________________
પ્રસ્તાવના
દૃષ્ટિએ તો સેંકડો વર્ષોથી ચાલ્યા આવતા આ અતિમૂલ્યવાન ભંડારોના કાર્યવાહકોએ ઈતિહાસના ભિન્ન ભિન્ન વિષમ યુગોમાં આ ભંડારોને અત્યંત સુરક્ષિત રાખવાનું મહાનમાં મહાન પુણ્યકાર્ય જ કર્યું છે, અને અત્યારે પણ કરી રહ્યા છે.
એક બાજુ, આ ગ્રંથભંડારોમાંથી પુસ્તકો બહાર આપવામાં આવતાં નથી આ હકીકત છે, જ્યારે બીજી બાજુ અમારે સંશોધનોને સર્વાગ સંપૂર્ણ અને શુદ્ધ બનાવવા માટે આ ગ્રંથોની અત્યંત અનિવાર્ય આવશ્યક્તા હતી. અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે આ ગ્રંથભંડારીના કાર્યવાહકોએ પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી તે તે ગ્રંથોની ફિલ્મ અથવા ઝેરોક્ષ કોપી લેવાની સંમતિ આપીને અમારા સંશોધન કાર્યને અત્યંત સરળ કરી આપ્યું છે. આ ગ્રંથના સંશોધનમાં અ, સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં પણ સંશોધિત–પ્રકાશિત થનારા ગ્રંથોમાં આ સામગ્રીનો અનુકૂળતા પ્રમાણે ઉપયોગ કરીને દેવ-ગુરુકૃપાથી સંશોધનને સંપૂર્ણ તથા સમૃદ્ધ બનાવવા અમારી ખાસ ભાવના છે.
મુંબઈને વશ વિહરમાન જિનર્ટના અધ્યક્ષ સુબાવક પ્રાણલાલ કાનજીભાઈ દોશી આદિ, તથા સેવામંદિર, રાવટી, જોધપુરના સંચાલક ત્યાગમૂર્તિ સુશ્રાવક શ્રી જૌહરીમલજી પારેખ આદિ તથા પાટણ, માંડલ, ઝીંઝુવાડા, આદરિયાણ આદિ સંઘના અનેક શ્રાવકો આ ફિલ્મ તથા ઝેરોક્ષ કોપી લેવાના કાર્યમાં વિવિધ રીતે અત્યંત સહાયક થયા છે.
પાટણ તથા અહીં ચારૂપમાં માઈક્રોફિલ્મ તથા ઝેરોક્ષ કોપી લેવાના કાર્યમાં પાટણના મયૂરભાઈ વ્રજલાલભાઈ ત્રિકમલાલ તથા ઝીંઝુવાડાના અશ્વિનકુમાર ધીરજલાલ ભાઈલાલભાઈ ઈશ્વરલાલ શાહે મહિનાઓ સુધી પોતાનું બધું કામ પડતું મૂકીને ઘણી મોટી સેવા આપી છે.
ચારૂપ તીર્થના મુખ્ય વ્યવસ્થાપક સુશ્રાવક અરવિંદભાઈ બાલુભાઈ ચુનીલાલ ઝવેરી પણ ચારૂપ તીર્થમાં માઈક્રોફિલ્મ તથા ઝેરોક્ષ કોપી લેવામાં ખૂબ ખૂબ સહાયક થયા છે.
પાટણ, જેસલમેર, ખંભાતના ભંડારના કાર્યવાહકો આ રીતે શ્રુતજ્ઞાનની ઉપાસના તથા સુરક્ષામાં સહાયક થયા છે તે માટે તેમને હજારી અભિનંદન અને ધન્યવાદ ઘટે છે. ઘણા જ દ્રવ્યવ્યયથી તેમ જ પરિશ્રમથી સિદ્ધ થાય એવું આ કાર્ય છે. આ માટે ઘણું ઘણું સંધીએ અને ઘણું ઘણી વ્યક્તિઓએ ઘણું ઘણું ભોગ આપ્યો છે. તે સર્વેને પણ અમારા હજારો ધન્યવાદ અને અભિનંદન છે.
સ્વ. આગમપ્રભાકર પૂજ્યપાદ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે સંગૃહીત કરેલી આગમ સંશોધનને લગતી વિવિધ સામગ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદમાં સુરક્ષિત છે. આ બધી સામગ્રી ત્યાંના ભૂતપૂર્વ મુખ્ય નિયામક ડો. નગીનભાઈ જે. શાહ, ૫૦ દલસુખભાઈ માલવણિયા, ૫૦ અમૃતલાલભાઈ ભોજક કે જેઓ પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી મહારાજના હાથ નીચે તૈયાર થયેલા વિદ્વાન છે અને તેમના એક શિષ્ય જેવા જ ગૃહસ્થ પતિ છે, આ બધાના સહકારથી જયારે જ્યારે જરૂર પડે છે ત્યારે ત્યારે મળતી રહી છે અને મળે છે.
આ ગ્રંથની વિવિધ સંસ્થાઓ તરફથી પહેલાં પ્રકાશિત થયેલી અનેક આવૃત્તિઓનો પણ અમે આ ગ્રંથના સંશોધન-સંપાદનમાં યથાસંભવ ઉપયોગ કર્યો છે. તે ઉપરાંત બીજી પણ અનેક મુદ્રિત–અમુદ્રિત સામગ્રીનો આના સંશોધન-સંપાદનમાં અમે ઉપયોગ કર્યો છે.
આ બધી સામગ્રીના મૂળ લેખક-સંપાદક-દાતાઓના પણ અમે આભારી છીએ.
છે. નગીનભાઈ જીવણભાઈએ સંત આમુખને અંગ્રેજીમાં સુંદર રીતે અનુવાદ કરી આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org