________________
ટિપ્પણ
૧૩
વૈદેહ, નેત્રંગ, રિત, ચુંચુણા એ છ જાતિઆર્ય ગણાવ્યા છે.” (૩) કુલઆર્ય : વિશુવંશમાં જન્મેલા [ પન્નવગુાસૂત્રમાં રાજન્ય, ભોગ, ઉગ્ર, ઋક્ષ્વાકુ, નાત અને કૌરવ્ય એ છ ને કુલઆર્ય ગણ્યા છે. ] (૪) કર્મઆર્ય :યજનયાજન, અધ્યયન-અધ્યાપન, પ્રયોગ, કૃષિ, લિપિ, વાણિજ્ય અને યોનિપોષણથી આજીવિકા ચલાવનારા. [ પન્નવાસૂત્રમાં દોશી (કાપડિયા), સૂતર વેચનારા, કપાસ વેચનારા સુત્તવેયાલિય, ભંડવૈયાલિય, કુંભાર, પાલખી-મેના વગેરે ઉપાડનારા એ કર્મ આર્યો જણાવ્યા છે.] (૫) શિલ્પર્ય :વણુકર, કુંભાર, હજામ, તુન્નવાય (તૂણનારા ), દેવટ (મશકો ખનાવનારા) વગેરે લોકો જેમની આજીવિકા ઓછા પાપવાળી અને અનિંદ્ય હોય. [પન્નવાસત્રમાં-ગુનારા, વણનારા પટોળાં વણનારા, દેયડા (મશકો ખનાવનારા), વ ુટ્ટા (પિચ્છિકા—પીંછાંનું શિલ્પ કરનારા), લ્વિયા (સાદડી વગેરે કરનારા), લાકડાંની ચાખડીઓ કરનારા, મુંજની પાદુકા કરનારા, છત્રીઓ બનાવનારા વજઝારા (વાહન બનાવનારા), પુચ્છારા (પૂંછડાંના વાળનું શિલ્પ કરનારા ?), લેપ કરનારા, પૂતળાં’ બનાવનારા, ચિત્ર કરનારા, શંખનું શિલ્પ કરનારા, દંતનું શિલ્પ કરનારા, ભાંડનું શિલ્પ કરનારા, જિઝગારા (?), સેલ્લારા (ભાલા વગેરે ખનાવનારા), કોડીઓનું શિલ્પ કરનારા વગેરે શિલ્પઆર્યો ગણાવ્યા છે.] (૬) ભાષાઆર્ય :—આર્યોના વ્યવહારમાં ચાલતી ભાષા બોલનારા [પન્નવણાસૂત્રમાં અર્ધમાગધી ભાષા બોલનારા અને તેમાં પણ આગળ જણાવેલી બ્રાહ્મી વગેરે લિપિઓ જાણનારાઓને ભાષાઆર્ય ગણેલા છે. ]
રાજગૃહ—મગલ, ચંપા—અંગ, તામ્રલિપ્તિ—મ્બંગ, કંચનપુર-કલિંગ, વારાણસી–કાશી, સાકેત— કોશલ, ગજપુર—કુરુ,સૌરિક–કુશાવર્ત, કાંપિલ્ય-પાંચાલ, અહિચ્છત્રા-જંગલ, દ્વારવતી (દ્વારકા)સૌરાષ્ટ્ર, મિથિલા વિદેહ, કૌશાંખી વત્સ, નંદીપુર-શાંડિલ્ય, ભદ્દિલપુર-મલય, વૈરાટપુર—વત્સ (મત્સ્ય ? ), અચ્છાપુરી—વરણુ, મૃત્તિકાવતી દ્દશાહ્, શૌક્તિકાવતી ચેદી, વાતભય—સિંધુસૌવીર, મથુરા—શૂરસેન, પાપા—ભંગ, પુરીવર્તા—માસ, શ્રાવસ્તિ-કુણાલ, કોટીવર્ષ–લાટ, શ્વેતાંબિકા–ક્રય (અધોં) આટલા પ્રદેશને પન્નવાસૂત્રમાં આર્યક્ષેત્ર કહ્યો છે.
૪૫, અનાર્ય : શક, યવન, કિરાત, શર, ખર્ખર, સિંહલ, પારસ, કૌંચ, પુલિંદ, ગંધાર, રોમ, કોંકણુ, પલ્લુવ, કૂણુ, વગેરે દેશોના લોકો તેમને મ્લેચ્છ પણ કહેવામાં આવે છે. આ વિષે તત્ત્વાર્થભાષ્ય અને પત્રવણુાસૂત્રમાં વિગતથી લખેલું છે.
ભગવાન મહાવીરને આવ્યા જાણીને નગરના બધા પ્રકારના લોકો તેમનું પ્રવચન સાંભળવા જાય છે તેવા અનેક ઉલ્લેખો જૈનસૂત્રોમાં મળે છે. એજ રીતે કોઈ પરિવ્રાજક આવે છે ત્યારે પણ તે બધા લોકો તેમનું પ્રવચન સાંભળવા જાય છે એવી પણ હકીકત તે સૂત્રોમાં મળે છે. આ વર્ણન ઉપરથી એટલું તો ચોક્કસ તારવી શકાય તેવું છે કે પોતાના ગામમાં કોઈ સંતપુરુષ આવે ત્યારે લોકો ધર્મનો ભેદ રાખ્યા સિવાય તેમનું પ્રવચન સાંભળવા જતા અને જિજ્ઞાસાથી પ્રશ્નો કરતા. તથા યોગ્ય લાગે તો સાંભળેલો માર્ગ સ્વીકારતા પણ ખરા. કોઈની પાસેથી કોઈ ધર્મનું રહસ્ય સાંભળવામાં શ્રમણ ભ્રાહ્મણોનો ભેદ આડો આવતો હોય તેમ દેખાતું નથી.
૪૬, ધર્મ કહ્યો : આ સૂત્રના મૂળમાં લખ્યું છે કે આ જગાએ “ધર્મકથા સમજી લેવી.” તે વિષે ટીકાકાર જણાવે છે કે ઔપપાતિકમાં કહેલી ધર્મકથા અહીં સમજી લેવી.
૪૭. કૃત્રિકાપણ : આ શબ્દ કુ+ત્રિક+ આપણુ એ ત્રણ શબ્દોનો બનેલો છે. કુ એટલે પૃથ્વી. ત્રિક એટલે ત્રણ એટલે કે મર્ત્ય, સ્વર્ગ અને પાતાળ એ ત્રણે લોકની વસ્તુઓ જ્યાં મળી શકે તેવી દુકાન (આપણુ). વર્તમાનમાં, નાનામાં નાની ઢાંકણીથી મોટામાં મોટા હાથી સુધીની તમામ પ્રકારની વસ્તુઓ વેચનારી યુરોપ અમેરિકાની સુપ્રસિદ્ધ દુકાનો જેવી આ દુકાનો હશે તથા ત્યાં બધા દેશોનો માલ મળી શકતો હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org