________________
श्री शङ्केश्वरपार्श्वनाथाय नमः।
श्री अजितनाथस्वामिने नमः । आचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादप भ्यो नमः । आचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्मेभ्यो नमः। सद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपाद पद्मेभ्यो नमः । જિન આગમ જયકારા
(प्रस्तावना) પરમ કૃપાળુ, અનંત ઉપકારી અરિહંત પરમાત્મા તથા પરમોપકારી પિતાશ્રી અને સદગુરુદેવ પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની પરમકૃપાથી–અર્થથી જિનેશ્વરભાષિત તથા સૂત્રથી ગણધર ભગવંતગ્રથિત દ્વાદશાંગીરૂપ માળાના પ્રથમ પુષ્પરૂપ આચારાંગસૂત્રના પ્રકાશન પછી હવે દ્વિતીયપુષ્પરૂ૫–શ્રી સૂત્રકૃતાંગસૂત્ર (સૂયગડંગસુત્ત)ને વિવિધ સામગ્રીને આધારે સંપાદિત કરીને આગમભક્ત જગત સમક્ષ રજુ કરતાં અમને ઘણો જ હર્ષ થાય છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રકાશિત થતી આ જૈન આગમ ગ્રંથમાલાના પ્રાણુસ્વરૂપ સ્વ. આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે સંગૃહીત કરેલી તથા બીજી પણ જે પ્રાચીન હસ્તલિખિત સામગ્રીને આધારે આ ગ્રંથનું સંપાદન કરવામાં આવ્યું છે તેનો પરિચય આ પ્રસ્તાવનાના છેવટના ભાગમાં આપવામાં આવશે.
દ્વાદશાંગીમાં સૂત્રકૃતાંગ દ્વિતીય અંગસૂત્ર છે. રચના તથા સ્થાપનાની દૃષ્ટિએ દ્વાદશાંગીમાં આચારાંગસૂત્રના કમ વિષે આચારાંગસૂત્રની પ્રસ્તાવનામાં (જુઓ પૃ. ૧૭–૧૮) જે વિવિધ વિચારધારાઓ અમે જણાવી છે તે જ વિચારધારાઓ સૂત્રકૃતાંગસૂત્રના કમ વિષે પણ યથાયોગ્ય સમજી લેવાની છે.
પ્રસ્તુત અંગસૂત્રનું સંસ્કૃતમાં, શ્વેતાંબર તથા દિગંબર બંને પરંપરામાં સૂત્ર નામ જ પ્રસિદ્ધ छे. प्रातभा, श्वेतपरमान्य ग्रंथोमां सूतकड, सुत्तकड, तया सूयगड सेवां त्रयु नाम भने छे.' १. "सूयगडं अंगाणं बितियं तस्स य इमाणि नामाणि। सूतगडं सुत्तगडं सूयगडं चेव गोण्णाई ॥२॥"सूत्रकृताङ्गनियुक्ति। "सुअपुरुसस्स बारसंगाणि मूलस्थाणीयाणि । सेससुतक्खंधा उवंगाणि कलाच्यङ्गुष्ठादिवत् । तेसिं बारसण्हं 'अंगाणं एतं बितियं अंगं। णामाणि एगट्ठियाणि इन्द्र-शक-पुरन्दरवत्, तंजधा-सूतकडं ति वा सुत्तकडं ति वा सूयकडं ति वा। णामं पुण दुविधं गोण्णं इतरं च, गुणेभ्यो जायते गौणम्, जधा तवतीति तवणो, जलतीति जलणो एवमादि, तत्थेताणि एगट्ठियणामाणि गोण्णाति। तत्थ सूतकडं "खूङ् प्राणिप्रसवे" [पा० धा० ११३२] ...."भावप्रसवो गणधरेभ्य इदं प्रसूतम् , अधवा “अत्यं भासति अरहा" [आव० नि० गा० ९२], ततः सूत्रं प्रसवति। सुत्तकड त्ति....."भावसूत्रेण तु सूत्रानुसारेण निर्वाणपथं गम्यते। सूतकडं भावे ससमय-परसमयसूयणामेत्त।"-सूत्रकृतांगचूर्णि पृ० ४। “सूत्रकृतमित्येतदङ्गानां द्वितीयम् , तस्य चामून्यकार्थिकानि, तद्यथा-सूतम् उत्पन्नमर्थरूपतया तीर्थकृद्भयः, ततः कृतं ग्रन्थरचनया गणधरैरिति । तथा सूत्रकृतमिति सूत्रानुसारेण तत्त्वावबोधः क्रियतेऽस्मिन्निति । तथा सूचाकृतमिति स्वपरसमयसूचना साऽस्मिन् कृतेति। एतानि चास्य गुणनिष्पन्नानि नामानीति।"-शीलाचार्यविरचित सूत्रकृताङ्गवृत्ति पृ० २।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org