SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ ] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષને વિહાર [૪૧ ઘેર તેના ઉપયોગ વગર તેને પાળવા તે પણ મુશ્કેલ છે. હવે મારે શું કરવું? મૂર્ખ સાથેના નેહથી હું સંકટમાં પડી ગયો છું.” આ વિચાર કરીને તે દયાળુ જિનદાસ શેઠ તે બંને વૃષભનું પ્રાસુક ઘાસ અને પાણીથી પિષણ કરવા લાગ્યા. અષ્ટમી કે ચતુર્દશી આવે ત્યારે તે શેઠ ઉપવાસ કરી પૌષધ વ્રત લઈને તે બળદ સાંભળે તેમ ધર્મ સંબંધી પુસ્તક વાંચતા હતા. એ પ્રમાણે હમેશાં ધર્મ સાંભળવાથી તેઓ ભદ્રિકભાવી થયા. પછી જે દિવસે શેઠ ભજન કરે નહીં તે દિવસે તેઓ પણ ઘાસ પાણી વાપરે નહીં. તે દિવસે તેમને ઘાસ વિગેરે નીરે પણ જ્યારે તેઓ ખાય નહી ત્યારે શેઠે વિચાર્યું કે, “મેં આટલા વખત સુધી તો માત્ર દયાને લીધે આ બળદને પિષ્યા પણ હવે તો આ મારા સાધમી બંધુ છે, એવી બુદ્ધિથી મારે તેમનું પિષણ કરવું જોઈએ. આ પ્રમાણે વિચારીને શેઠ પ્રતિદિન તેમનું વિશેષ વિશેષ બહુમાન કરવા લાગ્યા. કારણ કે પછી શેઠની બુદ્ધિમાં તે પશુતરીકે નહેતા. અન્યદા ભંડીરવણ નામના યક્ષનો યાત્સવ આવ્યો. એટલે તે દિવસે ગામના યુવાન બાળકોએ વાહનોની વહનક્રીડા કરવા માંડી. તે ગામમાં જિનદાસને એક કૌતુકી મિત્ર હતા, તે ઍદિને પૂછયા વગર તે દિવસે તે બંને વૃષભને પિતાને વાહને જોડવા લઈ ગયો. “જ્યાં સ્નેહ હોય છે ત્યાં જુદાઈ ન હોવાથી પૂછવાની જરૂર રહેતી નથી, જે તેનું હોય તે પિતાનું મનાય છે.” કુકડાનાં ઈંડાં જેવા વેત, જાણે જેડલેજ જન્મ્યા હોય તેમ એક સરખા, દડાની જેવા વર્તુલ અંગવાળા, ચામર જેવાં પુછવાળા, જાણે ઉંચે ચડતા હોય તેમ ઉછળતા, અને વાયુના પુત્ર હોય તેવા વેગવાળા, તે બંને બળદને તે શેઠના મિત્રે પોતાની ગાડીમાં જોડવા. તેમની સુકુમારતા જાણયા વગર એ નિર્દય મિત્ર લોકોને આશ્ચર્ય પમાડવાને માટે ચાબુક અને પરણની આરથી મારી મારીને તેમને હાંકવા લાગ્યો. અનુપમ વેગવાળા તે વૃષભવડે તેણે વાહનકીડા પણ કરનારા બધા નગરજનેને એક ક્ષણમાં જીતી લીધા. આરથી પડેલા છીદ્રામાંથી નીકળતા રૂધિરવડે જેમના અંગ આદ્ધ થઈ ગયા છે અને જેઓના સાંધાઓ તુટી ગયા છે એવા વૃષભેને કામ પતી જવાથી તે મિત્ર શેઠને ઘેર પાછા બાંધી આ. ભોજનને અવસર થતાં શેઠ હાથમાં જવનો પુ લઈ પુત્રની જેમ તે વૃષભેની પાસે આવ્યા. ત્યાં તો તે વૃષભેના મુખ પહોળાં રહી ગયા હતા, નેત્રમાંથી અશ્રુ પડતા હતા, શ્વાસ ચડ્યો હતો, અસહ્ય દુઃખી જણાતા હતા, કંપાર છુટતો હતો અને આવડે પડેલા છીદ્રોમાંથી રૂધિરની ધારાઓ નીકળતી હતી. તેમની આવી સ્થિતિ જોઈને શેઠ બોલ્યા કે, આ બળદ કે જે મને પ્રાણથી પણ વહાલા છે, તેઓને પૂછયા વગર લઈ જઈને કયા પાપીએ આવી દશાને પમાડયા?? પછી પરિજને આવીને શેઠને તેમના મિત્રની વાર્તા કહી, એટલે પિતાના સહોદરને વિપત્તિ આવવાથી થાય તેમ તેમને ઘણે ખેદ થયો. એ વૃષને પણ અનશન કરવાની ઈચ્છા થયેલી હોવાથી તેઓએ શેઠે આપેલા ઘાસ કે પાણી જરા સુયા પણ નહીં. પણ શેઠે પૌષ્ટિક અન્નથી ભરપૂર એક થાળ લાવીને તેની D - 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy