________________
૪૨
પ્રસ્તાવના
હૈ ર્ તથા માં આ ત્રણે ય પ્રતિઓ લગભગ સરખા પાઠો આપે છે. છતાં કોઈક કોઈક સ્થળે તે દરેકમાં વિશેષતાઓ છે. વાચનાના પ્રસંગમાં હૈ ? તથા માં૰ માં કેવી વિશેષતા છે તે અમે જણાવી ગયા છીએ જુઓ, પૃ૦ ૩૬. આની લંબાઈ-પહોળાઈ ૩૨।।Xરવા” ઈંચ છે.
૨ = તાડપત્રીય જેસલમેરની પ્રતિનો જેસલમેરના સૂચિપત્ર પ્રમાણે ક્રમાંક ૧૮ છે. આમાં પત્ર ૧-૧૧૪ A માં જ્ઞાતાધર્મકથાંગસૂત્ર મૂળમાત્ર છે. અંતમાં પ્રંન્થામં ોવર્ણવ્યા ૧૪૬૪ || શ્રીમ્રૂયાત્ છ એમ લખેલું છે. તે પછી પત્ર ૧૧૪ B થી ૧૯૭ Aમાં જ્ઞાતાધમષાવૃત્તિ છે. તેના અંતમાં સમાન જ્ઞાતાધર્મ થાયેચવિવરનું ટીતિ છ ગ્રંથામં ૧૨૬૪||૪|| એમ લખેલું છે. આ ૧૫મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં લખાઈ છે એમ સૂચિપત્ર તૈયાર કરનારનું માનવું છે. આની લંબાઈ-પહોળાઈ “ ૩૩×૨૮” ઇંચ છે. આનો પણ ઉપયોગ અમે જરૂરી સ્થળોએ કર્યો છે.
ને રૂ = જેસલમેરની આ તાડપત્રીય પ્રતિનો જેસલમેરના સૂચિપત્ર પ્રમાણે ક્રમાંક ૧૯ છે. આમાં જ્ઞાતાધર્મકથાંગસૂત્રવૃત્તિ જ છે. નાતાધર્મકથાંગ મૂળ નથી. જ્ઞાતાધર્મકથાંગ સૂત્રવૃત્તિ (પત્ર ૧–૧૪૫), ૨ ઉપાસકદશાંગસૂત્રવૃત્તિ (પત્ર ૧૪૫–૧૭૮), ૩૭ અંતકૃશાંગસૂત્રવૃત્તિ (પત્ર ૧૭૮–૧૮૯), ૪. અનુત્તરૌપપાતિકદશાંગસૂત્રવૃત્તિ (પત્ર ૧૮૯–૧૯૩), ૫. પ્રશ્નવ્યાકરણુસૂત્રવૃત્તિ (પત્ર ૧૯૩-૩૫૦), ૬. વિપાકસૂત્રવ્રુત્તિ (પત્ર ૩૫૧-૩૭૫) એમ છ ગ્રંથો આમાં છે. આની લંબાઈ-પહોળાઈ “ ૨૭×૨” Üય છે. પત્ર ૩૫૦ માં નીચે મુજબ ઉલ્લેખ છે.
**
संवत् १२०१ वैशाखवदि १२ मुंडहटाग्रामे चांडहरिसुतेन लेषककपर्देन नायाधम्मकथाद्यंगवृत्तिહિલિતેતિ। મારું મહાત્રીઃ | ૐ ।।
માં—ભાંડારકર ઓરિએંજીલ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ, પુણે ૪ (મહારાષ્ટ્ર)માં રહેલી આ તાડપત્રીય પ્રતિ છે. આમાં ૧-૧૬૫ સુધી જ્ઞાતાધર્મકથાંગસૂત્ર મૂળમાત્ર છે, તે પછી ૧૬૬-૩૦૨માં સતાધર્મકથાંગસૂત્રવૃત્તિ છે. આના ફોટાઓનો ઉપયોગ અમે ઘણો ભાગ મુદ્રિત થયા પછી કર્યો છે. અનુભવથી અમને જણાયું છે કે હૈ ? ને ? ને ઘણા અંશે મળતી આ પ્રતિ છે. વાચના વિષે અમે આ પ્રસ્તાવનામાં (પૃ૦ ૩૧) જ્યાં લખ્યું છે ત્યાં આ પ્રતિની વિશિષ્ટતા અમે જણાવી ગયા છીએ. અમારા આ ગ્રંથનો કેટલોક ભાગ છપાઈ ગયા પછી જ આ ગ્રંથના ફોટા જોધપુરના શ્રી જૌહરીમલજી પારેખ તથા ઝીંઝુવાડાના અશ્વિનકુમાર ધીરજલાલના ધણા પરિશ્રમથી અમને પ્રાપ્ત થયા છે.
હ્રીઁ—શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી—લીંબડી–ના જૈન જ્ઞાનભંડારની આ તાડપત્રીય પ્રતિ છે. આ ભંડારને પૂ॰ મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે વ્યવસ્થિત કર્યો છે. તેમના જ શિષ્ય આગમપ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે લીંબડી જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચિપત્ર તૈયાર કર્યું છે. તે પ્રમાણે આનો ગ્રંથાંક ૩૪૧૮ તથા ક્રમાંક ૧૦૪૨ છે. તેમાં પ્રારંભનાં ૧–૧૯૨ પત્રમાં જ્ઞાતાધર્મકથાંગસૂત્ર મૂળમાત્ર છે. તે પછી પુત્ર ૧૯૩૩૫૩માં જ્ઞાતાધર્મકથાંગસૂત્રવૃત્તિ છે. તેનો ગ્રંથાંક ૩૪૧૯ છે, ક્રમાંક ૧૦૪૩ છે. પૂ. મુ. શ્રી પુણ્યવિજ્યજી મહારાજે સૂચિપત્રની પ્રસ્તાવનામાં જણાવ્યું છે તે પ્રમાણે લગભગ ખસો વર્ષ પહેલાં પાટણના સંધવી પાડાના ભંડારમાંથી જે છ તાડપત્રીય પ્રતિઓ લઈ જવામાં આવી હતી તે પૈકીની આ પ્રતિ છે. અમે જ્યાં સુધી જ્ઞાતાધર્મકથાનું સંશોધનકાર્ય પૂર્ણ કર્યું ત્યાંસુધી આ પ્રતિની અમને કશી ખબર જ નહોતી.
વિક્રમ સંવત્ ૨૦૪૦માં વેડ (તાલુકો-સમી, જિલ્લો-મહેસાણા) ગામમાં અમે નાતાધર્મકથાનું સંશોધનકાર્ય શરૂ કર્યું હતું. તે પછી સમી (સં. ૨૦૪૧), પ્રહ્લાદ પ્લૉટ–રાજકોટ (સં. ૨૦૪૨), વીશાનીમાની ધર્મશાળા–પાલિતાણામાં (સં. ૨૦૪૩–૨૦૪૪) એ ચાતુર્માસ દરમ્યાન તથા તે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org