SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન અમારી જૈન-આગમ-ગ્રંથમાળાના ચોથા ગ્રંથના બીજા ભાગરૂપે “વિયા_ત્તિyત્ત દિલીયો માદ” નામના ગ્રંથને, વિદ્વાનો, જિજ્ઞાસુઓ અને ભાવનાશીલ સમુદાયની સમક્ષ રજૂ કરતાં અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ભગવતીસૂત્રના નામે પ્રસિદ્ધ પ્રસ્તુત વિયાદવMત્તિમુત્તના અસાધારણ મહિમા અને ગૌરવના સંબંધમાં આ જ ગ્રંથના પ્રથમ ભાગના પ્રકાશકીય નિવેદનમાં અમે ટૂંકમાં જણાવેલું છે, એટલે અહીં એની પુનરુક્તિ કરવાની જરૂર નથી. પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબે અથાગ પરિશ્રમ લઈને પ્રકાશિત કરેલા આગમગ્રંથો, આપણને સૌને અનેકવિધ દૃષ્ટિએ ઉપયોગી થયા છે. તે પછી પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રતશીલવારિધિ મુનિ ભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિઓની સાથે મેળવીને આગમોની વાચનાને શુદ્ધતમ કરવાની યોજનાના ફલસ્વરૂપ અમારી જૈન-આગમ–ગ્રંથમાળા શરૂ થઈ છે. જે પૂજ્યપાદ સાગરજી મહારાજના કાર્યની પૂર્તિરૂપે છે. - પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીના દેહાંત પછી અમારી ગ્રંથમાળાના ભગીરથ કાર્યની જવાબદારી, પૂજ્યપાદ સુખ્યાત વિદ્વદર મુનિ ભગવંત શ્રી જંબૂ વિજયજી મહારાજસાહેબે સ્વીકારીને અમને ચિંતામુક્ત કર્યા છે. આ હકીક્ત અમે અમારા અગાઉનાં પ્રકાશનોના પ્રકાશકીય નિવેદનમાં પણ જણાવી છે. તેઓશ્રીએ અતિ પરિશ્રમ લઈને માયાવાયુરં–આચારાંગસૂત્ર અને સૂથાઉં તુરં-સૂત્રકૃતાંગસૂત્રનું સંશોધન-સંપાદન કર્યું છે, જે અમારી ગ્રંથમાળાના ગ્રંથાંક બીજાના પહેલા અને બીજા ભાગરૂપે પ્રકાશિત થયેલ છે. આ બે આગમો જોતાં તેના સંપાદકજી મહારાજ સાહેબનાં પરિશ્રમ અને જ્ઞાનગાંભીર્ય આપણે સહજભાવે સમજી શકીએ છીએ. આથી જ અમારી ગ્રંથમાળાનું નિર્ધારિત કાર્ય તેઓશ્રી દ્વારા થશે જ, એ આત્મવિશ્વાસથી પ્રેરાઈને અમે પૂજ્યપાદ મુનિ ભગવંત શ્રી જંબૂવિજયજી મહારાજ સાહેબનો અંતઃકરણથી સવિશેષ ઉપકાર માનીએ છીએ. તેઓશ્રીએ સંશોધિત કરેલા arrivમુત્ત = સ્થાનાંગસૂત્રનું મુદ્રણ ચાલુ છે, અને સમવાયંભુરંસમવાયાંગસૂત્રનું સંશોધન તેઓ કરી રહ્યા છે. પ્રસ્તુત વિયાહપણુત્તિસુત્ત-ભગવતીસૂત્રના હવે પછી પ્રકાશિત થનાર ત્રીજા ભાગમાં છબીસમાં શતકથી ૪૧મા શતક પર્યંતના મૂળગ્રંથનું મુદ્રણ સંપૂર્ણ થયું છે અને હવે આ સમગ્ર ગ્રંથની વિસ્તૃત શબ્દસૂચિ અને ગ્રંથમાં આવતી વિવિધ સામગ્રીને લગતાં પરિશિષ્ટોનું શ્રમસાધ્ય કાર્ય ૫૦ શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક એકલે હાથે કરી રહ્યા છે, આથી તેમાં કેટલોક વિલંબ થવા સંભવ છે; છતાં એ ભાગ યથાશય ઓછા સમયમાં પ્રકાશિત થાય એવો પ્રયત્ન કરવામાં આવશે. આ પ્રમાણે અમારી આગમ પ્રકાશન યોજનામાં જણાવ્યા મુજબ, અમારી ગ્રંથમાળાના ગ્રંથો એક પછી એક પ્રકાશિત થઈ રહ્યા છે તેનો અમે સવિશેષ હર્ષ અનુભવીએ તે સ્વાભાવિક છે. આ ભગીરથ કાર્યને પાર પાડવાની શક્તિ અમને મળે એવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ. આ ગ્રંથના સંશોધક-સંપાદક પંડિતવર્ય શ્રી બેચરદાસભાઈ દોશીએ પોતાની પરિપક્વ વૃદ્ધાવસ્થામાં પણ, પૂજ્યપાદ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ પ્રત્યેની ભક્તિથી અને પોતાના અભ્યાસના મુખ્ય અંગભૂત ભગવતીસૂત્ર તરફના વિશિષ્ટ આદરભાવથી પ્રેરાઈને, અમને પ્રસ્તુત પ્રકાશનમાં જે સાથ આપ્યો છે તે બદલ તેમને હાદિક ધન્યવાદ આપવા સાથે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001019
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages679
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Philosophy, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy