________________
ટિપ્પણ
- ૪૮ આચાર ગોચર: આચાર એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનું અનુષ્ઠાન ગોચર એટલે ફૂલને ત્રાસ આપ્યા વિના જેમ ભમરો તેનો રસ લે છે તેમ કોઈને પણ ત્રાસ આપ્યા વિના માત્ર ઉદરનિર્વાહને માટે જ નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત કરવાની પદ્ધતિ.
૪૯. યાત્રા : સારી રીતે સંયમનો નિર્વાહ કરવો તે. ૫૦, માત્રા : સંયમને માટે જ પરિમિત આહાર લેવો તે. પ૧ વિપુલ પર્વત: રાજગૃહનો એક પહાડ (જઓ રાજગૃહ).
૨જુ અધ્યયન ૧. સંઘાડ : ધન્ય શેઠ અને વિજય ચોર બેને એક સાથે હેડમાં (સંધાત) બાંધ્યા પછીથી આ અધ્યયનનો મુખ્ય મુદ્દો શરૂ થાય છે તેથી તેનું નામ સંઘાડ કહ્યું છે.
૨. માલુકાકચ્છ: ટીકાકારે આનો અર્થ “એક ળિયાવાળાં ફળના માલુક નામના ઝાડનું વન” કર્યો છે. પજવણુસૂત્રમાં એક ઠળિયાવાળાં ફળનાં ઝાડનાં નામ ગણાવતાં માલુકનું નામ આપેલું છે. જીવાભિગમના ચૂર્ણિકાર આને ચીભડીનું વન કહે છે. સુત્તનિપાતમાં એક પ્રકારની બહુ ફેલાતી વેલ માટે માલુવા શબ્દ વપરાયેલો છે.
- . ચૌદશ, આઠમ, અમાસ, પૂનમ : આ ચાર તિથિઓ ઘણા પ્રાચીન સમયથી ધમકો માટે નિયત થયેલી જણાય છે. મનુસ્મૃતિમાં લખ્યું છે કે “અમાસ, આઠમ, ચૌદશ અને પૂનમ, એ દિવસોમાં બ્રાહ્મણે બ્રહ્મચારી રહેવું. વળી એ દિવસોમાં તૈલ, માંસ અને હજામતનો ત્યાગ કરવાનું વિધાન ટીકાકારે બીજી સ્મૃતિના આધારે બતાવ્યું છે. અન્ય સંપ્રદાયમાં પ્રચાર પામેલી આ પ્રથાને બૌદ્ધોએ પણ સ્વીકારેલી છે. અને જૈન ગ્રંથોમાં તો આ તિથિએ વ્રતનિયમ કરવાની પ્રથા અત્યારે પણ વિદ્યમાન છે.
૩ જે અયયન ૧, અંડ: આ અધ્યયનમાં મોરનાં ઈંડાંની હકીકત આપીને ઉપનય બતાવવામાં આવ્યો છે માટે આનું નામ અંડ છે.
૨, મયૂરપોષક મોરને પોષનાર. મોર, પોપટ, મેના વગેરે પક્ષીઓને કેળવનાર આ એક ખાસ વર્ગ હતો. તે વર્ગ આ વ્યવસાયથી જ આજીવિકા ચલાવતો.
૪થું અધ્યયન ૧. કમ્મઃ આ અધ્યયનમાં કુર્મ-કાચબાની હકીક્ત ઉપરથી જિતેંદ્રિય અને અજિતેંદ્રિય ભિક્ષુઓની સમજ આપવામાં આવી છે માટે તેનું નામ કુમ્મ પડ્યું છે.
૨. વારાણસી: આ માટેની વિગતવાર હકીક્ત ભગવતીસૂત્ર ભા. ૨ (રાયચંદ્ર જિનાગમસંગ્રહ) પા. ૧૦૪ માં જોઈ લેવી.
૩. મયંગતીરઃ આને માટે મૂળમાં પણ ભયંગતીર શબ્દ છે. ટીકાકાર મૃતગંગામાંથી મયંગ શબ્દ નીપજાવે છે અને તેનો અર્થ લાગે છે કે:-“જ્યાં ગંગાનું પાણી ખૂબ ભેગું થતું હોય તેને મૃતગંગા કહે છે.” પણ મૃતગંગામાંથી મયંગ શબ્દ નિપજાવવાની પદ્ધતિ સમજાતી નથી. શબ્દ ઉપરથી સીધો વિચાર કરીએ તો મતંગ શબ્દ સહેલાઈથી નીપજી શકે છે.
સંભવિત છે કે મતંગ નામે કોઈ ઋષિ ત્યાં રહેતા હોય અને તે ઉપરથી તે ધરાનું નામ મતંગતીરદ્રહ પડ્યું હોય.
ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org