________________
પ્રકાશકીય નિવેદન
આ ગ્રંથના પ્રસ્તુત ખીજા ભાગ માટે અને મુદ્રિત થઈ રહેલા ત્રીજા ભાગ માટે, પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના આમમસંશોધન કાર્યનું મહત્ત્વ સમજીને, ‘શેઠ અમીચંદ પનાલાલ આદીશ્વર ટૅમ્પલ ચૅરિટેબલ ટ્રસ્ટ' મુંબઈ તરફથી જે ઉદાર સહાય મળી છે તે બદલ અમે એ ટ્રસ્ટનો તથા એના ટ્રસ્ટી મહાનુભાવોનો હાર્દિક આભાર માનીએ છીએ. આ અંગેનું વિગતવાર આભાર—નિવેદન આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવેલ છે.
૧૦
પ્રસ્તુત ગ્રંથના સંશોધન અને મુદ્રણ આદિ પ્રત્યેક કાર્યમાં ૫૦ શ્રી અમૃતલાલભાઈ ભોજકે સંપૂર્ણ સહકાર આપ્યો છે. અમારી ગ્રંથમાળાના પ્રારંભથી પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજની સાથે મુખ્ય સંપાદક તરીકે નિઃસ્વાર્થ સેવા આપનાર અમારા મિત્ર શ્રી દલસુખભાઈ માલવણિયાએ, પં. શ્રી ભોજકને જરૂરી સ્થાનોમાં પરામર્શ આપવા ઉપરાંત સમગ્ર ગ્રંથના ઑર્ડર પ્રુફ વાંચી આપ્યા છે. શ્રી રતિલાલભાઈ દીપચંદ દેસાઈ તો અમારી સંસ્થાના આત્મીયજનના નાતે અમારાં પ્રત્યેક કાર્યોમાં સેવા આપે છે તે રીતે આ ગ્રંથમાં પણ તેમનો સહયોગ મળ્યો છે. સંપાદકીય તથા પ્રસ્તાવનાનું અંગ્રેજી ભાષાંતર, લા॰ ૬૦ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુખ્ય નિયામક સુખ્યાત વિદ્વાન ડૉ॰ શ્રી નગીનદાસ જે॰ શાહે કરી આપ્યું છે. તથા અમારી સંસ્થાના કૌટુંબિક સભ્ય કાર્યનિષ્ઠ મહામાત્ર શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરાએ, ગ્રંથમાળાના પ્રત્યેક પ્રકાશનની જેમ પ્રસ્તુત ગ્રંથના મુદ્રણને લગતી પ્રત્યેક બાબતોમાં આત્મીયભાવે સહકાર આપ્યો છે. આ પાંચે વિદ્વાનોનો અમે હાર્દિક આભાર માનીએ છીએ.
મૌજ પ્રિન્ટિંગ બ્યૂરોના મુખ્ય સંચાલક શ્રી પ્રભાકરભાઈ ભાગવત અને અન્ય કાર્યકર ભાઈઓએ મુદ્રણકાર્યમાં સંપૂર્ણ સહ્કાર આપ્યો છે તે બદલ તેમના પ્રત્યે કૃતજ્ઞભાવ દર્શાવીએ છીએ, આજ સુધીમાં અમે જણાવેલી સહાય ઉપરાંત, અમારી જૈન આગમ ગ્રંથમાળાના સંશોધનપ્રકાશન કાર્ય માટે જે જે સહાય મળી છે તે નીચે મુજબ 1:1
શ્રી શિવ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધ, મુંબઈ
શ્રી ઝવેરચંદ પ્રતાપચંદ શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ, મુંબઈ
અંધેરી શાખા નૂતન જિનાલય, શ્રી સૂત્રકૃતાંગસૂત્ર પ્રકાશન સમારંભ અને અન્ય પ્રસંગે સહાય
રૂ.
૧,૩૭૩ • ૨૮ ઉપર જણાવેલી દ્રવ્ય-સહાય માટે અમે તે તે સુન મહાનુભાવો તથા સંસ્થાઓની અનુમોદનાપૂર્વક અંત:કરણથી આભાર માનીએ છીએ.
આગમોના સંશોધન અને પ્રકાશન માટે ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ' નામનું રજિસ્ટર થયેલ સ્વતંત્ર ટ્રસ્ટ છે, જેના ટ્રસ્ટીઓ નીચે મુજબ છે ઃ
૧. શ્રી ભોગીલાલ લેહેરચંદ
૩. શ્રી જયંતિલાલ રતનચંદ શાહ
૨. શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા
૪. શ્રી વ્રજલાલ કપુરચંદ મહેતા
૫. શ્રી રસિકલાલ મોતીચંદ કાપડિયા
Jain. Education International
આગમ સંશોધન-પ્રકાશનના કાર્ય અંગે જરૂરી સલાહસૂચના આપવા બદલ જિનાગમ પ્રકાશન સમિતિના નીચે જણાવેલ સભ્યોએ અપેલ સેવા બદલ તેમનો આભાર માનીએ છીએ :
શ્રી પાટણ જૈન મંડળના પ્રતિનિધિઓ
૨.૭,૫૦૦-૦૦
રૂ. ૫,૦૦૦.૦૦
૧. શ્રી કેશવલાલ કીલાચંદ
૨. શ્રી સેવંતીલાલ ખેમચંદ શાહ ૩. શ્રી પોપટલાલ ભીખાચંદ શાહ ૪. શ્રી જેસિંગલાલ લલ્લુભાઈ શાહ
For Private & Personal Use Only
www.jainelibrary.org