________________
ટિપ્પણ - ૨૩. અઢારે વર્ણ અને ઉપવણું : મૂળમાં મા સેળસેળીગો છે. ટીકાકારે શ્રેણીનો અર્થ શુંમોરાત્રિાતઃ એટલે કે “કુંભાર વગેરે જાતિઓ અને પ્રશ્રેણીનો અર્થ તમે એટલે કે તેના પેટા વિભાગો એમ કરેલો છે. જંબુદ્દીપપ્રાપ્તિની ટીકામાં તે અઢારેને નવ નાર અને નવ કારુ એમ બે ભેદ પાડીને ગણાવેલી છે. (૧) કુંભાર (૨) પટ્ટદલ્લ-પટેલ (૩) સુવર્ણકારસોની (૪) સૂપકાર–રસોઈઓ (૫) ગાંધર્વ (૬) કાશ્યપક–હજામ (૭) ભાલાકાર-માળી (૮) કરછકર
કે કજ્જકર ?] (૯) તંબોળી. આ નવ નારૂ છે. (૧) ચમાર (૨) યંત્રપીડક–ઘાણી, કોલું વગેરે ચલાવનારા (૩) ગંછિએ [ગાંછો–વાંસફોડો?] (૪) છિંપાય-છીપા (૫) કંસકાર-કંસારો (૬) સીવંગ-સીવનારા () ગુઆર [2] (૮) ભિલ્લ (૯) ધીવર–માછી. આ નવ કારુ છે.
૨૪ વાગે : યોગ શબ્દનો વપરાશ વિશેષ કરીને વૈદિક સંપ્રદાયમાં છે. ત્યાં તેનો અર્થ “યજ્ઞ' કરવામાં આવે છે. અહીં તેનો અર્થ ટીકાકારે “દેવની પૂજા” કરેલો છે. આજ ટીકાકારે ભગવતી સૂત્રમાં (શતક ૧૧, ઉદ્દેશક ૧૧) યાત્ પૂજ્ઞાવિષાર્ એટલે કે “એક જાતની પૂજા એ અર્થ પણ બતાવ્યો છે. કલ્પસૂત્રની ટીકામાં યાન અબ્રતિમાપૂના એટલે કે “અહંતપ્રતિમાની પૂજાઓ” એવો અર્થ ઉપાધ્યાય વિનયવિજ્યજીએ આપેલો છે અને તેનું સમર્થન પણ કર્યું છે. આ ઉપરથી માલમ પડે છે કે યાગનો નિશ્ચિત અર્થ જૈન સંપ્રદાયમાં પ્રસિદ્ધ ન હતો. તેમ હોત તો સર્વ ઠેકાણે એક જ અર્થ ટીકાકારો બતાવત. તેનો નિશ્ચિત અર્થ ન હોવાનું કારણ એ લાગે છે કે તે શબ્દ મૂળ વૈદિક સંપ્રદાયનો છે.
૨૫, ગણનાયકો: આ શબ્દનો સંબંધ ગણરાજ્ય સાથે છે. એટલે તેનો અર્થ પ્રાચીનકાળમાં પ્રસિદ્ધ એવાં “ગણરાજ્યોના નાયકો” એમ થાય.
૨૬. સંસ્કારો : જન્મ્યા પછી પહેલે દિવસે જાતકર્મ, બીજે દિવસે જાગરિકા, ત્રીજે દિવસે ચંદ્રસૂર્યદર્શન, બારમે દિવસે નામકરણ, પછી પ્રજેમણ, ચંક્રમણ, ચૂડાપનયન અને પછી ગર્ભથી આઠમે વરસે ઉપનય-આ રીતે મેઘકુમારના સંસ્કારનો ક્રમ છે. સૂત્રોમાં જ્યાં જ્યાં કોઈના જન્મની, હકીકત આવે છે ત્યાં સંસ્કારોનો લગભગ આવોજ ક્રમ હોય છે. જેમકે ભગવતીમાં (૧૧ મું શતકા ઉદ્દેશક ૧૧) મહાબળના જન્મના પ્રસંગે જણાવ્યું છે કે પહેલાં દસ દિવસ સુધી સ્થિતિ પતિત (કુલાચાર પ્રમાણે કરવાનો વિધિ) કરે છે. પછી ચંદ્રસૂર્યદર્શન, પછી જાગરિકા, નામકરણ, પરંગામણ (ઘૂંટણે ચાલવું), ચંક્રમણ, જેમામણ, પિંડવર્ધન (આહાર વધારવો), જપાવણ (પ્રજલ્પન), કર્ણવેધ સંવત્સરપ્રતિલેખ (વર્ષગ્રંથીકરણ-વરસગાંઠ), ચોલોયણ (ચૂડાકર્મ), ઉપનયન, કલાગ્રાહણ વગેરે ગર્ભાધાનથી માંડીને બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
ભગવાન મહાવીરના જન્મ પ્રસંગે પહેલે દિવસે સ્થિતિ પતિતા, ત્રીજે દિવસે ચંદ્રસૂર્યદર્શન, દિવસે ધર્મજાગરિકા, અગિયારમે દિવસે સૂતક કાલ્યા બાદ, બારમે દિવસે નામકરણ (કલ્પસૂત્ર મૂળ) અને પછી આવશ્યકમાં લખ્યા પ્રમાણે ૮ વર્ષથી વધારે વયના જાણુને ઉપનય કરે છે.
મૂળમાં આ પ્રવૃત્તિને સંસ્કાર શબ્દથી જણાવી નથી. પણ એ સંસ્કાર જ છે એ વિષે કંઈ શંકા નથી. કારણ કે વૈદિક પરંપરામાં સંસ્કારોનો જે ક્રમ મળે છે તેને જ મળતો જૈન સૂત્રોનો આ ક્રમ છે. ગર્ભાધાન, પુંસવન, અનવલોભન, સીમંતોન્નયન, જાતકર્મ (પહેલે દિવસે), નામકરણ, પ્રખારોહણ, દુગ્ધપાન, તાંબુલભક્ષણ, નિષ્ક્રમણ, ચંદ્રસૂર્યદર્શન, કટીસૂત્રબંધન, કર્ણવેધ, અંકુરાર્પણ, અન્નપ્રાશન, અબ્દપૂતિકૃત્ય (સંવત્સરપ્રતિલેખ), ચૂડાકરણ, વિદ્યારંભ, ઉપનય વગેરે. આ જાતનો સંસ્કારોનો ક્રમ વીરમિત્રોદયના સંસ્કારપ્રકાશમાં જૂની સ્મૃતિઓનો આધાર આપીને બતાવેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org