________________
૪
પ્રસ્તાવના
प्रतियां विद्यमान हैं उनके पाठभेदों का संग्रह किया जाय तो सीमातीत पाठभेद मिलेंगे. इनमें अगर भाषाप्रयोग के पाठभेदों को शामिल किया जाय तो मैं समझता हूं कि पाठभेदों का संग्रह करने वाले का दम निकल जाय. फिर भी यह कार्य कम महत्त्व का नहीं है.
આચારાંગસૂત્રના સંપાદનમાં અમને જેવો અનુભવ થયો છે તેવો સૂત્રપ્તાંગસૂત્રના સંપાદનમાં પણ અનુભવ થયો છે. સૂત્રકૃતાંગના સૂત્રપાઠને નક્કી કરવા માટે આપણી પાસે ત્રણ મહત્ત્વનાં સાધનો છે– ૧ સૂત્રતાંગની હસ્તલિખિત પ્રતિઓ, ૨ અત્યારે મળતી સૂત્રક્તાંગની વ્યાખ્યાઓમાં પ્રાચીન વ્યાખ્યા ચૂર્ણિ, તથા ૩ સૂત્રકૃતાંગની સંસ્કૃત વૃત્તિઓ. સંસ્કૃત વૃત્તિઓમાં શીલાચાર્યે રચેલી વૃત્તિનો મોટા ભાગે આધાર લઈને પછીની વૃત્તિઓ રચાયેલી છે. એટલે વૃત્તિ તરીકે અહીં શિલાચાર્યવિરચિત વૃત્તિનો જ મુખ્યતયા નિર્દેશ કરવામાં આવશે.
વૃત્તિકાર પાસે ઘણાં વર્ષો પૂર્વેથી ચાલી આવતી જે પાઠપરંપરા હતી તેને અનુસરીને વૃત્તિની રચના થયેલી છે. અત્યારે જે હસ્તલિખિત આદર્શો મળે છે તેમાં મોટા ભાગે વૃત્તિકાર સામે જે પાઠ૫રંપરા હતી તે છે.
પરંતુ ચૂર્ણિકાર પાસે જે પાઠપરંપરા હતી તેમાં અનેક સ્થળે થી અથવા વધારે પાઠભેદ હતો. કવચિત્ કવચિત બંનેની વ્યાખ્યામાં પણ ભેદ આવી જાય છે. ચૂર્ણિકાર તથા વૃત્તિકાર સામે સૂત્રના શબ્દોમાં જે પાઠભેદ હતો તે અમે ટિપણીમાં ચૂ૦ (ચૂર્ણિસંમત પાઠ) તથા શી (શીલાચાર્ય સંમત પાઠ) એવા સંતથી દર્શાવ્યો છે. પરંતુ પ્રથમ શ્રુતસ્કંધમાં ચૂણિ તથા વૃત્તિ વચ્ચે પાઠભેદ છે છતાં મર્યાદિત છે. બીજા શ્રુતસ્કંધમાં આ પાઠભેદનું અંતર ઘણું જ વધી જાય છે.
ચૂર્ણિકાર સામે જે પાઠો હતા, સંપૂર્ણપણે તે પાઠોવાળી કોઈ જ હસ્તલિખિત પ્રતિ આજે મળતી નથી. એટલું જ નહિ, પણ આજથી ૧૧૦૦ વર્ષ પૂર્વે શીલાચાર્યને પણ મળી નહોતી. જુઓ પૃ૦ ૧૮૭ ટિ૨૦. તેથી ચિત્તમાં વ્યામોહ ન કરવાની આપણને ખાસ ભલામણું તેમણે કરી છે, એટલે આ૦ બ૦ સ્વમુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે ચૂર્ણિ વાંચતાં તેમને જે સૂત્રપાઠો ચૂર્ણિકારસંમત લાગ્યા તે પાઠોનો યથાયોગ્ય સમાવેશ મૂળસૂત્રમાં થાય તે રીતે ચૂણિસંમત સૂત્રપાઠ તૈયાર કરીને તથા ચૂણિનું પણ વિવિધ પ્રતિઓને આધારે સંશોધન કરીને સૂત્રકૃતગિ ચૂણિનું સંશોધન સંપાદન કર્યું છે. તેનો પ્રથમ ભાગ (પ્રથમશ્રુતસ્કંધ) પ્રાત ટેકસ્ટ સોસાયટી તરફથી પ્રકાશિત થયો છે. બીજો ભાગ અપ્રકાશિત છે, છતાં અમે જે જે પાઠો ટિપ્પણમાં બીજા શ્રુતસ્કંધમાંથી આપ્યા છે તે આ. પ્ર. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે સંપાદિત કરેલી ચૂણિમાંથી જ આપ્યા છે.
ચૂણિને આધારે ચૂણિસંમત સૂત્રપાઠ તૈયાર કરવામાં પણ કેટલીક મુશ્કેલી તો છે જ, કેટલેક સ્થળે પાઠની સંદિગ્ધતા પણ રહે છે જ, છતાં પ્રથમ શ્રુતસ્કંધમાં ચૂણિસંમત સૂત્રપાઠ અમુક રીતે પણ તૈયાર કરી શકાય તેમ છે, કારણ કે ચૂણિમાં પ્રથમ શ્રુતસ્કંધમાં લગભગ દરેક પદની વ્યાખ્યા પ્રાય છે. પરંતુ બીજા શ્રુતસ્કંધમાં ચૂણિ અનેક સ્થળે ઘણી જ સંક્ષિપ્ત છે. એટલે બીજા શ્રુતસ્કંધનો ચૂણિસંમત સૂત્રપાઠ તૈયાર કરવો અનેક સ્થળે દુષ્કર અથવા અશક્યપ્રાય છે. વળી ચૂણિસંમત પાઠો વૃત્તિસંમત પાડોથી ઘણીવાર જુદા પડી જાય છે, જુઓ પૃ. ૧૨૭ ટિ. ૨૬, પૃ. ૧૪૦ ટિ. ૧, પૃ. ૧૫૦ ટિ. ૧૬, પૃ. ૨૩૬ ટિ. ૩, ૮, પૃ. ૨૪૧ ટિ. ૧૩ વગેરે.
આ ગ્રંથના સંપાદનમાં અમે હસ્તલિખિત પ્રતિઓમાં મળતા પાઠને જ પ્રાધાન્ય આપીને સંપાદન કર્યું છે. અલબત્ત, હસ્તલિખિત પ્રતિઓમાં વિવિધ પાઠો મળતા હોય છે ત્યાં સામાન્ય
૧. જુઓ પૃ. ૧૮૭ ટિ, ૨૦, તથા આ પ્રસ્તાવના પૃ. ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org