SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન શ્રી ભગવતીસૂત્રના સંશોધક-સંપાદક પંડિતવર્ય શ્રી બેચરદાસભાઈ દોશી આગમસૂત્રો તેમ જ જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે, અને પૂજ્યપાદ શ્રી પુણ્યવિજ્યજી મહારાજ સાથે તેઓ ઘણું દાયકાઓથી ગાઢ અને ભક્તિભર્યો પરિચય ધરાવતા હતા તેથી જ, તેઓની આગમસૂત્રો સંબંધી વિદ્વત્તાથી પ્રેરાઈને, પૂજ્યપાદ શ્રી પુણ્યવિજ્યજી મહારાજે શ્રી ભગવતીસૂત્રના સંશોધનસંપાદનનું કાર્ય એમને સોંપ્યું હતું. વળી પંડિતજીએ આ પહેલાં પણ ભગવતીસૂત્રના સંશોધન અને ભાષાંતરનું કાર્ય કરેલ જ છે. એટલે તેઓ આ કાર્ય માટે અધિકારી વિદ્વાન છે. અમારી ગ્રંથમાળાના પ્રકાશનમાં આવો સાથ આપવા માટે અમે પંડિતવર્ય શ્રી બેચરદાસભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ ગ્રંથના પ્રથમ ભાગ માટે મળેલી સહાયતાને પુનિત પ્રસંગ, એ પૂજ્યપાદ શ્રી પુણ્યવિજયજી મહારાજની આગમસૂત્રોના સંશોધન-પ્રકાશન માટેની તીવ્ર ઝંખના અને ઉત્કટ ભક્તિની તેમ જ આ મહાન અને મોટી આર્થિક જવાબદારી માગી લેતા કાર્ય માટે વિદ્યાલયને પૂરતી આર્થિક સહાય મળી રહે એ માટેની સક્રિય ચિંતાની તથા પાંત્રીસ હજાર જેવી મોટી સહાય ઉદારતાપૂર્વક આપનાર મહાનુભાવોની પ્રભુશાસન, જિનવાણી તેમ જ પરમપૂજ્ય મહારાજશ્રી પ્રત્યેની ઊંડી ભક્તિની એક પ્રેરક કથા બની રહે એવો છે. આ વિગતવાર આભાર-નિવેદન આ ગ્રંથમાં અન્યત્ર આપેલ હોવાથી અહીં તો એનો આટલો સામાન્ય ઉલ્લેખ જ બસ છે. આ ગ્રંથને તૈયાર કરવા માટે પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ તથા પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાએ ઘણી જહેમત ઉઠાવી છે. સંપાદકીય નિવેદનનું અંગ્રેજી ભાષાંતર ડૉ. નગીનદાસ જે. શાહે કરી આપ્યું છે. પ્રફો તથા મેટરની મેળવણુ કરવામાં પંડિત શ્રી હરિશંકરભાઈ અંબારામ પંડ્યા તથા શ્રી નગીનદાસ કેવલદાસ શાહે ભાગી સહાય આપી છે. આ ગ્રંથનું સ્વચ્છ, સુઘડ અને સુંદર મુદ્રણ મુંબઈના સુપ્રસિદ્ધ મૌજ પ્રિન્ટિંગ બ્યુરોએ કરી આપ્યું છે. આ સૌ પ્રત્યે અમે અમારી કૃતજ્ઞતાની લાગણી દર્શાવીએ છીએ. આજ સુધીમાં અમે જણાવેલી સહાય ઉપરાંત, શ્રુત-શીલવારિધિ આગમપ્રભાકર પૂજ્યપાદ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબની સત્રેરણાથી અમારી જૈન-આગમ ગ્રંથમાળાના સંશોધન-સંપાદન-પ્રકાશન કાર્ય માટે જે જે સહાય મળી છે તે નીચે મુજબ છે – ૧. શેઠ શ્રી અમીચંદ પન્નાલાલ આદીશ્વર ટેમ્પલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી શ્રી ભગવતીસૂત્રના બીજા અને ત્રીજા ભાગના પ્રકાશન માટે રૂ. ૬૫,૮૩૦] અંકે પાંસઠહજાર આઠસોત્રીસ રૂપીયા તા. ૨૪-૮-૧૯૭૩ના રોજ મળેલ છે. ૨. શેઠ શ્રી શાંતિલાલ વર્ધમાન પેઢી (પાલેજ) તરફથી રૂ૦ ૧૫૦૧ અંકે એક હજાર પાંચસો એક રૂપીયા તા. ૨૭–૮–૧૯૭૩ના રોજ મળેલ છે. ૩. પૂજ્યપાદ યુગવીર આચાર્ય ભગવંત શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના પ્રધાન પટ્ટધર શિષ્ય આચાર્યદેવ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ સાહેબના દીર્ધતપસ્વી શિષ્યરત્ન મુનિવર શ્રી અનેકાન્તવિજયજી મહારાજ સાહેબે વિ. સં. ૨૦૨૬માં મુંબઈમાં ૭૧ દિવસના ઉપવાસ કરેલા અને તે તપના અંતે તેમનો દેહવિલય થયો. આ નિમિત્તે મુંબઈમાં ફંડ એકત્ર થયું હતું. તે સમયે એકત્ર થયેલ રકમનો આગમ પ્રકાશન કાર્યમાં ઉપયોગ કરવા માટે પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજે પ્રેરણા આપી હતી. તદનુસાર રૂ. ૪૦,૦૦૦ અંકે ચાલીસ હજાર રૂપીયા શ્રી ગોડીજી મહારાજ જૈન દેરાસર અને ધર્માદા ખાતાઓ તરફથી તા. ૧-૩-૧૯૭૪ના રોજ મળેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001018
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages548
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Philosophy, & agam_bhagwati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy