________________
પ્રસ્તાવના
પણ આ વર્ષના (સં. ૨૦૪૫) મહા મહિના સુધી આ કાર્ય ચાલ્યું. સિદ્ધક્ષેત્ર–પાલિતાણાથી ચૈત્ર સુદિ એકમે વિહાર કરી શંખેશ્વરછ તરફ આવતાં વચમાં લીંબડી આવ્યું. ત્યાં લીસ્ટ જોતાં ખબર પડી કે ત્યાં પણ જ્ઞાતાધર્મકથાની તાડપત્રીય પ્રતિ છે. આ ગ્રંથમાં સત્તરમા અધ્યયનના અંતમાં (પૃ. ૩૩૧ તથા ૩૩૨) ૩૯મી તથા ૪૬ મી જે ગાથાઓ છપાઈ છે તેનો શુદ્ધ પાઠ અમને કોઈ પણ તાડપત્રીય પ્રતિમાં મળ્યો નહોતો. ટીકાની પ્રતિઓમાં તિરાડુશાયૅવમહુર તથા તિહુસાયંવિદુર એમ બંને જાતના પાઠો મળે છે કે જે અમે પૃ. ૩૩૦માં ટિપ્પણમાં છાપેલા છે. લીંબડીની પ્રતિમાં નજર નાખતાં, ૪૬ મી ગાથાને તિત્તડુલકાર્યવિરમદુર આ શુદ્ધ પાઠ પહેલી જ વાર અમારા જેવામાં આવ્યો. તેથી આ પ્રતિ વિશિષ્ટ સ્વરૂપની છે એવો અમને ખ્યાલ આવ્યો. એટલે આદરિયાણાવાળા જિતેન્દ્રભાઈ મણિલાલ મોતીચંદ સંઘવીને મોકલીને લીંબડી જૈન સંઘના પ્રમુખ જસુભાઈને સહકારથી તરત તેની માઈક્રોફિલ્મ લેવરાવી લીધી. આમાં પણ અમે સંદિગ્ધ સ્થળોએ જોઈ લીધું છે અને જે વિશિષ્ટ પાઠ મળ્યા છે તેનો અમે ત્રીજા પરિશિષ્ટથી ઉપયોગ પણ કરી લીધો છે.
રોં = આ તાડપત્રીય પ્રતિ જેસલમેરમાં રહેલા લોકાગચ્છીય જ્ઞાનભંડારની છે. ? ના સ્પષ્ટીકરણમાં જણાવેલા જેસલમેર ભંડારના સૂચિપત્રમાં ૩૬૧મા પાને છપાયેલી લોકાગચ્છીય પ્રતિઓની સૂચિપ્રમાણે આનો ક્રમાંક ૧ તથા ૨ છે. આ પોથીમાં પત્ર ૧–૪૧૯ સુધીમાં જ્ઞાતાધર્મકાંગસૂત્ર વગેરે આઠ ગ્રંથો અનુક્રમે લખેલા છે. ક્રમાંક ૧માં (પત્ર ૧-૧૫૯) જ્ઞાતાધર્મકાંગસૂત્ર મૂળમાત્ર છે. ક્રમાંક ૨માં જ્ઞાતાધર્મકાંગસૂત્રવૃત્તિ (પત્ર ૧૬૦-૩૦૪) છે. ક્રમાંક ૩માં છ ગ્રંથો છે.
પ્રારંભમાં અમે આનો ખાસ ઉપયોગ કર્યો નહોતો, પણ પાછળથી અમે આનો છૂટથી ઉપયોગ કર્યો છે. આ પ્રતિ પણ ઘણે રથળે સારા સારા વિશિષ્ટ પાઠો આપે છે. પત્ર ૪૧૯ માં લેખકની લાંબી પ્રશસ્તિ છે. અંતમાં જણાવ્યું છે કે–મં૪િ મદાશ્રી: પાછા સંવત્ ૧૩૦૭ વર્ષે. માઘ શુદ્ધિ ૨૫ સોમે IIછી આ પ્રતિની લંબાઈ-પહોળાઈ “૩૧ ૪૨” ઈંચ છે.
છે ? – પાટણના સંઘવી પાડાના ભંડારની આ ૬ નંબરની પેટીની પ્રતિ છે. આમાં જ્ઞાતાધર્મકથાંગસૂત્ર મૂલમાત્ર પત્ર ૧–૧૧૯ માં છે, તે પછી પત્ર ૧-૧૦૦માં જ્ઞાતાધર્મકથાંગસૂત્રવૃત્તિ છે. અંતમાં નીચે પ્રમાણે લખેલું છે–
સમસ્ત જ્ઞાતાધર્મથાઇલેટીતિ Iછા કૅ૦ ૧૮૨૦ (ટીકા તથા મૂળ બંને મળીને) ॥ संवत् १३८६ अश्विनवदि ४ सोमे लिखितमिदं पुस्तकं ॥ मंग[लं महाश्रीः॥]
અત્યારે આમાં મૂળનાં પાનાં ઘણાં ત્રુટિત, ચોટેલાં તથા અસ્ત-વ્યસ્ત થઈ ગયાં હોવાથી આ પ્રતિને અમે રીપેર કરાવી હોવા છતાં બરાબર ઉપયોગ થઈ શકે તેમ ન હોવાથી અમે આનો ઉપયોગ ખાસ કર્યો નથી. ટીકાનાં પાનાં પણ છેડા ઉપર તૂટી ગયેલાં તથા અસ્ત-વ્યસ્ત અને આગળ-પાછળ થઈ ગયેલાં છે. પરંતુ પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના સમયમાં આ પ્રતિની સારી હાલત હશે, તેમણે તેમની પાસેની આગમોદયસમિતિમુદ્રિત પ્રતિમાં મૂળ તથા ટીકાનાં પાઠાંતરો નોંધાવી રાખેલાં છે, તેનો જ અમે આમાં ? એવા સંકેતથી ઉપયોગ કરેલો છે. આ પ્રતિની લંબાઈ-પહોળાઈ“૩૫૪ રામ ઈચ છે.
૨= પાટણના સંઘવી પાડાના ભંડારની આ પ્રતિ છે. પિટી નંબર ૪ર ની આ પ્રતિ છે. અમારા આ ગ્રંથના પૃ. ૧-૨ નાં ટિપ્પણમાં આનો તથા દે ને અમે ઉલ્લેખ કરેલો છે. પરંતુ દેર એ જ ૨ છે. ભૂલથી ત્યાં અમે જુદી જુદી પ્રતિ તરીકે આ બેનો નિર્દેશ કરેલો છે. વસ્તુતઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org