________________
સર્ગ ૩ ] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષના વિહાર [૩૫ નાખી, તૃણને છેદતાં તેને આવી રીતે દુઃખી થયેલો જોઈને બધા લકે તેને હસવા લાગ્યા. તેથી મૂઢ બુદ્ધિવાળે અચ્છેદક ઉમરની જેમ ત્યાંથી બીજે ચાલ્યો ગયો. પછી સિદ્ધાર્થે ગ્રામ્ય જનને કહ્યું કે, આ અચ્છેદક ચેર છે.” ત્યારે લેકેએ પૂછયું “સ્વામી! તેણે શું અને કેનું ચાયું છે?” સિદ્ધાર્થે કહ્યું “આ ગામમાં એક વરઘોષ નામે સેવક છે.” તે સાંભળતાં જ વીરઘાણે ઊભા થઈને પ્રણામ કર્યો. કહ્યું કે, “શું આજ્ઞા છે?” એટલે ફરીવાર સિદ્ધાર્થ – પૂર્વે દશપળ પ્રમાણનું એક પાત્ર તારા ઘરમાંથી ખેવાયું છે?” વીરાજે કહ્યું, હા. પછી સિદ્ધાર્થ બેલ્યો કે, “તે પાત્ર આ પાખંડી અછંદકે હરી લીધું છે, તેની ખાત્રી કરી જે. તારા ઘરની પાછળ પૂર્વ દિશામાં સરગવાનું વૃક્ષ છે, તેની નીચે એક હાથ છેદીને દાટેલું છે, માટે જા, તે લઈ લે.” વરઘોષ ઉત્કંઠિત થઈ તે લેવાને માટે પિતાને ઘેર ગયો અને જે ઠેકાણે કહ્યું હતું તે ઠેકાણેથી તે લઈને પાછા આવ્યા. તે જોઈ કોલાહલ કરી રહેલા ગામના લોકોને સિદ્ધાર્થે પુનઃ કહ્યું, “સાંભળો, અહિં કેઈ ઈદ્રશર્મા નામે ગૃહસ્થ છે?” લોકોએ હા પાડી, ત્યાં તે ઇંદ્રશર્મા આવીને હાજર થયા અને અંજલિ જોડીને બોલ્યો કે, “ઈદ્રશમાં હું. શી આજ્ઞા છે?” સિદ્ધાર્થે કહ્યું, “ભદ્ર! પ્રથમ તારે એક મેં એવા છે?' ઇદ્રશમ વિસ્મય પામીને બોલ્યો-હા. સિદ્ધાર્થ બે- તે મેંઢાને આ અચ્છેદક ભિક્ષુક મારીને ખાઈ ગયો છે અને તેના અસ્થિ બોરડીના વૃક્ષની દક્ષિણ બાજુએ દાટી દીધા છે.” લેકેએ કૌતુકથી ત્યાં જઈ તેના અસ્થિ જેયા, અને “ત્યાં છે” એમ આવીને તેઓએ કહ્યું. સિદ્ધાર્થ બોલ્યો-“તે પાખંડીનું એક ત્રીજુ પણ દુશ્ચરિત છે, પણ હવે હું તે કહીશ નહી.” ગામના લેકે આગ્રહથી વારંવાર બેલ્યા કે, “ભગવદ્ ! પ્રસન્ન થાઓ, અને તે અમને થોડું પણ કહે. તમારી કહેલી અર્ધ કથા પણ ઘણી રમણીક લાગશે.” સિદ્ધાર્થ કે, “તો તે કહીશ જ નહિ, પણ જે તમારે કુતુહલ હોય તે તે અચ્છેદકને ઘેર જઈ તેની સ્ત્રીને પૂછે, તે કહેશે.” એટલે લોકે તેને ઘેર ગયા. હવે તે દિવસે તેણે પિતાની સ્ત્રીને મારેલી હતી, તેથી તે રાષવતી થઈ નેત્રમાં અશ્વ લાવી આ પ્રમાણે ચિંતવતી હતી કે, “આ દુરાશય પતિ અચ્છદકની આંગળીઓ છેદાણી અને બધા લોકોએ તેને તિરસ્કાર કર્યો તે બહુ સારું થયું, હવે જે લોકો હમણું મારી પાસે આવે તે હું તેનું સર્વ દુશ્ચરિત ખુલ્લુ કરી દઉં, કે જેથી એ પાપી મને મારવાનું ફળ પૂરેપૂરું મેળવે. તેવામાં તે ગામના લોકો ત્યાં આવ્યા, અને તેઓએ તે સ્ત્રીને અચ્છેદકના દુરિત વિષે પૂછયું, એટલે તે બોલી કે, “એ પાપીનું નામ પણ કેણુ લે, એ દુષ્ટ કર્મચાંડાળ પોતાની બેનની સાથે વિષયસુખ ભેગવે છે અને કદિ પણ મારી ઈરછા કરતા નથી.” આ વાત સાંભળી કળકળાટ કરતા ગામના લોકો અચ્છદકની નિંદા કરતા કરતા પિતાપિતાને ઘેર ચાલ્યા ગયા. પછી એ ભિક્ષુક સર્વ કેકાણે “પાપી, પાપી” એમ કહેવાત તિરસ્કાર પામ્ય અને કઈ કેકાણેથી તેને ભિક્ષા પણ મળી નહીં. પ્રતિષ્ઠા રહિત પુરુષને ધિક્કાર છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org