જઈ વિનયપૂર્વક બેઠો. ઇંગિત આકારના જાણ ગુરૂ મહારાજાએ તેની ચેષ્ટા ઉપરથી
પણાની કલ્પના કરી, યોગ્ય ધર્મ ઉપદેશ આપ્યો. જેમ જેમ મોતીચંદ ઉપદેશામૃતનું પાન કરતો ગયો તેમ તેમ તેના ચિત્તમાં ચમત્કાર થવા લાગ્યો. રોમાંચ વિકસ્વર થયા અને અતિ આનંદ પામ્યો. આ અવસરે તેમના અંતરમાં વિશુદ્ધ વિચાર શ્રેણી પ્રગટ થઈ “અહા ! આવા
વણનો યોગ હંમેશા પ્રાપ્ત થાય તો કેવું સારું ! આ ઉપકારી મહાત્માની અહોનિશ સેવા કરવાનો યોગ મને ક્યારે મળે !' આવા પ્રકારની ભાવના ભાવતાં અને ગુરૂ મહારાજનાં વચનામૃતનું સ્મરણ કરતાં ભાગ્યવાનનો અંતરાત્મા જાગૃત થયો, મોહ નિર્બળ પડ્યો, અંતર્થક્ષ ઉઘડ્યાં, પદાર્થોની અનિત્યતાનું ભાન થવા લાગ્યું, સોપક્રમી આયુષ્યનું ક્ષણવિનશ્વરપણું જાણ્યું, અને વૈરાગ્ય વાસના જાગૃત થઈ. સંસ્કારી પુન્યશાળી જીવોને સામગ્રીનો સંયોગ મળતાં શુભ વાસનાઓ જાગૃત થવામાં વિલંબ થતો નથી. માત્ર પગે કાંટો વાગ્યો તે કાઢવા જેટલી વાર. ધર્મ શ્રવણ અનાયાસે થયું તેમાં પણ રોહીણીયા ચોર જેવાને પરિણામે ચારિત્રની ભાવના થઈ આવી તો, બાલ્યાવસ્થાથી જ શુદ્ધ સંસ્કારી વિશુદ્ધાત્મા મોતીચંદને માટે તો શું કહેવું ? ગુરૂનો સમાગમ વધતો ગયો તેમતેમ મોતીચંદની વૈરાગ્ય વાસના વિશેષ પ્રદીપ્ત થઈ અને સાવધાન થયો.
ખેડામાં પ્રવેશ કરતાં જો કે મોતીચંદ યાત્રાનો અર્થી હતો. દેવગુરૂના દર્શનનો અભિલાષી હતો, પરંતુ તે અવસરનો મોતીચંદ અને અત્યારના મોતીચંદમાં ઘણોજ ભેદ હતો. તે અવસરે ધર્માભિલાષી હતો. પરંતુ તે અભિલાષાના સ્વરૂપને સ્ફટ જોઈ શક્તો ન હતો. અત્યારે તે અભિલાષાને સ્ફટ જોવા લાગ્યો. તે અવસરે ગમનનો માર્ગ નિર્ણયપણામાં નહોતો. અત્યારે તે માર્ગ નિર્ણિત થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org