________________
સર્ગ ૩ જો] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષને વિહાર
ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિક નામના ગામે ગયા, ત્યાં ગામની બહાર રહેલા હરિદ્ર વૃક્ષની નીચે પ્રતિમા ધરીને રહ્યા. તે વખતે પત્રની છાયારૂપ છત્રવાળા તેજ વૃક્ષની નીચે શ્રાવસ્તી નગરીએ જતે કઈ માટે સાથે ઉતર્યો. વાઘથી ભય પામેલાંની જેમ તે સાથે ટાઢથી ભય પામીને ત્યાં રાત્રે અગ્નિને પ્રજવલિત કર્યો. પછી પ્રાતઃકાળે ઉઠીને સાથે ચાલતો થયે; પણ પ્રમાદથી તે અગ્નિને બુઝાવ્યો નહીં. તેથી તે અગ્નિ વ્યાધિની જેમ પ્રસરતો પ્રસરતે સમુદ્રમાં વડવાનલની જેમ મહાવીર પ્રભુની પાસે આવ્યો. તે વખતે “ભગવાન ! આ અગ્નિ નજીક આવ્યો માટે અહીંથી નાશી જાઓ.” એમ બોલતો ગોશાળો તરત કાકપક્ષીની જેમ બીજે નાશી ગયો. પ્રભુએ તેનું વચન સાંભળ્યું હતું પણું કર્મરૂપ ઇધનને બાળવાને માટે ધ્યાનરૂપ અગ્નિની જેમ તે અગ્નિને પણ માનતા ત્યાં સ્થિર થઈને ઊભા રહ્યા.
હેમંતના તુષાર (ઝાકળ)થી કમળના બે કેશની જેમ તે અગ્નિથી પ્રભુના ચરણ શ્યામ થઈ ગયા. અગ્નિ શાંત થયા પછી પ્રભુ ગોશાળા સહિત લાંગલ નામના ગામે ગયા. ત્યાં વાસુદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામના બાળકે ત્યાં કીડા કરતા હતા, તેઓને ગોશાળ પ્રેતની જેમ વિકૃતરૂપ કરીને ચોતરફથી બીવરાવવા લાગ્યો. તેના ભયથી કેઈના વસ્ત્રો પડી ગયા, કોઈની નાસિકાઓ કુટી, કેઈ ચાલતા ચાલતા પડી ગયા. તેવી રીતે સર્વ બાળકો ગામ તરફ નાશી ગયા; એટલે તે બાળકોના પિતાઓ ત્યાં આવ્યા, અને ગોશાળાને વિકૃત રૂપધારી જેઈને “અરે અમારા બાળકોને કેમ બીવરાવે છે?' એમ કહી તેઓ તેને પુષ્કળ માર મારવા લાગ્યા. તે વખતે ગામના વૃદ્ધો ત્યાં આવ્યા, તેઓ પ્રભુને જોઈને બોલ્યા કે-“અરે! મુખેં! એને છોડી દે, એ તે આ દેવાયને સેવક હોય એમ જણાય છે,” તેઓએ વૃદ્ધોના કહેવાથી તેને છોડી મૂકયો, એટલે ગોશાળે પ્રભુને કહ્યું કે
સ્વામી! અન્ય જન મને મારે છે, તે પણ તમે અદ્યાપિ મારી ઉપેક્ષા કેમ કરે છે? તમે તે વાની જેવા નિષ્ફર જણાએ છો' સિદ્ધાથે કહ્યું કે, “તું જે માર ખાય છે, તે વ્યાધિની જેમ અંગમાંથી ઉઠેલા તારા સ્વભાવથી જ ખાય છે.” પછી કાર્યોત્સર્ગ પારી ત્યાંથી વિહાર કરીને પ્રભુ આવર્ત નામના ગામે આવ્યા. ત્યાં બળદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ગોશાળે ત્યાં પણ પ્રથમની જેમ ગામના બાળકોને બીવરાવવા લાગ્યો. તે બાળકોના પિતાએ ત્યાં આવીને દુર્મદ સાંઢીઆની જેમ તેને કુટી નાખે. તેમના ગયા પછી ફરીવાર પણ તે બાળકને બીવરાવવા લાગ્યો. “પ્રાણીઓથી પ્રાણુત સુધી પણ પ્રકૃતિ છોડાતી નથી.” કેધ પામી તે બાળકોના પિતાએ ત્યાં આવી પરસ્પર કહેવા લાગ્યા કે, “આ બીચારા બળકુટકને મારે તે કાંઈ ઠીક નહીં, તેના સ્વામીને જ મારે, કારણ કે તે તેને નિષેધ કેમ કરતા નથી. સેવકો અપરાધ કરે તે તેના સ્વામીને દંડ કરે, એવી મર્યાદા છે.” પછી અપરાધ છતાં શ્વાનની જેમ ગોશાળાને છેડી દઈને તે દુબુદ્ધિએ દંડ ઉગામતા વીરપ્રભુની પાસે આવ્યા. તેવામાં ત્યાં રહેલો અહંતો ભક્ત કે વ્યંતર કોધથી બળદેવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org