SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણું રમક વર્ષ (ક્ષેત્ર) માં ગયો. આ રીતે રમ્યક અને ભદ્રાશ્વની વચ્ચે નીલગિરિ હોવાનું મહાભારતમાં ઉલ્લેખ છે. જંબુદ્વીપપ્રાપ્તિમાં નીલવંત વર્ષધર પર્વતનું સ્થાન બતાવતાં જણાવ્યું છે કે મહાવિદેહવર્ષની ઉત્તરે અને રમક વર્ષની દક્ષિણ પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે અને પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વ જંબુદ્વીપમાં નીલવંત નામનો વર્ષધર પર્વત છે. દ્વિતીય શ્રુતસ્કંધ પ્રાસ્તાવિક ૧. ચમર : મહાભારતમાં આદિપર્વના સંભવપર્વમાં દાનવોનો વંશ વર્ણવેલો છે. તેમાં અસુરોનાં વિરોચન, કુંભ, નિકુંભ, બલિ, મહાકાળ, શંબર વગેરે નામ જણાવેલાં છે. હવે પછીના અધ્યયનમાં કુંભ, નિકુંભ, વિરોચન, બલિ વગેરે જે નામો આવે છે તે મહાભારતના ઉપલા ઉલ્લેખ સાથે સરખાવવા જેવા છે. ૨. અસુર ઃ આને માટે રાયચંદ્ર જિનાગમસંગ્રહમાંના ભગવતીસૂત્રનું શતક ૩, ઉદ્દેશક ૧. (ભા. ૨ પા. ૪૮) અસુરકુમાર ઉપરનું ટિપ્પણુ જેવું. ૩. ઇદ્ધો : આને માટે રાયચંદ્ર જિનાગમસંગ્રહમાંના ભગવતીસૂત્રનું શતક ૪, ઉદ્દેશક ૧-૮ (ભાગ. ૨ પા. ૧૩૦) દેવેંદ્ર ઉપરનું ટિપણુ જેવું. ૪. વાનવ્યંતર ઃ તત્વાર્થભાષ્યમાં લખ્યા પ્રમાણે વ્યંતર શબ્દનો અર્થ આ પ્રમાણે છે-જેઓ પહાડના આંતરાઓમાં, ગુફાઓના આંતરાઓમાં અને વનનાં વિવરી વગેરેમાં રહે છે તે વ્યંતરો કહેવાય છે. ૧ થી ૧૦ વર્ગ ૧. ચેલણા : ચેલણા, મહાવીરસવામીના મામા અને વૈશાલિના રાજા ચેટકની પુત્રી થાય. તેઓ કુલ સાત બહેનો હતી. ચેલ્લણાને મેળવવા માટે શ્રેણિકને મોટો ભોગ આપવો પડેલો અને તે માંડમાંડ જીવતો પોતાને ઘેર પાછો પહોંચેલો. તે વિષેની વિગતવાર હકીકત આચાર્ય હેમચંદ્ર મહાવીરચરિતમાં વર્ણવેલી છે. ૨ શ્રાવસ્તી : ૧૮માં સૈકાના જેયાત્રીઓ જણાવે છે કે હમણાં જે કોના ગામ છે તેને શ્રાવસ્તી કહેવામાં આવે છે. તેઓ તેની આસપાસ જંગલો હોવાનું જણાવે છે. એ જંગલને દંડક દેશની સીમા હોવાનું તેમણે લખ્યું છે. એક યાત્રી દરિયાબાદથી ૩૦ કશ શ્રાવરતી છે એમ લખે છે. આજે અયોધ્યાથી ઉત્તરમાં બલરામપુર સ્ટેશનથી ૧૨ માઈલ ઉપર અકોના ગામ છે. તેને અહીં કોના કહ્યું છે. તેનાથી પાંચ માઈલ સહેત–મહેતનો કિલ્લો છે. આને વર્તમાનમાં શ્રાવસ્તી ગણવામાં આવે છે. જિનપ્રભસૂરિએ પોતાના તીર્થકલ્પમાં લખ્યું છે કે શ્રાવસ્તીનું વર્તમાન કાળમાં મહેદી નામ પ્રસિદ્ધ છે. આ મહેદી અને સહેતમહેત એ નામમાં ઝાઝો ફેરફાર નથી. સહેત મહેતાં ખંડેરો ગોંડા જિલ્લામાં છે અને કેટલાંક બેરાઈચ જિલ્લામાં આવેલી રાપટી નદીને દક્ષિણકાઠે છે. કનિંગહામે પણ આ સહેતમહેતને જ શ્રાવસ્તી ગણેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy