SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રકાશકીય નિવેદન કેવા સુખી થાય છે તેનું વિવિધ દૂતો દ્વારા નિરુપણ કરવામાં આવ્યું છે. જ્ઞાતાધર્મકથાનો પરિચય આપતા ઘણા વિસ્તારથી સમવાયાંગસૂત્રમાં અને થોડા વિસ્તારથી નંદીસૂત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. તેનો આ સાર છે. જૈન દર્શન અને અન્ય ભારતીય દર્શનોને સ્પર્શતી ઉપયોગી અવનવી માહિતી જૈન જ્ઞાન-ભંડારોમાં વિપુલ પ્રમાણમાં સચવાયેલી છે. આ મહત્ત્વપૂર્ણ માહિતી વિદ્વાનો તેમજ સંશોધકોને ઉપલબ્ધ થાય તો ભારતીય સંસ્કૃતિની ખૂટતી અનેક કડીઓ મળતાં અવનવા વિચાર-પ્રવાહો તેમજ સિધ્ધાંતોના દર્શન પ્રવાહો થાય તેમ છે. પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યપ્રવરશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજસાહેબે અભ્યાસીઓને ઉપયોગી થાય તેવા પવિત્ર હેતુથી એકલે હાથે અથાગ પરિશ્રમ સેવી જૈન ધર્મના પ્રાણસમા, પાયારૂપ, પવિત્ર આગમ ગ્રંથાવલિની સુવાચ્ય આવૃત્તિ વર્ષો પૂર્વે પ્રકાશિત કરી હતી. ત્યાર બાદ જૈન જ્ઞાનભંડારોના પારગામી અને અધિકારી પૂ. આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિવર્ય પુણ્યવિજયજી મહારાજે જુદાં જુદાં જ્ઞાન ભંડારોમાં સચવાયેલ સામગ્રી એકત્ર કરી, તેનું શુદ્ધિકરણ, જરૂરી નોંધો કરી, આગમિક સાહિત્યનું જીવનભર વ્યાપક અને તલસ્પર્શી અધ્યયન-સંશોધન કર્યું હતું. મૂળ આગમોની સુસંપાદિત વ્યવસ્થિત આવૃત્તિ બહાર પડે તેવું સૂચન શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી થતાં મૂળ આગમો પ્રકાશિત કરવાની યોજના પૂ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ અને આ વિષયના નિષ્ણાત વિદ્વાનોના સહકારથી તૈયાર કરી, આ કાર્યમાં ભારતીય દર્શનો અને આગમોના અભ્યાસી પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાનો સહકાર મેળવ્યો. પીસ્તાળીશ મૂળ આગમ ગ્રંથો પ્રકાશિત કરવાની યોજનાનુસાર બે ચૂલિકાસૂત્ર, અગિયાર અંગ, બાર ઉપાંગ, છ છેદ, ચાર મૂળ અને દસ પ્રકીર્ણક પ્રગટ કરવાનાં છે. આગમસૂત્રોના મૂળ પાઠો સંશોધિત-સંપાદિત કરીને પાઠાંતરો સાથે આપવા ઉપરાંત ગ્રંથ, ગ્રંથકાર અને આનુષગિક બાબતોની આધારભૂત અને તદ્વિષયક માહિતી આપતી પ્રસ્તાવના, શબ્દસૂચિ, તેમજ વિવિધ વિષયને લગતાં પરિશિષ્ટો આપવામાં આવી રહ્યાં છે. આગમ પ્રકાશનની આ યોજના જૈન ધર્મ અને સાહિત્યની શકવર્તી સેવા બજાવવાની સાથે પ્રકાશન ક્ષેત્રે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવે એવી નીવડી રહી છે. પ્રાતઃ સ્મરણીય આગમપ્રભાકર પૂ. પુણ્યવિજયજી મહારાજના સાનિધ્યમાં વિ.સં. ૨૦૧૭ના કારતક વદ-૩, તા ૨-૧૧-૧૯૬૦ના રોજ નાના સરખા જ્ઞાન-સમારંભમાં આ પવિત્ર ભગીરથ કાર્યનું મંગળાચરણ કરવામાં આવ્યું હતું. આ રીતે અધ્યયન-અધ્યાપનને તેમજ સંશોધનને વેગ મળે તે માટે સુસંશોધિત-સંપાદિત આવૃત્તિ તૈયાર કરવાનો પ્રારંભ થયો, અને આગમો તેમજ બધા આગમિક સાહિત્યની આવી આવૃત્તિઓ પ્રગટ કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો. આપણા બધાં પવિત્ર મૂળ આગમ ગ્રંથોનું અત્યારની વૈજ્ઞાનિક પદ્ધતિએ સંશોધન-સંપાદન કરાવીને એને એકસરખાં રૂપમાં પ્રકાશિત કરવાની સંચાલકોની ભાવના સંપૂર્ણપણે સાકાર થઈ રહી છે. અમારા અગાઉનાં પ્રકાશનોમાં જણાવ્યું છે તેમ પૂજ્યપાદ મુનિ ભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજના તા ૧૪-૬-૧૯૭૧ના રોજ થયેલા દેહાવસાન પછી સમગ્ર જૈન આગમોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy