SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ હિ૫૭ સંસ્કારો અને તેમની વિધિ વિષે પ્રાચીન જૈન સાહિત્યમાં કશુંય જણુવ્યું નથી. છતાં જૈન કુટુંબોમાં જન્મેલા મેઘકુમાર, મહાવીર વગેરેને વૈદિસંપ્રદાયના એ પ્રસિદ્ધ સંસ્કારો કરવામાં આવેલા એમ તે તે ઉલ્લેખો ઉપરથી માલૂમ પડે છે. બુદ્ધને પણ જાતકર્મ અને નામકરણ સંસ્કાર થયાનો ઉલ્લેખ બુદ્ધઘોષ પોતાના બુદ્ધચરિતમાં કરે છે. આ ઉપરથી એમ માલૂમ પડે છે કે તે સંસ્કાર અને તેમની વિધિઓ એટલાં બધાં લોકપ્રચલિત થઈ ગયાં હતાં કે એમાં કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિકતા રહી જ ન હતી. તેમજ ભિન્ન સંપ્રદાયની વિધિઓ પણ જે અવશ્ય ઉપયોગી હોય તો તેમને પોતાના આચારમાં લેવી પણ ખરી એવો બીજા સંપ્રદાયો પ્રત્યે સમભાવ પણ તે જમાનાના લોકોની અંદર હતો. આ માટે બીજા ઘણા પુરાવાઓ આ સૂત્રમાં આગળ આવવાના જ છે. ર૭, ૭૨ કળાઓ : (૧) લેખ [લખવાની કળા બધી પ્રકારની લિપિમાં લખી રાકવું; કોતરીને, સીવીને, વણીને, છેદીને, ભેદીને, બાળીને અને સંકમણ કરીને (એક બીજામાં ભેળવીને) અક્ષરો પાડવા; સ્વામીચાકર, પિતા-પુત્ર, ગુરુ-શિષ્ય, પતિ-પત્ની, શત્રુમિત્ર વગેરે સાથે પરસ્પર પત્રવ્યવહારની શૈલી; લિપિના ગુણદોષનું જ્ઞાન] (૨) ગણિત (૩) રૂપ (માટી, પથર, સોનું, મણિ, વસ્ત્રો અને ચિત્ર વગેરેમાં રૂપનિર્માણ) (૪) નાટ્ય (અભિનયવાળી અને અભિનય વિનાનો નાચ) (૫) ગીત (૬) વાદિત્ર (૭) સ્વરગત (સંગીતના સ્વરસસકનું જ્ઞાન) (૮) પુષ્કરગત (મૃદંગ વગેરે વગાડવાનું જ્ઞાન) (૯) સમતાલ (ગીતાદિના તાલનું જ્ઞાન) (૧૦) ધૂત (૧૧) જનવાદ (એક જાતનું ઘૂત) (૧૨) પાશક (પાસા) (૧૩) અષ્ટાપદ (ચોપાટ) (૧૪) પુરકાવ્ય (શીર્ઘકવિત્વ) (૧૫) દકમૃત્તિકા (મિશ્રિત દ્રવ્યોની પૃથક્કરણ વિદ્યા) (૧૬) અન્નવિધિ (પાકવિદ્યા) (૧૭) પાનવિધિ (પાણી રવચ્છ કરવાની અને તેના ગુણદોષ પારખવાની વિદ્યા) (૧૮) વસ્ત્રવિધિ (વસ્ત્ર પહેરવાની વિદ્યા) (૧૯) વિલેપન વિધિ (૨૦) શયન વિધિ (પલંગ, પથારી ઇત્યાદિનાં માપ વગેરેનું જ્ઞાન અથવા કેમ સવું તે વિષેનું જ્ઞાન) (૨૧) આર્યા (આય છંદના ભેદ પ્રભેદોનું જ્ઞાન) (૨૨) પ્રહેલિકા (સમસ્યા)(૨૩) માગધિકા–(૨૪) ગાથા (૨૫) ગીતિ-(ર૬) શ્લોક-નવગેરેના ભેદપ્રભેદોનું જ્ઞાન) ૨૭ હિરણ્યયુક્તિ (રૂપાનાં ઘરેણાં કયાં કયાં પહેરવાં તેનું જ્ઞાન) (૨૮) સુવર્ણયુક્તિ (સોનાનાં ઘરેણાં કયાં કયાં પહેરવાં તેનું જ્ઞાન) (૨૯) ચૂર્ણયુક્તિ (નાન, મંજન વગેરેનાં ચૂણો બનાવવાની યુક્તિ) (૩૦) આભરણવિધિ (૩૧) તરુણપ્રતિકર્મ (યુવતીનાં વર્ણ વગેરેને વધારવાનું જ્ઞાન) (૩૨) સ્ત્રી– (૩૩) પુરુષ(૩૪) – (૩૫) ગજ– (૩૬) ગાય- (૩૭) ડુક્કર- (૩૮) ઇત્ર– (૩૯) દંડ– (૪૦) અસિ(૪૧) મણિ- (૪૨) કાકણી (રત્ન)-એ બધાંનાં સામુદ્રિકમાં કહેલાં લક્ષણોનું જ્ઞાન (૪૩) વાસ્તુવિદ્યા (૪૪) અંધાવારમાન (સેનાના પરિમાણનું જ્ઞાન) (૪૫) નગરમાન (નગરના પરિમાણુનું જ્ઞાન) (૪૬) વ્યુહ (સેનાના વ્યુહ રચવાનું જ્ઞાન) (૪૭) પ્રતિબૃહ (પ્રતિદ્વંદીના વ્યુહનું જ્ઞાન) (૪૮) ચાર (ગ્રહોની ગતિ વગેરેનું જ્ઞાન) (૪૯) પડિયાર (પ્રતિચાર-ગ્રહોની પ્રતિકૂળ ગતિનું જ્ઞાન અથવા પ્રતિકાર -રોગીને ઉપચારનું જ્ઞાન) (૫૦) ચક્રવ્યુહ- (૫૧) ગરુડબૂહ- (૫૨) શકટબૂહ-વગેરે હો રચવાનું જ્ઞાન (૫૩) યુદ્ધ (૫૪) નિયુદ્ધ (મલયુદ્ધ) (૫૫) યુદ્ધાતિયુદ્ધ (મોટી લડાઈ) (૫૬) દષ્ટિયુદ્ધ (૫૭) મુષ્ટિયુદ્ધ (૫૮) બાયુદ્ધ (૫૯) લતાયુદ્ધ (લતાની પેઠે પ્રતિઠંડીને વીંટળાઈને કરવાનું યુદ્ધ) (૬૦) ઇવસ્ત્ર (બાણ અને અસ્ત્રોનું જ્ઞાન) (૧) સરુપ્રવાદ (તરવારની વિદ્યા) (૬૨) ધનુર્વેદ (૬૩) હિરણ્ય પાક (રયું બનાવવાનો કીમિયો) (૬૪) સુવર્ણપાક (સોનાનો કીમિયો) (૬૫) સૂત્રખેલ (દોરી તોડેલી કે બળી ગયેલી હોય પણ તૂટેલી કે બળેલી નથી એમ દેખાડવું તે અથવા તો દોરીઓ ખેંચીને કરાતો પૂતળા વગેરેનો ખેલ) (૬૬) વસ્ત્રખેલ (ફાટેલું કે ટૂંકું વસ્ત્ર તેવું ન દેખાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy