SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ભિન્ન ભિન્ન દેવમંદિરોમાં જઈને પૂજા કરીને બાધા-માનતા રાખી. તે પછી થોડા સમયે ભદ્રા ગર્ભવતી થઈ તેને પુત્ર પણ જન્મો અને પુત્રનું “દેવદિન' (દેવે આપેલો) નામ પાડ્યું. આ પુત્રને રમાડવા માટે પંથકને આપ્યો. પંથક એને તેડીને ઘણું બીજા છોકરાઓ સાથે રમે છે–ફરે છે. એક વાર ભદ્રાએ સુંદર સુંદર વસ્ત્ર-આભૂષણે પહેરાવીને પોતાના પુત્રને રમાડવા માટે પંથકના હાથમાં આપ્યો. પંથક આ છોકરાને લઈને થોડે દૂર નીકળી ગયો અને ત્યાં આ છોકરાને એક બાજુમાં મૂકીને બીજા છોકરાઓ સાથે રમવા લાગ્યો. બરાબર આ જ સમયે વિજય ચોર ત્યાં આવી ચડ્યો. છોકરાનાં સુંદર કિંમતી આભૂષણે જોઈને એ લલચાયો, કોઈન જુએ એ રીતે એણે છોકરાને ઉપાડ્યો અને તરત નાસીને નગર બહારના ભયંકર ઉદ્યાનમાં એક ભાગેલા કૂવા પાસે આવ્યોછોકરાને મારી નાખ્યો, બધાં આભૂષણે ઉતારી લીધાં અને છોકરાના મૃત શરીરને કૂવામાં ફેંકી દીધું અને પોતે એક ગહન સ્થાનમાં સંતાઈ ગયો. હવે આ બાજુ પંથક નોકરની નજર છોકરા તરફ ગઈ, પરંતુ છોકરો ત્યાં હતો જ નહિ. ઘણી તપાસ કરી છતાં ન મળવાથી ઘેર આવીને ધન સાર્થવાહને તેણે બધી વાત કરી. આ સાંભળતાં જ ધન સાર્થવાહ મૂળ ખાઈને પડ્યા. સ્વસ્થ થયા પછી તેમણે નગરના રક્ષકોને બધી વાત કરી. નગરના રક્ષકો તપાસ કરતા કરતા કૂવા પાસે આવી પહોંચ્યા. છોકરાના મડદાને જોયું અને ચોરને પણ પકડી પાડ્યો. તેમણે ચોરને ભારતા મારતા લાવીને જેલમાં પૂરી દીધો, હડી(બેડી)માં બાંધી દીધો અને ખાવા-પીવા ઉપર પણ અંકુશ મૂકી દીધો. દિવસમાં ત્રણ વખત એને સખત માર મારવામાં આવતો હતો. આ બાજુ કોઈક નાનો અપરાધ થવાથી ધન સાર્થવાહને પણ જેલમાં પૂરવામાં આવ્યા અને વિજય ચોરની સાથે જ એક હડી(બેડી)માં બાંધવામાં આવ્યા. હવે ભદ્રા સાર્થવાહીએ શેઠ માટે ભોજન તૈયાર કરીને કરંડીયામાં મૂકીને પંથક નોકર સાથે જેલમાં મોકલ્યું. પંથક ધન સાર્થવાહને ભોજન આપે છે ત્યારે વિજય ચોર શેઠને કહે છે કે “હું ઘણા દિવસનો ભૂખ્યો છું, મને આમાંથી થોડું ભોજન આપો.' શેઠે કહ્યું કે તે તો મારા એકના એક પુત્રનો ઘાત કર્યો છે. તું તો મારી પરમ શત્રુ છે. આ ભોજન કાગડાને કે કૂતરાને ખવરાવી દઉં કે ઉકરડામાં નાખી દઉં. પણ તને તો નહિ જ આપું. ભોજનનું કામ પૂરું થયું એટલે પંથક તે ચાલ્યો ગયો. થોડી વાર પછી શેઠને શૌચ તથા લઘુશંકા માટે બાધા થઈ. એટલે શેઠે ચોરને કહ્યું કે “વિજય આપણે એકાંત સ્થાનમાં જઈએ કે જેથી મારી બાધા દૂર થાય. ચોરે કહ્યું કે “તેં ખાધું છે, માટે તને બાધા લાગી છે. પણ મેં કંઈ ખાધું નથી, માટે મને કશી બાધા લાગી નથી. તું એકલો જ જવું હોય તો. પરંતુ એક જ બંધનમાં બંનેને બાંધેલા હોવાથી શેઠ એકલા જઈ શકતા નથી. બધા તીવ્ર થવા લાગી એટલે શેઠે ચોરને વચન આપ્યું કે ભોજનમાંથી ભાગ આપીશ, ત્યારે ચોર સાથે એકાંતમાં જઈને શેઠે બધાનું નિવારણ કર્યું. બીજે દિવસે જ્યારે પંથક ભોજન લઈને આવ્યો ત્યારે શેઠે ભોજનમાંથી ચોરને ભાગ આપ્યો. પંથકે જઈને આ વાત ભદ્રા શેઠાણીને કહી. ભદ્રાના ગુસ્સાનો પાર રહ્યો નહિ. પછી ધન સાર્થવાહ મિત્ર વગેરેની સહાયથી જેલમાંથી છૂટીને ઘેર આવ્યા. તે સમયે બધા સન્માન કરે છે, પણ ભદ્રા શેઠની સામે પણ જોતી નથી. છેવટે જ્યારે ધન સાર્થવાહે સ્પષ્ટીકરણ કર્યું કે “કોઈ નેહથી મેં ચોરને ભોજનમાંથી ભાગ આપ્યો નથી. માત્ર શારીરિક બાધાને લીધે જ મેં ભાગ આપ્યો હતો. ત્યારે ભદ્રાના મનનું સમાધાન થયું. આ બાજુ ચોર મારની પીડા, ભૂખ તથા તરસ વગેરેથી પીડાઈ પીડાઈને મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થયો અને પછી સંસારમાં દીર્ધ કાળ સુધી પરિભ્રમણ કરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy