________________
૧૪
પ્રસ્તાવના
ભગવાન સુધર્માંસ્વામી આ પ્રસંગનો ઉપનય કરતાં જણાવે છે કે આ પ્રમાણે જે સાધુ કે સાધ્વી દીક્ષા લીધા પછી ધન આદિમાં લુબ્ધ થશે તેની પણ આ જ પરિસ્થિતિ થશે.
સંસારથી વિરક્ત થયેલા ધન સાથેવાત પણ રાજગૃહ નગરમાં પધારેલા કોઈ શ્રમણ ભગવંત પાસે દીક્ષા લઈ તે સુંદર આરાધના કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મુક્તિ પ્રાપ્ત કરશે.
ભગવાન સુધર્માંસ્વામી આ વાતનો ઉપનય કરતાં જણાવે છે કે જેમ ધૃત સાથેવાહે ધર્મબુદ્ધિથી નહિ, પણ માત્ર શરીરના રક્ષણ માટે જ ચોરને ભોજન આપ્યું હતું, તેમ સાધુ કે સાધ્વીએ સંયમ લીધા પછી મનને આનંદ આપવા માટે કે શરીરની શોભાને અર્થે આહાર-પાણી લેવાનાં નથી, માત્ર જ્ઞાન-દર્શન-ચારિત્રની પુષ્ટિ માટે જ આહાર–પાણી લેવાનાં છે. આવા સાધુ કે સાધ્વી ધન સાર્થવાહની જેમ સંસારનાં દુઃખો અને બંધનોથી મુક્ત થઈ જાય છે.
૩. અંદ નામના ત્રીજા અધ્યયનમાં ઈંડાને લગતી થા છે. તે આ પ્રમાણે છે—ચંપા નગરીની બહાર સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું. તેમાં એક મોરલીએ એ સુંદર દાને જન્મ આપ્યો. ત્યાં જિનદત્તપુત્ર અને સાગરદત્તપુત્ર નામના એ સાર્થવાહ પુત્રો આવી ચડ્યા. તેમને ઈંડાં ગમી ગયા એટલે તે બંને ઈંડાંને લઈ તે તેમણે કુકડીના ઈંડાં ભેગાં મૂકી દીધાં, તેમાં સાગરદત્તપુત્રને શંકા રહ્યા કરે છે કે આ ઈંડાંમાંથી મોર ખરાખર તૈયાર થશે કે કેમ? એટલે તે એક ઈંડાને ધણીવાર આવીને હાથમાં લઈ ને હલાવતો હતો અને કાનમાં ખખડાવતો હતો. પરિણામ એ આવ્યું કે તેનું ઈડું નકામું —નિર્જીવ થઈ ગયું. આ રીતે જે સાધુ કે સાપ્ની સંયમ લીધા પછી પાંચ મહાવ્રત, છ જીવનિકાય તથા નિગ્રંથ પ્રવચનમાં શંકાશીલ રહે છે તે આ ભવમાં નિંદાપાત્ર બને છે અને પરભવમાં અનેક દુઃખોને પામે છે તથા સંસારમાં પરિભ્રમણ કરે છે.
જિનદત્તપુત્રને સંપૂર્ણ ખાત્રી હતી કે અવસરે આમાંથી મોર તૈયાર થવાનો છે. એટલે તે પોતાનાં ઇંડાને જરાપણ હલાવતો નથી. અવસરે તેમાંથી સુંદર મોર તૈયાર થાય છે. મોરને ધણી ઘણી કળાઓ શીખવવામાં આવે છે. એ ભોર દ્વારા જિનદત્તપુત્રને હજારો-લાખો ધનની કમાણી થાય છે.
આ જ પ્રમાણે જે સાધુ કે સાપ્ની દીક્ષા લીધા પછી નિઃશંકભાવે સંયમની આરાધના કરે છે તે સાધુ કે સાધ્વી જગતમાં પૂજનીય—વંદનીય બને છે અને આ સંસારસમુદ્રને તરી જાય છે. આ આ કથાનો સાર છે.
૪. વુક્ષ્મ (મ) નામના ચોથા અધ્યયનમાં એ કાચબાની વાત છે. વાણુારસી નગરીની અહાર ગંગા મહાનદીમાં ભયંગતીર્ નામે એક દ્રહ (ધરો) હતો. તેમાં કાચના આદિ જલચર પ્રાણીઓનાં હજારો લાખોનાં જૂથોનાં જૂથો ફરતાં હતા. આ દ્રહની નજીકની ઝાડીમાં એ પાપી ભયંકર શિયાળ વસતાં હતા. આ યંગતીર દ્રહમાંથી એ કાચબા આહાર માટે બહાર નીકળ્યા હતા અને દ્રહની આજુબાજુમાં ફરતા હતા. તે સમયે આ શિયાળ ત્યા આવી પહોંચ્યાં. તેમાં જે એક કાચબાએ પોતાના પગ તથા ડોકને બહાર પસાર્યાં તેને શિયાળોએ નખ-દાંતના પ્રહારોથી ધાયલ કરીને તથા તેનું લોહી–માંસ વગેરે ખાઈ તે તે કાચબાને મારી નાખ્યો. ખીજા કાચબાએ પોતાનું શરીર બરાબર અંદર સંકોચીને રાખ્યું. તે કાચબાને શિયાળોએ ધણા પ્રહારો કરવા છતાં કશી અસર થઈ નહિ. તે કાચો તદ્દન સુરક્ષિત રહ્યો અને પછી દ્રહમાં આવીને પોતાનાં સ્વજનો સાથે મળીને સુખી થયો. તે જ પ્રમાણે જે સાધુ કે સાખી દીક્ષા લીધા પછી પોતાની ઇંદ્રિયો ઉપર સંયમ રાખતા નથી અને ઇંદ્રિયોને વિષયોમાં છૂટી મૂકી દે છે તે પ્રથમ કાચબાની જેમ આ સંસારમાં હીલનાપાત્ર તથા અતિ અતિ દુઃખી થાય છે અને જે સાધુ-સાધ્વી ખીજા કાચબાની જેમ ઇંદ્રિયો સંયમમાં રાખે છે તે ખીજા કાચબાની જેમ સર્વ દુઃખોથી મુક્ત થાય છે અને છેવટે સંસાર તરી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org