SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ પ્રસ્તાવના પણ કહેવામાં આવે છે. પ્રાણન્નાતક શસ્ત્રો, શાસ્ત્રો, તથા મંત્રને શીખનારા, માયાવી, કામભોગાસક્ત વગેરે અનેક રીતે અસંયમી જીવો બહુ પાપ કરીને સકર્મવીર્યથી સંસારમાં ભમે છે અને દુ:ખી થાય છે એમ જણાવીને પંડિતો કેવી રીતે વીર્યનો સદુપયોગ કરીને જીવનને સંયમી, સદાચારી અને સફળ બનાવે છે તેનું વિસ્તારથી વર્ણન કરેલું છે. સૂ૦ ૪ર૬–૪૨૭માં કહ્યું છે કે 'જેમ કાચબો પોતાનાં અંગોને પોતાના શરીરમાં સહુરી (સમેટી) લે છે તેમ પંડિત પુરુષ અધ્યાત્મના બળથી (ધર્મધ્યાન વગેરેથી) સર્વ પાપવૃત્તિઓને, મનને, સર્વ ઇંદ્રિયોને, પાપી અધ્યવસાયોને, તથા ભાષાના દોષોને સહરી લે છે (પાછાં ખેંચી લે છે).’ આ અધ્યયનના અંતમાં કહ્યું છે કે જે સાધુઓ મહાન કુલમાં જન્મેલા હોય છતાં માન–પૂજાની અભિલાષાથી તપ કરે છે અથવા તપ કરીને તેનું ઉત્કીર્તન (બીજા પાસે પોતાના તપનાં ગુણગાન) કરે છે તેમનો તપ અશુદ્ધ છે. ખીજાઓને ખખર પણ ન પડે તેવો તપ કરવો જોઈ એ. ક્યાં યે આત્મશ્લાધા ન કરવી જોઈએ. સાધુ અલ્પ આહાર-પાણી લે. અલ્પ ખોલે. ધ્યાનયોગને જીવનમાં સારી રીતે સ્વીકારીને મોક્ષના માર્ગ ઉપર સાધુએ સદા વિચરવું જોઈ એ.’ નવમું અધ્યયન—આનું નામ ધમ્મ (ધર્મ) છે. જંબૂરવામીએ સુધર્માંસ્વામીને પૂછ્યું કે ‘ભગવન્ ! મતિમાન અહિંસક ભગવાન મહાવીરે કેવો ધર્મ બતાવ્યો છે?’ તેના ઉત્તરમાં ભગવાન સુધર્માંસ્વામી ખોલ્યા કે ‘જિનેશ્વરોનો જે ઋજુ સરળ (પ્રપંચ વિનાનો) ખરેખર ધર્મ છે તે તમે સાંભળો.' આમ કહીને ભગવાન સુધર્માંસ્વામીએ આરંભ-સમારંભ-પરિગ્રહમાં ડૂબેલાઓની શી દશા થાય છે તે જણાવીને, નિર્મમ તથા નિરહંકાર બનીને જિનેશ્વરોએ કહેલા ધર્મને આચરવાનો સાધુઓને વિસ્તારથી ઉપદેશ આપ્યા છે. આ પ્રસંગમાં, હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, અભિમાન, માયા, લોભ, વસ્ત્રો ધોવાં, રંગવાં વગેરે સંયમબાધકરે અનેક આચરણો, યશ, કીર્તિ, શ્લાધા, વંદન, પૂજન, અનુકૂળ વિષયોની કામના વગેરે અનેક અનેક ખાદ્ય તથા અત્યંતર દોષોનો ત્યાગ કરવા માટે ભારપૂર્વક ભગવાન મહાવીરનો ઉપદેશ વર્ણવેલો છે. સાધુની ભાષા પણ કેવી હોવી જોઈએ તેનું સુંદર વર્ણન છે. સાધુ ક્રીડા કરે નહિ, વધારે હસે નહિ, વસ્ત્રાદિ પદાર્થો માટે ઉત્સુક બને નહિ, કોઈ કંઈ કહે તો તપી જાય નહિ, કોલાહલ કરે નહિ વગેરે ધણી શીખામણો આમાં સાધુને આપી છે. કુશાલનો સંગ ત્યજીને સદ્ગુરુની ઉપાસના કરવાનો તથા સારી સારી વાતોને શિખવાનો આમાં ઉપદેશ છે. ‘ઘરમાં દીવો (જ્ઞાનરૂપી ભાવ દીવો) નથી માટે તો અહીં આવ્યા છીએ' એમ સમજીને ઉત્સાહપૂર્વક ધૃતિમાન જિતેંદ્રિય સાધુપુરુષો અસંયમી જીવનને જરા પણ ઇચ્છતા નથી. સર્વે ગૌરવોનો ૧. સરખાવો—ચવા સંઘરતે પાચં મોડનાનીવ સર્વશઃ । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता । भगवद्गीता २१।५८ ૨. આ સંયમબાધક આચારોનું કેટલુંક વર્ણન આચારાંગસૂત્ર તથા દશવૈકાલિસૂત્રમાં (અ૦ ૩) પણ છે. સૂ૦ ૪૫૧ માં સૂળિનો ત્યાગ કરવાનું કહ્યું છે. ચૂર્ણ તથા વૃત્તિમાં આની બે રીતે વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે (૧) જે આહારાદિના સેવનથી શરીર બહુ પુષ્ટ થાય તેવા આહારાદિનો સાધુ ત્યાગ કરે, (૨) લાધા-પ્રશંસાથી જીવ સુજી જાય છે (ફૂલી જાય છે) માટે માન-સન્માન લાધાપ્રશંસાથી સાધુ દૂર રહે. આ રીતે માન-સન્માન આદિને પણ એક પ્રકારના સોન રૂપે કહેલા છે— "आसूणिय णाम श्लाघा येन परैः स्तूयमानः सुजति, यावच्छृणोति यावद्वाऽनुस्मरति तावत् सुजति मानेनेति आसूनिक्म्”– चूर्णि पृ० १७८ । “ यदिवा आसूणि त्ति श्लाघा, यतः श्लाघया क्रियमाणया आसमन्तात् शूनचच्छूनो लघुप्रकृतिः कश्चिद् दर्पाध्मातत्वात् स्तब्धो भवति " -વૃત્તિ ધ્રુ॰ ૧૮૦ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy