SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના “તપ, નિયમ, તથા જ્ઞાનરૂપી વૃક્ષ ઉપર આરૂઢ થયેલા અનંતજ્ઞાની કેવલી ભગવાન ભવ્યજનોના પ્રતિબોધ માટે જ્ઞાનરૂપી પુષ્પોની વૃષ્ટિ કરે છે અને તેને ગણધર ભગવાન બુદ્ધિરૂપી પટથી (વસ્ત્રથી) ગ્રહણ કરીને તીર્થંકર ભગવાનનાં વચનોને પ્રવચન માટે સૂત્રરૂપે ગૂંથી લે છે. અરિહંત પરમાત્મા અર્થની પ્રરૂપણ કરે છે, અને ગણધરભગવાન તેને નિપુણ સૂત્રરૂપે ગૂંથી લે છે. પછી શાસનના હિત માટે સૂત્રની પ્રવૃત્તિ થાય છે. સામાયિકથી (કમિ ભંતે થી) માંડીને બિંદુસાર (ચૌદમા પૂર્વ) સુધી શ્રુતજ્ઞાન વિસ્તરેલું છે.' દ્વાદશાંગી કૃતના રચયિતા ગણધર ભગવાન છે, એ વાત ઉપરના ઉલ્લેખથી તથા અન્ય પ્રમાણોથી પણ સુપ્રસિદ્ધ છે. બધા ગણધર ભગવાનની દ્વાદશાંગી એક રૂપ હોય છે, એ વાત અમે આવશ્યચૂર્ણિને આધારે આચારાંગસૂત્રના પાંચમા પરિશિષ્ટમાં (પૃ. ૪૦૧) જણાવી ગયા છીએ. છતાં આપણે બધા પંચમ ગણધર ભગવાન સુધર્માસ્વામીની પરંપરામાં હોવાથી આના રચયિતા ભગવાન સુધર્માસ્વામી છે. ચંપા નગરીમાં શ્રેણિક રાજાના પુત્ર કણિક રાજ્ય કરતા હતા તે સમયે ચંપાનગરીની બહાર ઈશાન દિગ્વિભાગમાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું. ત્યાં અનેકગુણસંપન્ન ભગવાન સુધર્માસ્વામી વિચરતા વિચરતા પધારેલા છે. તે સમયે તેમના શિષ્ય બૂસ્વામી પૂછે છે કે “ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ પાંચમા અંગ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર)નો આ અર્થ કહ્યો છે, તો છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથાનો ક્યો અર્થ કહ્યો છે. ઉત્તરમાં સુધર્માસ્વામી કહે છે કે “જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માએ છઠ્ઠા અંગના બે શ્રુતસ્કંધ કહ્યા છે–૧. જ્ઞાત, અને ૨. ધર્મસ્થા,” આ રીતે જ્ઞાતાધર્મકથા સત્રના પ્રારંભમાં જ વિસ્તારથી પૂર્વ ભૂમિકા જુઓ ૫. ૧–૬) રચીને પ્રથમઝુતરકંધ જ્ઞાતમાં ૧૯ અધ્યયનોનું તથા બીજા શ્રુતસ્કંધ ધર્મકથામાં દસ વર્ગોનું વિસ્તારથી નિરૂપણ આ જ ગ્રંથમાં ભગવાન સુધર્માસ્વામીએ બૂસ્વામી પાસે કરેલું છે. એટલે આ પ્રસ્તુત ગ્રંથની આ શબ્દરચનાને આધારે પણ, આના રચયિતા ભગવાન સુધર્માસ્વામી છે એમ આપણે કહીએ તે બરાબર છે. શ્રી ગુણધરાચાર્ય વિરચિત–દિગંબર પરંપરામાં પ્રસિદ્ધ–કસાયપાહુડ ગ્રંથની વીરસેનાચાર્યવિરચિત જયધવલા ટીકામાં જણાવ્યું છે કે “ભગવાન મહાવીર પરમાત્માએ અનેકગુણસંપન્ન શ્રીઈદ્રભૂતિ ગૌતમસ્વામીને અર્થ કહ્યો, તેને આધારે શ્રીઇદ્રભૂતિ ગૌતમસ્વામીએ દ્વાદશાંગીની રચના કરી, અને શ્રી ઈંદ્રભૂતિ ગૌતમસ્વામીએ સુધર્માસ્વામી પાસે આ દ્વાદશાંગીની વ્યાખ્યા કરી. સુધર્માસવામીએ જંબુસવામી પાસે એની વ્યાખ્યા કરી.' १. "तेण महावीरभडारएण इंदभूदिस्स अज्जस्स......"अत्थो कहिओ। तदो तेण गोममगोत्तेण इंद भूदिणा अंतोमुहुत्तेणावहारियदुवालसंगत्येण तेणेव कालेण क्यदुवालसंगगंथरयणेण गुणेहि सगसमाणस्स सहम(म्मा)यरियस्स गंथो वक्खाणिदो। तदो केत्तिएण वि कालेण केवलणाणमुप्पाइय बारस वासाणि केवलविहारेण विहरिय इंदभूदिभधारओ णिव्वुई संपत्तो। तद्दिवसे चेव सुहम्माइरियो जंबसामियादीणमणेयाणमाइरियाणं ववखाणिददवालसंगो घाइचउक्खपण केवली जादो। तदो सुहम्मभडारयो वि बारह वस्साणि केवलविहारेण विहरिय णिव्वुई पत्तो। तदिवसे चेव जंबूसामिभडारओ विट्ठ(ण्हु)आइरियादीणमणेयाणं वक्खाणिददुवालसंगो केवली जादो। सो वि अट्टत्तीस वासाणि केवलिविहारेण विहरिदूण णिचुइं गदो"-कसायपाहुड जयधवला पृ० ८३-८४ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy