SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના હોય, પોતે શ્રેણિક રાજા સાથે હાથી ઉપર બેઠી હોય, અને પાછળ તેને ચતુરંગી સેના અનુસરતી હોય’ આ રીતે વૈભારગિરિના મૂળમાં ફરવાને દોહદ ઉપન્ન થયો. પરંતુ વર્ષા ઋતુ ન હોવાથી રાણીની ઈચ્છા પૂર્ણ થતી નથી, તેથી રાણી સુકાવા લાગી. છેવટે અભયકુમારે દેવની સાધના કરીને અકાળે પણ મેવ વિમુવીને રાણીની ઈચ્છા પૂર્ણ કરી. તેથી જન્મ થયા બાદ એનું મેઘકુમાર નામ રાખવામાં આવ્યું. મેવકુમાર આઠ વર્ષનો થયો ત્યારે એને કલાચાર્ય પાસે ભણવા મૂક્યો. કલાચાર્યું એને લેખ વગેરે શકુનત સુધીની ૭ કલાઓ ખિખવાડી. પછી માતા-પિતા આઠ રાજકન્યાઓ સાથે મેવકુમારનું લગ્ન કરે છે. રહેવા માટે સુંદર મહેલ આપે છે. એક સમયે મહેલમાં મેઘકુમાર બેઠા છે તે વખતે એક દિશામાં અનેક માણસો જઈ રહ્યા છે તે જોઈને મેવકુમારે પૂછ્યું કે આ બધા લોકો કયાં જાય છે? જાણવામાં આવ્યું કે ભગવાન મહાવીર પધાર્યા છે, એટલે મેઘકુમાર પણ ભગવાન મહાવીરના દર્શન-વંદન માટે જાય છે. “સંસારમાં જીવો કેવી રીતે બંધાય છે, કેવી રીતે સંસારથી મુક્ત થાય છે, તથા કેવા કેવા ભયંકર લેશોને સંસારમાં અનુભવે છે' આ મુદ્દા ઉપર ભગવાન મહાવીરની દેશના સાંભળીને મેઘકુમાર ત્યાં જ રંગાઈ ગયા અને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. તેમણે ઘેર આવીને માતા-પિતા પાસે સંયમ લેવા માટે અનુમતિ માગી, સંયમ લેવાની વાત સાંભળતાં જ ધારિણી મૂછ ખાઈને પડી. ભાનમાં આવ્યા પછી માતા-પુત્ર વચ્ચે ઘણે સંવાદ થયો. છેવટે મેઘકુમારની અત્યંત મકકમતા જોઈને માતા-પિતાએ સંયમ માટે અનુમતિ આપી. આઠ પત્નીઓ તથા વિશાળ રાજ્યવૈભવ ત્યાગ કરીને મેઘકુમારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી મેધકુમારને રાત્રે સુવા માટે એવું સ્થાન મળ્યું કે સ્વાધ્યાયાદિ માટે જતાઆવતા સાધુઓ સાથે મેઘકુમારના હાથ-પગ આદિનો વારંવાર સ્પર્શ થતો હતો અને તેથી મેઘકુમારનો સંથારો ધૂળથી વ્યાપ્ત થઈ ગયો. મેઘકુમારને આખી રાત નિદ્રા આવી નહિ. એટલે મેઘકુમાર અત્યંત વ્યાકુળ થઈ ગયા અને સવારમાં જ ભગવાનની રજ લઈને ઘેર પાછા જવાનો તેમણે નિર્ણય ર્યો. મહામુશીબતે રાત્રિ જેમ તેમ પૂરી કરીને સવારમાં ભગવાન પાસે મેઘકુમાર આવ્યા એટલે તરત જ ભગવાને મેધકુમારને કહ્યું કે–મેઘકુમાર તને રાત્રે આવો આવો વિચાર આવ્યો હતો, ખરી વાત છે?–મેઘકુમારે કહ્યું “ભગવદ્ ! હા.' હવે ભગવાને મેઘકુમારના પૂર્વજન્મની કથા શરૂ કરી. મેઘકુમાર! આજથી ત્રીજા ભવમાં વૈતાદ્યપર્વતની તળેટીમાં તું શ્વેત વર્ણનો છ દાંતવાળો હજાર હાથીઓના જૂથનો નાયક એવો હાથી હતો. વનચરીએ તારું સુમેરૂપ્રભ નામ રાખ્યું હતું. એક વાર જંગલમાં દાવાનલ લાગ્યો. તેનાથી બચવા માટે અ૫ પાણીવાળા એક સરોવરમાં તું અયોગ્ય માર્ગે દાખલ થયો. તેથી પાણી સુધી પહોંચ્યા પહેલાં કાદવમાં જ તું ખેંચી ગયો તથા પાણી અને કિનારાથી બંનેથી ભ્રષ્ટ થયો. તે સમયે પહેલાંનો વૈરી કોઈ યુવાન હાથી ત્યાં આવી પહોંચ્યો. કિનારા ઉપર ઊભા રહીને તારા ઉપર તેણે દાંતથી ખૂબ પ્રહારો કર્યા. ભૂખ, તરસ તથા પ્રહારોની વેદનાથી સાત દિવસ રીબાઈ રીબાઈને તું મૃત્યુ પામ્યો અને ગંગા નદીના દક્ષિણ કિનારે વિંધ્યાચલની તળેટીમાં તું ચાર દાંતવાળા હાથી તરીકે ઉત્પન્ન થયો. ત્યાં તું સાતસો હાથીઓના જૂથનો સ્વામી હતો. વનચરોએ તારૂં મેરૂપ્રભ નામ પાડ્યું હતું. એક વાર જંગલમાં દાવાનલ લાગ્યો તે જોઈને તને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી દાવાનલ લાગે ત્યારે કામ લાગે એ દષ્ટિથી તે એક યોજન પ્રમાણુનું મંડલ બનાવ્યું. તેમાં જે કાંઈ ઘાસ આદિ ઊગે તે બધું ઉખેડી નાંખીને તેં મોટું મેદાન બનાવી રાખ્યું હતું. એક વાર જંગલમાં દાવાનલ લાગ્યો એટલે પ્રાણ બચાવવા માટે તું એ મોટા મેદાનમાં આવ્યો. તે સમયે બીજાં પણ અનેક પ્રાણીઓ પ્રાણ બચાવવા માટે તે મેદાનમાં આવેલાં હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy