SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના કારણે ચણિગ્રંથોની નકલો તો ઉત્તરોત્તર થતી રહી, પણ વિષય અને ભાષાથી અપરિચિત કે અલ્પપરિચિત લેખકોના હાથે લખાયેલા ચૂણિગ્રંથોમાં, વિરલ અપવાદ સિવાય, અશુદ્ધિઓનું પ્રમાણ વધી ગયું. વળી તેની રચના શૈલી, પણ સંસ્કૃત વ્યાખ્યા જેવી, વિસ્તૃત નહીં હોવાને કારણે વાયયોજના સમજવાનું પણ અપરિચિત અભ્યાસીને મુશ્કેલ થાય તેવી છે. અહીં જણાવેલી ભગવતીસૂત્રની ચૂણિની હસ્તલિખિત પ્રતિઓમાં અશુદ્ધિઓ તો છે જ, તદુપરાંત ૧૫,૬૦૦ શ્લોકની મૂલવાચનાની ચૂણિનું શ્લોકપ્રમાણ માત્ર ૩૧૦૦ જ છે. અહીં ચૂર્ણિકાર મહારાજની દષ્ટિએ સમગ્ર ભગવતીસૂત્રની વાચના સમજવામાં જે સત્ર, સૂત્રાંશ કે સૂત્રપદ દુર્ગમ જણાયાં તેની વ્યાખ્યા આપવા પૂરતી જ આ ચૂણિ સીમિત છે, એમ કહી શકાય. આનું સંપાદનસંશોધન આજે સર્વથા અશક્ય છે એવું તો નથી, પણ તે માટે ખૂબ ધીરજ, સમય અને તદુચિત શ્રમ અનિવાર્ય છે. આથી જ આજે આવા શ્રમસાધ્ય કાર્ય તરફ ઉપેક્ષા સેવાય છે એ એક હકીકત છે. અહીં એ પણ જાણવું જરૂરી છે, કે ઘણું ચૂણિગ્રંથો આજે પ્રકાશિત થયેલા છે, પણ પાઠશુદ્ધિ વગેરેની દૃષ્ટિએ તેનું પુનઃ સંપાદન પુનર્મુદ્રણ થાય તે અતિ જરૂરી છે. એમ મારું નમ્ર મંતવ્ય છે. આચાર્ય ભગવંત શ્રી અભયદેવસૂરિજીએ વિક્રમ સંવત ૧૧૨૮ માં ભગવતીસૂત્રની વ્યાખ્યા રચી છે. આ વૃત્તિને પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ, ઈ. સ. ૧૯૧૮–૧૯માં સંપાદિત કરીને આગમોદય સમિતિ-સુરત” દ્વારા પ્રકાશિત કરી છે. આ વૃત્તિમાં કોઈ કોઈ સ્થળે ચૂર્ણિ અને ચૂર્ણિકારના ઉલ્લેખપૂર્વક ચૂર્ણિપાઠ આપેલ છે. આથી અભયદેવીય વૃત્તિમાં ચૂણિનો ઉપયોગ થયો છે, તે સ્પષ્ટ છે. આ ઉપરાંત આ વૃત્તિમાં “ટીકાકાર” કે “વૃત્તિકૃત'નો નિર્દેશ કરીને તેમની વ્યાખ્યાનાં અવતરણ પણ મળે છે, આ અવતરણનો પાઠ ચૂણિમાં નથી, તેથી ટીકાકારના નામથી જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે ભગવતીસૂત્રની પ્રાચીન વૃત્તિ હોવી જોઈએ જે આજ મળતી નથી એવું અનુમાન કરી શકાય. આ ઉપરાંત અભયદેવીય વૃત્તિમાં “તિ વૃદ્ધાઃ” તથા “રૂતિ વૃદ્ધાવ્યા” તેમ જ “r”, “કચે', “જિ', મારે જણાવીને પ્રાચીનતમ વૃદ્ધપરંપરાનાં અવતરણું પણ કોઈક વાર આપ્યાં છે. આથી એમ પણ જાણી શકાય કે ભગવતી સૂત્રનાં કેટલાંક પદોની અર્થપરંપરા પ્રાચીન સ્થવિર ભગવંતોના સમયમાં મૌખિક પ્રવાહરૂપે પ્રચલિત હતી. આ ઉપરાંત વાચનાતરો અને પ્રત્યંતર કે પાઠાન્તરો પણ આ વૃત્તિમાં નોંધાયેલાં છે. આ હકીક્તના ઉદાહરણ માટે પ્રસ્તુત વિચાદપત્તિસુરં ગ્રંથન ટિપણમાં નોંધાયેલાં સ્થાન આ પ્રમાણે છે જૂનિ-પૃ. ૫૦ ટિ. ૧, પૃ. ૭૫ર ટિ. ૧, પૃ.૧૦૬૨ ટિ. ૧-૨. જૂર્ષિાર- ૩૮૦ કિ. ૪, પૃ. ૬૪૯ ટિ. ૪, પૃ. ૬૬૮ કિ. ૧, પૃ. ૬૮૯ ટિ. ૪, પૃ. ૭૧૨ ટિ. ૨, પૃ. ૭૫૩ ટિ. ૧, પૃ. ૯૮૪ ટિ. ૧, પૃ. ૧૦૩૬ ટિ. ૨, પૃ. ૧૦૫ર ટિ. ૧. ટીવવાર – પૃ. ૫૦ ટિ. ૧, પૃ. ૩૮૦ ટિ. ૪, પૃ. ૬૮૯ ટિ. ૪, પૃ. ૭૫૩ ટિ. ૩, પૃ. ૫૪ ટિ. ૩, પૃ. ૯૮૪ ટિ. ૧, પૃ. ૧૦૫૬ ટિ. ૧. વૃત્તિત્-પૃ. ૭૪૧ ટિ. ૧. વૃદ્ધા – પૃ. ૩૧ ટિ. ૧૫, પૃ. ૪૧ ટિ. ૮, પૃ. ૭૦૨ ટિ. ૧૦, પૃ. ૭૪૯ ટિ. ૪, પૃ. ૭૫૪ ટિ. પ-૬, પૃ. ૧૦૮૬ ટિ. ૧. વૃધ્યાહ્યા – પુ. ૧૦૦ ટિ. ૧૬-૧૭–૧૮, પૃ. ૧૩૭ ટિ. ૨, પૃ. ૨૪૮ ટિ. ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001020
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1982
Total Pages556
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Philosophy, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy