SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના સૂ૦ ૨૩૦ માં “સુખથી સુખની પ્રાપ્તિ થાય છે' આ બૌદ્ધમતનો ઉલ્લેખ છે.' ઇસિભાસિયાઈ માં ૩૮માં સાઝુપુત્તિક અધ્યયનમાં પણ આ વાતનો આ પ્રમાણે ઉલ્લેખ છે– "जं सुहेण सुहं लद्धं अञ्चन्तसुखमेव तं । जं सुखेण दुहं लद्धं मा मे तेण समागमो ॥१॥ सातिपुत्तेण बुद्धेण अरहता बुइतं । मणुण्णं भोयणं भोचा मणुण्ण सयणासणं । मणुण्णंसि अगारंसि झाति भिक्खू समाहिए ॥२॥ अमणुणं भोयणं भोच्चा अमणुण्णं सयणासणं । अमणुण्णंसि गेहंसि दुक्खं भिक्खू झियायती ॥३॥ एवं अणेगवण्णागं तं परिच्चज पंडिते। णण्णत्थ लुब्भइ पण्णे एयं बुद्धाण सासणं ॥४॥" –૦ ટકા અહીં કાતિપુર વૃદ્ધ શબ્દથી જે ગીનમ બુદ્ધ વિવક્ષિત હોય તો કાતિપુર શબ્દનો રાયપુત્ર એવો અર્થ કરવો જોઈએ. પરંતુ ઇસિભાસિયાઈની ટીકામાં રારિપુત્રીયમધ્યયન એમ અંતમાં (પૃ. ૧૫૫ માં) લખેલું છે. મહાત્મા ગૌતમ બુદ્ધના એક શારિપુત્ર નામના પ્રસિદ્ધ શિષ્ય પણ હતા. તે રિપુત્ર જે અહીં સાતિgત્ત શબ્દથી અભિપ્રેત હોય તો અહીં વૃદ્ધ શબ્દનો ચૌદ () એવો અર્થ કરવો જોઈએ. ઈસિભાસિયાઈની ટીકામાં (પૃ. ૧૫૩) પણ તિ વર્કિંગ માણિતમ્ એમ કહેલું છે. સૂ૦ ૨૩૩–૨૩૬ માં “સ્ત્રીસંગમાં પણ દોષ નથી' એવું જણુવતા કેટલાક વાદીઓના હેત્વાભાસોનો-કુતકનો ઉલ્લેખ છે. તે પછીનાં સૂત્રોમાં આ કુતર્કો કેવા અત્યંત ભયંકર છે તે સ્પષ્ટ વર્ણવ્યું છે. છેવટે આ બધા અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોને જીતીને મોક્ષમાર્ગમાં સારી રીતે વિચરવા માટે સાધુને ઉપદેશ આપવામાં આવેલો છે. ચોથું અધ્યયન –આનું નામ રૂાથી વરિળ છે. સ્ત્રીઓના સ્વભાવોનું તથા સ્ત્રીઓના સંગથી થતી ભયંકર દુર્દશાનું સ્વરૂપ જાણીને સ્ત્રીઓથી અત્યંત દૂર રહેવા માટે આમાં ખાસ ઉપદેશ આપવામાં આવ્યો છે. આ અધ્યયનના બે ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશકમાં સ્ત્રીઓ કેવી રીતે ફસાવે છે તથા સ્ત્રીપરિચયથી કેવું પતન થાય છે તેનું વર્ણન છે. બીજા ઉદ્દેશકમાં સ્ત્રીસંગથી પતિત થયેલાની કેવી દુર્દશા થાય છે તેનું આબેહુબ વર્ણન છે. પાંચમું અદયયનઆનું નામ નિયમિત્તિ છે. આના બે ઉદ્દેશક છે. હિંસા આદિ પાપ. કર્મ કરનારા જીવો નારકીમાં જઈને નરકગતિમાં કેવી કેવી અતિ ભયંકર વેદના અનુભવે છે તેનું હૃદય ધ્રુજાવી મૂકે તેવું ભયાનક વર્ણન કરીને હિંસા–પરિગ્રહ આદિ પાપકર્મોથી દૂર રહેવાનો આમાં ઉપદેશ છે. છઠું અધ્યયન-આનું નામ મહાવીરથવ છે. ભગવાન સુધર્માસ્વામીને જંબૂસ્વામી વગેરે પૂછે છે કે જેમણે જ્ઞાનથી સુંદર રીતે જઈને આવો એકાંતહિતકારક અજોડ ધર્મ બતાવ્યો છે તે (મહાવીર) છે કોણ? તે જ્ઞાતપુત્ર મહાવીરનાં જ્ઞાન, દર્શન તથા શીલ કેવા હતાં તે તમે સારી રીતે જાણું છો. અમને પણ જણાવો” (સૂ૦ ૩૫-૩૫૩). આના ઉત્તરમાં સુધર્માસ્વામીએ ભગવાન મહાવીરના ગુણોનું ક્ષેત્ર (૪), ૩રા, શુઘર, યાસ્વી, સર્વવ, મનન્તઝાની વગેરે અનેક અનેક વિશેષણ તથા અનેક અનેક ઉપમાઓ દ્વારા વર્ણન કર્યું છે તેથી આ અધ્યયનનું નામ મદ્દાવીરરસવ છે. ૧. મઝિમનિકાયના ચૂળદુખકબંધસૂત્રમાં નિગ્રંથો સાથે બુદ્ધનો જે વાર્તાલાપ થયો છે (પ્ર. ૧૨૮-૧૩૧) તેમાં “તો, લઘુતો નોતમ, સુન સુાં અધિકાન્તવ્યું, સુસેન તો સુલ અધિકત્તવું' આ નિગ્રંથોના કથનનો બુદ્દે જે જવાબ આપ્યો છે તેમાં આ બૌદ્ધમત સ્પષ્ટ થાય છે. જુઓ પરિશિષ્ટ ત્રીજું, પૃ૩૬૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy