________________
ખરતાના
મુંબઈના પ્રખ્યાત મોજ પ્રિન્ટિંગ બ્યુરોના માલિક, મેનેજર તથા કંપોઝીટરોએ ખૂબ જ કાળજી, ધીરજ, શ્રમ અને સૌજન્યપૂર્વક આ ગ્રંથનું અત્યંત જટિલતાથી ભરેલું મુદ્રણકાર્ય સુંદર રીતે, સંતોષકારક રીતે પરિપૂર્ણ કર્યું છે. પ્રેસને પ્રેમપૂર્વક પૂર્ણ સહકાર હોય તો જ આવાં કાર્યો થઈ શકે છે આ અમારો સ્પષ્ટ અનુભવ છે. એટલે પ્રેસના માલિક, મેનેજર તથા કંપોઝીટરોને મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે.
શ્રી જિનાગમ ટ્રસ્ટ અને સાહિત્ય પ્રકાશનના માનદ ડિરેકટર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાને મા શબ્દોમાં ધન્યવાદ આપું? અનેકવિધ કાર્યો, વિદ્યાલય આદિ અનેક સંસ્થાઓની પ્રચંડ જવાબદારી, તદ્દન નાજુક તબિયત, આદિ અનેકવિધ મુશ્કેલીઓ વચ્ચે પણ આગમશાસ્ત્રો પ્રત્યે અત્યંત ભક્તિ અને લાગણીથી ખૂબ જ આત્મીયતાથી આ ગ્રંથનું મુદ્રણ-પ્રકાશન કાર્ય તેમણે પાર ઉતાર્યું છે. ગ્રંથની વિષમતા તથા મારા તરફથી થતા ઘણું સુધારા-વધારાને કારણે પ્રેસના કાર્યકરો પણ કંટાળી જાય ત્યારે અત્યંત સૌજન્યથી તેમણે બધા સાથે પ્રેમપૂર્વક જે કામ લીધું છે તે આશ્ચર્યજનક છે. આ ગ્રંથના સંપાદન–મુદ્રણ–પ્રકાશનમાં ખરેખર તેઓ પ્રાણભૂત છે અને તેમણે તેમનો પ્રાણ આમાં રેડી દીધો છે. આ જૈન આગમગ્રંથમાળાના પ્રકાશનમાં તેઓ અજોડ સહાયક બની રહ્યા છે. આ રીતે તેમણે કરેલી શ્રુતજ્ઞાનની અદ્ભુત ઉપાસનાને મારા હજારો ધન્યવાદ છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓ, મંત્રીઓ, કોષાધ્યક્ષો અને સભ્યો તથા આગમ પ્રકાશન સમિતિના સભ્યોએ અત્યંત શ્રુતભક્તિથી પ્રેરાઈને શ્રી જૈન આગમગ્રંથમાળાના પ્રકાશનની ઘણી જ મોટી અને ઘણી જ મહત્વની કાર્યવાહી શિરે લીધી છે. તેમણે આ ગ્રંથનું સંશોધનસંપાદન કાર્ય મને સોંપીને દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર મહારાજની-પરમાત્માની પરમતારક મંગલવાણુની આરાધના કરવાનો અત્યંત અમૂલ્ય અવસર મને આપ્યો છે.
આ ગ્રંથના પરિશિષ્ટોમાં પ્રથમ પરિશિષ્ટ આકારાદિકમથી શબ્દસૂચિ તૈયાર કરવાનું કામ ઘણું અઘરું તથા સમય લેનારું છે. મારા મોટા માસી સ્વ. સાધ્વીજી શ્રી લાભશ્રીજી (સરકારી ઉપાશ્રયવાળા)નાં શિખ્યા તથા તેમનાં નાનાં બેન સ્વ. સાધ્વીજી શ્રી કંચનશ્રીજી (જે મારાં માસી થાય છે)નાં શિષ્યા તથા પુત્રી સાધ્વીજી શ્રી લાવણયશ્રીજીના પરિવારે આ બધું કામ સુંદર રીતે ઘણા ઘણું પરિશ્રમપૂર્વક તૈયાર કરી આપ્યું છે.
મારાં વયોવૃદ્ધ માતુશ્રી સાધ્વીજી શ્રી મનોહરશ્રીજી કે જેઓ સ્વ. સાધ્વીજી લાભશ્રીજી (સરકારી ઉપાશ્રયવાળા)નાં શિષ્યા તથા બહેન છે તેમના સતત આશીર્વાદ એ મારું બળ છે.
મારાં માતુશ્રીનાં શિષ્યા સાધ્વીજી શ્રી સર્વપ્રભાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજીશ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજીએ બીજું પરિશિષ્ટ તથા ચતુર્થપરિશિષ્ટમાં પૂ૪-પંક્તિના અંકોની સૂચિ તૈયાર કરી આપી છે. તેમ જ પ્રફવાંચનમાં અનેક અનેકવાર ઘણી સહાય કરી છે.
જ્ઞાતાધર્મકથાંગસૂત્ર જેવા મોટા ગ્રંથની પ્રેસયોગ્ય અક્ષરોમાં કોપી કરવાનું મહત્ત્વનું કાર્ય મારા વિનીત શિષ્ય મુનિશ્રી ધર્મચંદ્રવિજયજીનાં બહેન સ્વ. સાધ્વીજીશ્રી ચંદ્રોદયાશ્રીજી (વાગડવાળા)નાં શિષ્યાઓએ કરી આપ્યું છે. આ રીતે અનેક સાધ્વીજીઓ પણ આમાં ઘણાં સહાયક બન્યાં છે. આ ગ્રંથમાં આ રીતે અનેક સાધ્વીજીઓની ઘણી ઘણી મહેનત પણ સમાયેલી છે.
મારા વયોવૃદ્ધ અત્યંત વિનીત પ્રથમ શિષ્ય દેવતુલ્ય મુનિરાજશ્રી દેવભદ્રવિજ્યજી કે જેમનો વિક્રમ સંવત ૨૦૪૦માં લોલાડા ગામમાં કાર્તિક સુદિ બીજે (તા. ૬-૧૧-૮૩) સ્વર્ગવાસ થયો છે તેમને ઘણું હાર્દિક સહકાર મને બધાં કાર્યોમાં સતત મળ્યો છે. તેથી તેમનું પણ અત્યંત તાભાવથી સ્મરણ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org