________________
૨૪
પ્રસ્તાવના
બોલાવીને કહ્યું કે તને મારા ઉપર કંઈ અપ્રીતિ છે કે શું? આવું સરસ પાણી અને દરરોજ કેમ આપતો નથી? આ પાણી તું લાવ્યો ક્યાંથી? સુબુદ્ધિ મંત્રીએ બધી વાત કરી. રાજાને સંપૂર્ણ ખાત્રી થઈ એટલે રાજાએ કહ્યું કે “આવું સુંદર તત્વજ્ઞાન તે ક્યાંથી પ્રાપ્ત કર્યું ત્યારે મંત્રીએ કહ્યું કે “જિનેશ્વરનાં વચનોમાંથી આ વાત મેં જાણી છે. એટલે જિનેશ્વરે પ્રરૂપેલા ધર્મને જાણવા માટે ઉત્સુક બનેલા રાજાને સુબુદ્ધિ મંત્રીએ ધર્મનું સ્વરૂપ-તત્વજ્ઞાન વિસ્તારથી સમજાવ્યું. પછી કાલાંતરે રાજા તથા મંત્રી બંનેએ દીક્ષા લીધી અને મોક્ષમાં ગયા.
૧૩. મંદુ. આ અધ્યયનમાં દેડકાની કથા છે. કથાનો પ્રસંગ આ રીતે છે–
એક સમયે ભગવાન મહાવીર પરમાત્મા રાજગૃહમાં પધાર્યા હતા ત્યારે દર નામના દેવે આવીને પ્રભુ પાસે અત્યંત સુંદર રીતે ભક્તિપૂર્વક નાટ્ય કર્યું. એટલે ભગવાનને ગૌતમસ્વામીએ પૂછ્યું કે દર્દર દેવને આવી અદ્ભુત અદ્ધિ ક્યાંથી મળી? ભગવાને કહ્યું કે રાજગૃહ નગરમાં નંદ નામનો અત્યંત ધનાઢ્ય મણિયાર શેઠ હતો. ધર્મશ્રવણ કરીને પહેલાં તો શ્રમણોપાસક થયો હતો, પણ પછી સાધુસમાગમ છુટી જવાથી ધીમે ધીમે મિથ્યાત્વ પામી ગયો હતો. એક વખત ઉહાળામાં એણે અઠ્ઠમ કર્યો હતો, ત્યારે અતિ તરસ અને ભૂખ લાગવાથી એક સુંદર વાવ બંધાવવાનો સંકલ્પ તેના મનમાં થયો. રાગૃહ નગરની બહાર તેણે અત્યંત સુંદર બગીચો તથા તેના મધ્યમાં વાવ બંધાવી હતી. ભોજનશાલા, ચિકિત્સક શાલા, અલંકારસભા આદિ સહિત અત્યંત મનોહર આ વાવ તથા બગીચા હતા. સર્વત્ર આની પ્રશંસા થતી હતી અને તે પ્રશંસા સાંભળીને નંદ મણિયારને અતિ હર્ષ થતો હતો. કાલાંતરે નંદ મણિયારના શરીરમાં સોળ સોળ રોગ પ્રગટ થયા. આ રોગ કોઈ જ મટાડી શકયું નહિ, છેવટે વાવમાં જ આસક્ત થયેલો તે મરીને તે જ વાવમાં દેડકા રૂપે ઉત્પન્ન થયો.
વાવમાં સ્નાન કરવા આવતા લોકો નંદ મણિયારને યાદ કરીને તેની પ્રશંસા કરતા હતા. તે સાંભળીને તેને જાતિસ્મરણ (પૂર્વ જન્મનું) કાન ઉત્પન્ન થયું. અને પોતે કોણ હતો, ભગવાન મહાવીરનો ધર્મ સ્વીકાર્યા પછી પણ તેને ભૂલી જવાને પરિણામે પોતે કેવી દુઃખમય યોનિમાં ઉત્પન્ન થયો છે તેનો તેને ખ્યાલ આવ્યો. તેને ખૂબ જ પશ્ચાત્તાપ થયો અને છઠના પારણે છઠ કરવાનો તેણે સંકલ્પ કર્યો.
એવામાં ભગવાન મહાવીર વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. સ્નાન કરવા આવેલા લોકો ભગવાન મહાવીર અહીં પધાર્યા છે એવું બોલી રહ્યા છે તે સાંભળી પ્રભુના દર્શન-વંદન માટે દેડકો વાવમાંથી નીકળીને પ્રભુ જયાં બિરાજે છે તે તરફ જવા નીકળ્યો. તે સમયે શ્રેણિક રાજા પ્રભુને વંદન કરવા જઈ રહ્યા હતા. તેમના એક ઘોડાના પગ નીચે દેડકો આવી ગયો અને કચડાઈ ગયો. તે વખતે દેડકાએ પ્રભુનું અત્યંત ભકિતપૂર્વક સ્મરણ કરવા માંડયું અને છેવટે મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયો.
ભગવાન મહાવીર પરમાત્મા ગૌતમસ્વામીને કહે છે કે આ દેવે આ દૈવી ઋદ્ધિ આ રીતે મેળવી છે. અહીંથી ચ્યવીને મહાવિદેહમાં ઉત્પન્ન થશે અને પછી મોક્ષમાં જશે.
ધર્મ પામ્યા પછી પણ જે સત્સંગના અભાવ આદિ કારણે જીવનમાં ધર્મ છૂટી જાય, અને સંસારના પદાર્થોમાં છવ રહી જાય તો જીવની શી દશા થાય છે તેમ જ પ્રભુના શરણ-મરણથી જીવનો કેવો ઉદ્ધાર થાય છે તે આ અધ્યયનનો સાર છે.
૧. મુદ્રિત ગ્રંથમાં હેડીંગમાં અમે આનું નામ હરે આપ્યું છે, પણ તે ભૂલથી અપાઈ ગયું છે. સર્વત્ર
બિંદુ હેડીંગ સમજી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org