________________
૩૬] :
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું પછી અચ્છેદક એકાંતે શ્રી વીરપ્રભુ પાસે જઈ દીનપણે નમીને બેલ્યો કે “હે ભગવન! આપ અહિંથી બીજે પધારે. કેમ કે જે પૂજ્ય હોય છે તે તે બધે પૂજાય છે. હું તે માત્ર અહિંજ જાણીતું છું, બીજે તે મારું નામ પણ કઈ જાણતું નથી! “શૂગાળનું શૌય તેની ગુફામાં જ હોય છે, બહાર હેતું નથી. ” હે નાથ! મેં તમારો અજાણે પણ જે અવિનય કર્યો તેનું ફળ મને હમણાં જ પ્રાપ્ત થયેલું છે, માટે હવે તમે મારા ઉપર કૃપા કરો.” આવાં તેનાં વચન સાંભળીને અપ્રીતિવાળા સ્થાનને પરિહાર કરવાના અભિગ્રહવાળા પ્રભુ ત્યાંથી ઉત્તરે ચાવાળ નામના સન્નિવેશ તરફ ચાલ્યા.
દક્ષિણે અને ઉત્તરે એમ ચાવાલા નામના બે ગામ હતા અને તેની વચમાં સુવર્ણવાળુકા તથા રૂપવાળુકા નામે બે નદીઓ હતી. પ્રભુ દક્ષિણ બાજુના ચાવાલ ગામથી ઉત્તર બાજુના ચાવાલ ગામ તરફ જતા હતા, ત્યાં સુવર્ણવાળુકાના તટ ઉપર તેમનું અર્ધ દેવદૂષ્ય વસ્ત્ર કાંટા સાથે ભરાઈ રહ્યું. થોડે ચાલ્યા પછી પ્રભુએ વિચાર્યું કે, “આ વસ્ત્ર અયોગ્ય સ્થંડિલ ભૂમિએ ભ્રષ્ટ ન થાઓ.” એમ વિચારી જરા પાછું જે પ્રભુ આગળ ચાલતા થયા.
હવે પેલો બ્રાહ્મણ જે પ્રભુની પાછળ ફરતો હતો, તે તેર માસે આ અર્ધ વસ્ત્ર લઈ પ્રભુને વાંદીને પિતાના ગામ તરફ ચાલ્યું. હર્ષિત ચિત્તે પિતાને ગામે પહોંચી તે અર્ધ વસ લઈને પિલા વણકરની પાસે ગયો અને તેને તે વસ્ત્ર આપ્યું. તુણનારે તેના બે ખંડને ન જણાય તેવાં સાંધી લીધા. પછી તે વેચતાં તેને એક લાખ દીનાર ઉપજ્યા. તે બંને જણાએ બંધુની જેમ અર્ધ અર્ધ વેંચી લીધા. '
અહિં ભગવાન વીરપ્રભુ પવનની જેમ અખલિતપણે વિહાર કરતા શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગોવાળોના પુત્રોએ કહ્યું કે, “હે દેવાય! આ માર્ગ તાલીએ પાંશરો જાય છે, તેની વચમાં કનકબળ નામે તાપસેને આશ્રમ આવે છે, ત્યાં હમણુ એક દષ્ટિવિષ સ૫ રહે છે, જેથી ત્યાં પક્ષીઓને પણ સંચાર નથી, માત્ર વાયુનેજ સંચાર છે. માટે એ સરળ માર્ગ છેડી દઈ બીજા આ વક્ર માર્ગે ચાલે, કેમકે જેનાથી કાન ત્રુટી જાય તેવું સુવર્ણનું કર્ણાભૂષણ પણ શા કામનું?” પ્રભુએ જ્ઞાનવડે તે સપને ઓળખે.
એ સર્ષ પૂર્વ જન્મમાં તપસ્વી સાધુ હતે, એક વખતે તે પારણાને માટે ઉપાશ્રયથી બહાર ગયે. માર્ગમાં તેના પગ નીચે એક દેડકી કચરાઈ ગઈ. તે જોઈને તેની આલોચના કરવા માટે એક ક્ષુલ્લકે તેને દેડકી બતાવી, તે જોઈ ઉલટ તે લેકેએ મારી નાખેલી બીજી દેડકીઓ બતાવવા લાગ્યો અને બોલ્યા કે-“અરે ક્ષુલ્લક! શું આ દેડકીઓ પણ મેં મારી નાંખી?” તે સાંભળી ક્ષુલ્લક મૌન ધરી રહ્યા. શુદ્ધિબુદ્ધિએ તેણે વિચાર્યું કે, “આ મહાનુભાવ છે, તેથી સાયંકાળે તેની આલોચના કરશે. પછી આવશ્યક (પ્રતિક્રમણ) કરતાં પણ
જ્યારે તેની આચના કર્યા વગર તે સાધુ બેસી ગયા, ત્યારે ક્ષુલ્લકે ચિંતવ્યું કે, “એ દેડકાની વિરાધના ભુલી ગયા હશે, તેથી તેણે સંભારી આપ્યું કે, “આર્ય! કેમ તમે પેલી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org