________________
૭૦ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું આ પ્રમાણે તે એક રાત્રિમાં કાયોત્સર્ગે રહેલા પ્રભુની ઉપર તે અધમ દેવ સંગમે વશ મોટા ઉપસર્ગો કર્યા. પ્રાતઃકાળે તેણે વિચાર્યું કે, “અહો ! આ મહાશય મર્યાદાથી સમુદ્રની જેમ ધ્યાનથી જરા પણ ચળિત થયા નહીં. તો હવે પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઈને શું હું પાછે સ્વર્ગમાં જાઉં? પણ તેમ તે શી રીતે જવાય! માટે ચિરકાળ સુધી અહીં રહી આ મુનિને અનેક ઉપસર્ગો કરીને કોઈ રીતે ક્ષોભ પમાડું.”
પ્રાત:કાળે સૂર્યના કિરણોથી વ્યાપ્ત એવો માર્ગ થતાં પ્રભુ યુગમાત્ર દૃષ્ટિ આપતાં વાલુક નામના ગ્રામ તરફ ચાલ્યા, માર્ગમાં તે અધમ સંગમે પાંચસો ચેર અને વેલના સાગર જેવી ઘણી રેતી વિમુવી. તે પાંચસો ચોર “માતુલ! માતુલ!” એમ ઉંચે સ્વરે કહી પ્રભુને તેવી રીતે આલિંગન દેતા વળગી પડ્યા કે જેથી પર્વત હોય તો તે પણ ફુટી જાય. તેનાથી ક્ષોભ પામ્યા સિવાય સમતારસના સાગર પ્રભુ રેતીમાં જાનુ સુધી પગ ખુંચાડતા ખુંચાડતા વાલુકા ગ્રામે આવ્યા. એવી રીતે સ્વભાવથી દૂર બુદ્ધિવાળો તે દેવ નગરમાં, ગામમાં, વનમાં કે પ્રભુ જ્યાં જાય ત્યાં તેમની પછવાડે જઈને અનેક પ્રકારનાં ઉપસર્ગો કરતો હતો. આ પ્રમાણે ઉપસર્ગ કરતાં કરતાં તે સંગમ દેવને છ માસ વીતી ગયા. અન્યદા પ્રભુ વિહાર કરતા કરતા કોઈ ગોકુળમાં આવ્યા. તે સમયે ત્યાં ગોકુળમાં ઉત્સવ ચાલતો હતો. પ્રભુએ છ માસ સુધી ઉપવાસ કર્યા હતા, તેથી આ વખતે પારણું કરવા સારૂં ગોકુળમાં ભિક્ષા માટે ગયા; પરંતુ જે જે ઘરમાં સ્વામી ભિક્ષા માટે જાય ત્યાં ત્યાં તે અધમ દેવ આહારને દૂષિત કરી નાખવા લાગ્યો. પ્રભુએ ઉપયોગ આપીને જોયું તો તે અધમ દેવ નિવૃત્ત થયો નથી એવું જાણી પ્રભુ પાછા ગોકુળની બહાર આવી પ્રતિમા ધરીને રહ્યા. તે દેવતાએ અવધિજ્ઞાનથી જોયું કે “હજુ આ મુનિના પરિણામ ભગ્ન થયા છે કે નહીં?' તો તેને જાણવામાં આવ્યું કે, “હજુ પણ તે ક્ષોભ પામ્યા નથી. એટલે તેણે વિચાર્યું કે, “છ માસ સુધી હમેશાં ઉપસર્ગો કર્યા, તેપણ સમુદ્રના જળથી સૌગિરિની જેમ આ મુનિ કંપ્યા નહીં; અને હજુ લાંબા વખત સુધી ઉપદ્રવ કરૂં તો પણ તે ધ્યાનથી ચલિત થશે નહીં, તેથી પર્વતને ભેદવામાં હાથી નિષ્ફળ થાય તેમ આમાં મારો પ્રયાસ તદન વૃથા થયે. હા! મારી દુબુદ્ધિથી ઠગાઈને સ્વર્ગના વિલાસનું સુખ છેડી શાપથી ભ્રષ્ટ થયેલાની જેમ હું આટલે બધે આ પૃથ્વી પર ભમે.” આ પ્રમાણે વિચાર કરીને તે દેવ પ્રભુને નમી અંજલિ જોડી લજજા પામી પ્લાન મુખે આ પ્રમાણે છે કે, “હે સ્વામિનૂ! શકઈઢે સુધર્મા સભામાં જેવી તમારી પ્રશંસા કરી હતી, તેવાજ તમે છો. તેના વચન પર શ્રદ્ધા નહીં કરીને મેં તમને ઘણા ઉપદ્રવ કર્યા, તથાપિ તમે સત્ય પ્રતિજ્ઞ છો અને હું બ્રણપ્રતિજ્ઞ થયો છું. મેં આ સારું કાર્ય કર્યું નથી, માટે હે ક્ષમાનિધિ ! તમે મારો તે અપરાધ ક્ષમા કરો. હવે ઉપસર્ગ કરવા. છોડી દઈને ખેદ પામતો હું દેવલોકમાં જાઉં છું. તમે પણ નિઃશંક થઈને ગામ, આગર અને પુર વિગેરેમાં સુખે વિહાર કરે. હવે તમે આ ગામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org