________________
श्रीलिद्धाचलमण्डन-ऋषभदेवस्वामिने नमः।
श्रीशङश्वरपार्श्वनाथाय नमः। णमोऽत्थु णं समणस्स भगवओ महामहावीरवद्धमाणसामिस्स।
श्रीगौतमस्वामिने नमः। पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपत्रेभ्यो नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपत्रेभ्यो नमः। पूज्यपादसनुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपादपद्मभ्यो नमः। જિન આગમ જયકારા
(પ્રસ્તાવના) પરમકૃપાળુ, અનંત ઉપકારી અરિહંત પરમાત્મા તથા પરમોપકારી પરમપૂજ્ય પિતાશ્રી અને સગરદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની પરમકૃપાથી–અર્થથી જિનેશ્વરભાષિત તથા સૂત્રથી ગણધરભગવંતગ્રથિત દ્વાદશાંગીરૂપ માળાના છઠ્ઠા પુ૫રૂ૫ શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્ર (ાયાધમકહા)ને વિવિધ સામગ્રીને આધારે સંશોધિત-સંપાદિત કરીને આગમભક્ત જગત સમક્ષ રજૂ કરતાં અમને અપાર હર્ષનો અનુભવ થાય છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રકાશિત થતી આ સંશોધિત જૈન આગમ ગ્રંથમાલાના આદ્ય આયોજક તથા પ્રારંભિક સ્વઆગમપ્રભાકર પુણ્યનામધેય પૂજ્યપાદ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે સંગૃહીત કરેલી કેટલીક સામગ્રી તથા બીજી પણ જે અનેક અનેક વિપુલ હસ્તલિખિત સામગ્રીને આધારે આ ગ્રંથનું સંશોધન-સંપાદન કરવામાં આવ્યું છે તેનો પરિચય આ પ્રસ્તાવનાના 'છેવટના ભાગમાં આપવામાં આવશે.
જૈન આગમોમાં દ્વાદશાંગીમાં સૌથી પ્રથમ આચારાંગ સૂત્ર છે, પછી અનુક્રમે સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ તથા ભગવતી સૂત્ર છે, તે પછી જ્ઞાતાધર્મસ્થાંગસૂત્ર આવે છે. રચના તથા સ્થાપનાની દૃષ્ટિએ આચારાંગસૂત્રના ક્રમ વિષે જે વિવિધ વિચારધારાઓ આચારાંગસૂત્રની પ્રસ્તાવનામાં (જુઓ પૃ૦ ૧૭-૧૮) અમે જણાવી છે તે જ વિચારધારાઓ જ્ઞાતાધર્મકાંગસૂત્ર વિષે પણ યથાયોગ્ય સમજી લેવાની છે.
રચયિતા અર્થની અપેક્ષાએ આના પ્રણેતા શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા છે, પણ સૂત્રની અપેક્ષાએ આના પ્રણેતા–રચયિતા ગણધર ભગવાન છે. ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુરવાની આવશ્યકનિયુક્તિમાં જણાવે છે કે
तवनियमनाणवखं, आरुढो केवली अमियनाणी। તો મુય નાગપુઢિ, વિયજ્ઞવિવોકાણ | ૮૧|| तं बुद्धिमएण पडेण, गणहरा गिहिउं निरवसेसं । तित्थयरभासियाई, गंथति तओ पवयणट्ठा ॥९॥ अत्यं भासह अरहा, सुत्तं गंथंति गगहरा निउणं । सासणस्स हियहाए, तओ सुचं पवत्तह ॥ ९२ ॥ सामाइयमाईयं सुयनाणं जाव बिंदुसाराओ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org