________________
4. ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું જન્મ કૃતાર્થ થયેલ છે એવા મારૂં પછી કદી તરતમાં જ મૃત્યુ થાય તે પણ તેથી મને ખેદ નહીં થાય.” આ પ્રમાણે વિચારીને એ મુદદેવ કોધથી ભયંકર નેત્ર કરતે વીરપ્રભુની પાસે આવ્યું અને આકાશમાં રહીને તેણે માટે કિલકિલાર કર્યો. પછી બે કે - અરે ! તું કયાં જાય છે?” એમ કહી પ્રલયકાળના દાવાનળ જે ભયંકર સંવતક જાતિનો મહાવાયુ તેણે વિદુર્યો. તેનાથી વૃક્ષો પડી ગયા, પર્વતે કંપાયમાન થયા અને જેના ઉમિ આકાશ પર્યત ઉડી રહ્યા છે એવું ગંગાનું જળ ઉછળવા લાગ્યું. ઉંચે ઉછળતા અને પાછા બેસી જતા ગંગાના તરંગથી ગજેકે ઉપાડેલા કે વૃક્ષની જેમ તે નાવ ઉંચે નીચે હાલકલોલક થવા લાગ્યું. તેને કુવાસ્તંભ ભાંગી ગયે, સઢ ફાટી ગયે અને નાવને આત્મા હોય તેવો કર્ણધાર ભયભીત થઈ ગયે. નાવમાં બેઠેલા સર્વજને જાણે યમરાજની જિહા આગળ આવ્યા હોય તેમ મરણેન્મુખ થઈને વ્યાકુળપણે પિતા પોતાના ઈષ્ટદેવને સંભારવા લાગ્યા. તે વખતે કંબળ ને સંબળ નામના બે દેવે આવીને તે ઉપસર્ગનું નિવારણ કર્યું. તેના પૂર્વ ભવને વૃત્તાંત આ પ્રમાણે–
મથુરાપુરીમાં જિનદાસ નામે એક વણિક રહેતું હતું, તે શ્રાવક ધર્મ પાળતે હતો. તેને સાબુદાસી નામે સ્ત્રી હતી. તે બંને દંપતીએ પરિગ્રહનું પ્રમાણ કરતાં ઢોર રાખવાના પચ્ચખાણ લીધા હતા, તેથી હમેશાં તેઓ આહીર લેકની સ્ત્રીઓ પાસેથી દહીં દુધ વિગેરે લેતા હતા. એક વખતે કઈ આહીરની સ્ત્રી ઉત્તમ દહીં લાવી, તે ખરીદ કરી પ્રસન્ન થઈને સાધુદાસીએ તેને કહ્યું કે, “તારે જે દુધ દહીં વિગેરે થાય તે તું વેચવા જઈશ નહીં, અહિંજ લાવજે, અમે તે લેશું અને તેનું તારી ઈચ્છા પ્રમાણે મૂલ્ય આપશું. ત્યારથી તે આહિરી પણ ખુશી થઈને હમેશાં તેમજ કરતી અને સાધુદાસી પણ તેને વસ્ત્ર વિગેરે વસ્તુ આપીને ખુશી કરતી. તેમ કરતાં તે તે બંનેને સગી બેનેની જેવો સ્નેહ થયો. એક વખતે તે આહીરની સ્ત્રીને ઘેર વિવાહનો પ્રસંગ આવ્યું. એટલે તેણીએ તે પ્રસંગે આ શેઠ શેઠાણીને નિમંત્રણ કર્યું. ત્યારે તેમણે કહ્યું કે, “ભદ્ર! અમે વણિક છીએ તેથી તારે ઘેર આવી શકીશું નહીં, પણ તારે વિવાહને યોગ્ય જે વસ્તુ જોઈએ તે સર્વ અમારે ઘેરથી લઇ જજે.” એમ કહીને તેમણે વસ્ત્ર, ધાન્ય, અલંકાર વિગેરે તેણીને આપ્યા. તેમની આપેલી વસ્તુઓથી તેને વિવાહાત્સવ ઘણે સુંદર છે. જે તેના સગા વાળ લેકેમાં તેની શોભાનું કારણું થઈ પડયો. તેથી તે ગેવાળ અને ગોવાળણી પ્રસન્ન થઈને ત્રણ વર્ષની વયના તેમજ શોભીતા કંબલ અને સંબલ નામના બે બળદ શેઠને દેવા માટે લાવ્યા. શેઠે તે ગ્રહણ કર્યા નહીં, તો પણ તેઓ બળાત્કારે તેને દ્વારે બાંધીને ચાલ્યા ગયા. ગેવાળોને સ્નેહ એજ હોય છે. જિનદાસે વિચાર્યું કે “હવે જે હું આ બે વૃષભાને છેડી મૂકીશ તો બીજા સાધારણ પુરૂષ તેને હળ વિગેરેમાં જોડશે ને દુઃખી કરશે અને મારે
૧ નાવને ચલાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org