________________
૭૮ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું જાયું. તેથી “અરે ! હું માર્યો ગયો !” એમ બોલતો ઈંદ્ર જેના હાર વિગેરે આભૂષણો તુટી જતા હતા, તેમ વજાને માગે તેની પાછળ વેગથી દેડક્યો. ચમરેંદ્રને નિવાસ તેમજ પ્રભુનું વિહારસ્થાન અધભૂમિએ હવાથી આગળ ચમરે, તેની પછવાડે વજી અને તેની પાછળ શક્રઈંદ્ર પૂર્ણ વેગથી ચાલ્યા. ક્ષણવારમાં પ્રતિકાર કરનારની પાછળ હાથીની જેમ શકેંદ્ર તેમની નજીક આવી પુ; જેવામાં વા ચમરેંદ્રની નજીક આવી પૂગ્યું, તેવામાં તો તે ચમરેંદ્ર દાવાનળથી પીડિત હાથી જેમ નદી પાસે આવી પહોંચે તેમ પ્રતિમા ધરીને રહેલા પ્રભુની પાસે પહોંચી ગયે. અને “શરણ! શરણ !” એમ બેલતો અત્યંત લઘુ શરીર કરીને પ્રભુના બે ચરણની વચ્ચે કુંથુની જેમ ભરાઈ ગયો. તે વખતે વજી પ્રભુના ચરણકમળથી ચાર તસુ છેટુ રહ્યું હતું, એટલામાં તો સપને વાદી પકડે તેમ છે વજને મુષ્ટિથી પકડી લીધું. પછી પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને ઈંદ્ર અંજલિ જોડી ભક્તિથી ભરપૂર એવી વાવડે આ પ્રમાણે બોલ્યો-“હે નાથ ! આ ચમરેંદ્ર ઉદ્ધત થઈને મને ઉપદ્વવ કરવા માટે તમારા ચરણકમળના પ્રભાવથી મારા દેવલોક સુધી આવ્યો હતો. તે મારા જાણવામાં આવ્યું નહતું, તેથી અજ્ઞાનવડે મેં આ વજી તેના પર મૂક્યું હતું. ત્યારપછી અવધિજ્ઞાનવડે તેને તમારા ચરણકમળમાં લીન થયેલો મેં જાણ્યો છે, માટે મારા તે અપરાધને ક્ષમા કરજે.” આ પ્રમાણે કહી શકે કે ઈશાન કુણમાં જઈ પોતાને રેષ ઉતારવાને પિતાનો વામચરણ પૃથ્વી પર ત્રણવાર પછાડ્યો. પછી ચમરેંદ્રને કહ્યું કે-“હે અમર ! તું વિશ્વને અભય આપનાર શ્રી વીરપ્રભુને શરણે આવ્યો તે તે બહુ સારું કર્યું. કારણ કે તે સર્વ ગુરૂઓને પણ ગુરૂ છે. હવે મેં વૈર તજી દઈને તને છોડી દીધો છે, માટે તું ખુશીથી પાછો ચમચંચા નગરીમાં જઈને તારી સમૃદ્ધિના સુખનો ભોક્તા થા.” આવી રીતે ચમરને આશ્વાસન આપી ફરીવાર પ્રભુને નમસ્કાર કરીને ઈદ્ર પિતાને સ્થાનકે ગયા.
પછી સુર્યાસ્ત થતાં ગુહામાંથી જેમ ઘુવડ નીકળે તેમ ચમરે પ્રભુના બે ચરણના અંતરમાંથી બહાર નીકળે; અને પ્રભુને નમી અંજલિ જેડીને બોલ્યો કે-“સર્વ જીવોના જીવન ઔષધરૂપ હે પ્રભુ! તમે મને જીવિતના આપનાર છે. તમારા ચરણને શરણે આવતાં અનેક દુઃખના સ્થાનરૂપ આ સંસારથી પણ મુક્ત થવાય છે, તો વજથી મુક્ત થવું તે તે કેણ માત્ર છે? હે નાથ ! મેં અજ્ઞતાથી પૂર્વ ભવમાં બાળતપ કર્યું હતું, તેથી તેનું આ અજ્ઞાન સહિત અસુરેંદ્રપણારૂપ ફળ મને પ્રાપ્ત થયું છે. મેં અજ્ઞાનથી આ સર્વ પ્રયત્ન મારા આત્માને અનર્થકારી જ કર્યો હતો, પણ છેવટે તમારે શરણે આવ્યો તે સારું કર્યું. જે પૂર્વ ભવે મેં તમારું શરણ લીધું હતું તે હું અમ્યુરેંદ્રપણું કે અહમિંદ્રપણું પ્રાપ્ત કરત. અથવા હે નાથ ! મારે ઇંદ્રપણુની હવે શી જરૂર છે? કેમકે હમણું તો ત્રણ જગતના પતિ એવા તમે મને નાથપણે પ્રાપ્ત થયા, તેથી મને બધું પ્રાપ્ત થયું છે.” આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક કહી પ્રભુને નમીને ચમરેંદ્ર ચમચંચા નગરીમાં આવ્યો. ત્યાં પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org