________________
પ્રકાશકીય નિવેદન
શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી જિનાગમ ગ્રંથમાળામાં “જ્ઞાતાધર્મકથાપ્રગટ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ ગ્રંથના પ્રકાશન સાથે આ જેનાગમ ગ્રંથમાળામાં અત્યાર સુધીમાં કુલ ૧૪ આગમસૂત્રોનું પ્રકાશન થાય છે.
જૈન ધર્મમાં ચાર અનુયોગ છે: દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને કથાનુયોગ. એ બધામાં કથાનુયોગ સામાન્યજનને પ્રિય થઈ પડે છે. કારણ, તત્ત્વજ્ઞાનની મીમાંસા અને બૌદ્ધિક કક્ષાને સમાનરીતે પહોંચવા બધા જ લોકોની ક્ષમતા એકસરખી હોતી નથી. પરંતુ એવી તાત્ત્વિક વાતો લોકો સુધી પહોંચાડવી તો રહી જ. એ માટેનું સરળ માધ્યમ કથાનુયોગ બની રહ્યું. શ્રમણ ભગવાન મહાવીરે સરળ ઉદાહરણો અને કથા દ્વારા એમનો ઉપદેશ લોક હૈયા સુધી પહોંચાડ્યો. એવી સાડા ત્રણ કરોડ કથાઓનો સંચય તે “જ્ઞાતાધર્મ કથા.”
જૈન આગમોમાં દ્વાદશાંગીમાં આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર અને જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર આવે છે. એ રીતે પ્રસ્તુત ગ્રન્થનો ક્રમ છઠ્ઠો છે. અર્થની અપેક્ષાએ આ ગ્રંથના પ્રણેતા ચરમ તીર્થંકર ભગવાન મહાવીર પરમાત્મા છે અને સૂત્રની અપેક્ષાએ આ ગ્રન્થના રચયિતા ગણધર ભગવાન છે. આપણે બધા પંચમ ગણધર ભગવાન સુધર્માસ્વામીની પરંપરામાં હોવાથી આ આગમગ્રંથના રચયિતા ભગવાન્ સુધર્માસ્વામી છે.
આ ગ્રન્થનાં બે શ્રુતસ્કંધ કહેલા છે. “જ્ઞાત તથા ધર્મકથા’ એટલે આમાં જ્ઞાત તથા ધર્મકથા હોવાથી આ સૂત્રનું પ્રાકૃતમાં પાયાધમ્મકહા નામ છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે અભિધાનચિંતામણિ નામમાલા તથા તેની સ્વોપજ્ઞ વૃત્તિમાં, આચાર્યશ્રી મલયગિરિ મહારાજે નિંદીસૂત્રની વૃત્તિમાં અને આચાર્યશ્રી યશોદેવદસૂરિ મહારાજે પાક્ષિક સૂત્રની વૃત્તિમાં પણ જ્ઞાતાધર્મકથા શબ્દનો જ પ્રયોગ કરેલો છે.
ઉપર જણાવ્યું તેમ આ ગ્રન્થનાં બે શ્રુતસ્કંધ છે. તેમાં ઓગણીસ અધ્યયન છે. તેમાં કથિત કથાઓ બે પ્રકારની છે: ચરિત્ર (બનેલી) અને કલ્પિત. આ ધર્મકથાઓના દસ વર્ગ છે. એક એક ધર્મકથામાં પાંચસો પાંચસો આખ્યાયિકાઓ છે, એક એક આખ્યાયિકામાં પાંચસો પાંચસો ઉપાખ્યાયિકાઓ છે અને એક એક ઉપાખ્યાયિકામાં પાંચસો પાંચસો આખ્યાયિકાઉપાખ્યાયિકાઓ છે. આ રીતે પૂર્વાપરના વિચારપૂર્વક ગણતરી કરતા આ ગ્રન્થમાં પુનરુકિત વિનાની સાડાત્રણ કરોડ કથાઓ છે.
આ ગ્રન્થમાં મુખ્યત્વે વિષય સુખમાં મૂર્ષિત, સંયમમાં કાયર અને વિવિધ પ્રકારના મુનિ ગુણોથી શૂન્ય એવાં જીવો સંસારમાં કેવા દુઃખી થાય છે અને સંયમમાં સ્થિર એવા આત્માઓ
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org