________________
પ્રસ્તાવના
પ્રસ્તુત ગ્રંથના સંપાદક, વયોવૃદ્ધ પૂજ્ય પં. શ્રી ખેચરદાસભાઈ એ આ ગ્રંથના ભાગમાં
.
પોતાનું ‘સંપાદકીય' લખેલું છે, તદનુસાર આ ત્રીજા ભાગમાં પણ જાણી લેવા માટે, તેમનું વાચકોને સૂચન છે. પૂ. પંડિતજીએ ૯૨ વર્ષ પૂરાં કર્યાં છે, છતાંય આજ અભ્યાસીઓને માર્ગદર્શન આપી રહ્યા છે, તે આપણું સૌભાગ્ય છે.
ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલા પ્રસ્તુત વિયાવળત્તિસુત્ત ગ્રંથનો વિવિધ દૃષ્ટિએ પરિચય આપવા માટે અનેક ગ્રંથો લખી શકાય તેટલી સામગ્રી આ ગ્રંથમાં ભરી પડી છે.
મુખ્યતયા જૈન સિદ્ધાંતને લગતી અનેકાનેક હકીકતોથી સભર આ ગ્રંથ છે. તદુપરાંત શ્રમણુ ભગવાન શ્રી વહેંમાનસ્વામીશ્રી મહાવીરસ્વામીના સમયમાં વિદ્યમાન, ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામીની પરંપરાના કેટલાક શ્રમણોનો ઉલ્લેખ અને તેમની સાથેની ભગવાન શ્રી મહાવીરસ્વામી તથા ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીની ચર્ચા પણ આ ગ્રંથમાં છે. તથા અન્યયૂથિક, આજીવક, વાનપ્રસ્થ, હોત્રિ—પોતિક—દિશાપ્રોક્ષિ આદિ તાપસ', પરિત્રાજક આદિ અજૈન ધર્મગુરુઓના ઉલ્લેખો પણ અહીં મળે છે, તેમાં તેમની માન્યતાઓ અંગેની ચર્ચા, દિનકૃત્યવિધાનો, તપોનુષ્ઠાનો, ઉપકરણો વગેરેને લગતી હકીકતો પણ મળે છે. આ સંબંધમાં પણ એક વિસ્તૃત નિબંધ લખી શકાય. આ ગ્રંથની આ અસાધારણ કહી શકાય એવી વિશેષતા છે, જે એને ઐતિહાસિક મહત્ત્વ પણ આપી જાય છે. મારી ઉંમર અને કાર્યશક્તિની મર્યાદાને લીધે અહીં જિજ્ઞાસુઓ માટે આટલો નિર્દેશ કરવાનું પર્યાપ્ત માન્યું છે. આની વિગતો જાણવા માટે ખીજા પરિશિષ્ટમાં (પૃ. ૧૧૯૩ થી ૧૫૪૬) આવેલા વાસાવચિત્ર, મનીવિય, અળઽસ્થિય અથવા અન્નહત્યિય, વાળવણ્ય, ફ્રોત્તિય, પોત્તિય, વિસાવોવિય, તાવસ, પરિવાચન, તાવસમંડય, તાવમાવસર, તથા પરિક્વાયાવસ શબ્દો, તેના જુદાં જુદાં સ્થાન તથા તે તે સંદર્ભો જોવાની ભલામણ કરીને સંતોષ માનું છું.
આ ઉપરાંત વન, વાહન, દીપક આદિ ગૃહોપકરણ, વસ્ત્ર, આભરણુ વગેરેના વિવિધ પ્રકારોવાળી અનેકવિધ સાંસ્કૃતિક સામગ્રી પણ આ ગ્રંથમાં ઠીક ફ્રીક પ્રમાણમાં છે. પ્રસ્તુત ગ્રંથની મુખ્ય વ્યાખ્યાઓ
અનુદ્રુમ્ શ્લોકની ગણુનાએ ૧૫૬૦૦ અથવા ૧૫૭૫ર શ્લોકપ્રમાણુ આ વિયાજ્ઞિક્ષુસં ગ્રંથ ઉપર વર્તમાનમાં જે વ્યાખ્યાગ્રંથો મળે છે તેમાં મુખ્ય એ ગ્રંથો છે—૧. અજ્ઞાતર્તૃક ભગવતીસૂત્રણિ અને ૨. આચાર્ય શ્રી અભયદેવસૂરિકૃત ભગવતીસૂત્રવૃત્તિ.
પ્રથમ ચૂર્ણિ છે તે અદ્યાવધિ અપ્રકાશિત છે, તેના કર્તા અને રચનાસમયનો ઉલ્લેખ તેમાં નથી. આની હસ્તલિખિત પ્રતિઓ જ્ઞાનભંડારોમાં વિદ્યમાન છે. આગમગ્રંથો ઉપર વિસ્તારથી સંસ્કૃત વ્યાખ્યાઓ રચાયા પછી, પ્રાચીન વ્યાખ્યારૂપ અને અનેકવિધ સામગ્રીથી સભર તે તે આગમગ્રંથોની સૂણિઓનું પઠન-પાઠન ઓસરતું ગયું, અને સૈકાઓ જતાં નહિવત્ થઈ ગયું. આને
૧. આની વિશેષ નોંધ ૫૧૭ મા પૃષ્ઠની ૧-૨ ટિપ્પણીમાં જોવી.
૨. જો કે ગ્રંથાવલીમાં અને તેના આધારે જિનરત્નકોશમાં આચાર્યશ્રી મલયગિકૃિત, ભગવતીસૂત્રના ખીજા રાતની વૃત્તિની નોંધ છે, પણ તે અનવધાનથી કરેલી કોઈ સૂચીના આધારે લેવાયેલી છે. ૩. જો કે આ ચૂર્ણિના કર્તા શ્રી જિનદાસગણિ મહત્તર છે, એવી નોંધ જૈન ગ્રંથાવલી અને તેના આધારે જિનરત્નકોશમાં છે. પણ આ હકીકતનું સમર્થન પ્રસ્તુત ચૂર્ણિમાં મળતું નથી.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org