SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ ૩. અપ્પુરી : આવશ્યકચૂર્ણિની કથાઓમાં આનું ખીજું નામ પ્રત્યંતનગર ખતાવેલું છે અને તેના રાજા જિનચંદ્રધ્વજને એક માંડળિક ગણેલો છે. ૪. કંપિલપુર : જુઓ કાંપિલ્ય ઉપરનું ટિપ્પણ (અધ્યયન ૧૬, ટિપ્પણ ૫) ૫. સાકેતપુરી : આ સાકેત તે જ છે કે જે કોશલની રાજધાની છે અને જેને અયોધ્યા કહેવામાં આવે છે. આચાર્ય હેમચંદ્ર સાકેત, કોસા અને અયોધ્યા એવાં તેનાં ત્રણ નામો જણાવે છે. ૭ ૧૬. કૌશાંબી : જિનપ્રભસૂરિએ યમુનાને કાંઠે આવેલી કૌશાંખીનું વર્ણન કરેલું છે. અત્યારે જમુના નદીને કાંઠે કોસમઇનામ અને કોસખિરાજ એ એ ગામ આવેલાં છે. તેમને જ કૌશાંખી કહેવામાં આવે છે. ફાહ્વાન પણ આ જ સ્થળે કૌશાંબી કહે છે. અઢારમા સૈકાના જૈનયાત્રીઓ આને મઉગામ કોશાંખી તરીકે વર્ણવે છે. મઉગામ અને કૌશાંખી વચ્ચે માત્ર નવ કોશનું અંતર હોવાથી કવિઓએ તેને મગામ-કૌશાંખી તરીકે લખેલું જણાય છે. હાલ મઉ નામે અનેક ગામો પ્રસિદ્ધ છે પણ આ મઉ તે હાલનું સાલક-મઉ સમજવાનું છે. કવિઓએ મઉતે શાહઝાદપુરથી દક્ષિણે છ માઈલ ખતાવેલું છે. તે આ સાલક-મઉ જ સંભવે છે. હેમચંદ્રે મહાવીરચરિતમાં લખેલું છે કે ઉજ્જનથી કૌશાંબી સો યોજન દૂર છે. તે અંતર જોતાં આજનું કોસમ એ જ કૌશાંખી લાગે છે. કારણ કે ઉજ્જૈન અને ક્રોસમ વચ્ચે અત્યારે પણ ચારસો માઈલનું અંતર માલમ પડે છે. આ કોસમ અલ્હાબાદથી ૨૦ ગાઉ છે અને એ યાત્રીઓએ પણ કૌશાંખીનું અંતર અલ્હાબાદથી ૨૦ ગાઉ બતાવેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy