________________
[૧૩
સગ ૧ ] શ્રી મહાવીર સ્વામીના પૂર્વભવનું વર્ણન એવી રીતે મૂળથીજ નિષ્કલંક એવા સાધુપણાને આચરીને આયુષ્યને અંતે તેમણે આ પ્રમાણે આરાધના કરી.
કાળ અને વિનય વિગેરે જે આઠ પ્રકારને જ્ઞાનાચાર કહે છે, તેમાં મને જે કોઈ પણ અતિચાર લાગે છે તે તેને મન, વચન, કાયાથી હું નિંદુ છું. નિઃશંકિત વિગેરે જે આઠ પ્રકારને દશનાચાર કહ્યો છે, તેમાં જે કોઈ પણ અતિચાર થયો હોય તે તેને હું મન, વચન, કાયાએ કરી સરાવું છું. લેભથી કે મોહથી મેં પ્રાણુઓની સૂક્ષમ કે બાદર જે હિંસા કરી હોય તેને મન, વચન, કાયાથી સરાવું છું. હાસ્ય, ભય, ધ અને લાભ વિગેરથી મેં જે મૃષા ભાષણ કર્યું હોય તે સર્વ નિંદુ છું અને તેનું પ્રાયશ્ચિત્ત આચરૂં છું. રાગ દ્વેષથી ડું કે ઘણું જે કાંઈ અદત્ત પદ્રવ્ય લીધું હોય તે સર્વને સરાવું છું. પૂર્વે મેં તિર્યંચ સંબંધી, મનુષ્ય સંબંધી કે દેવ સંબંધી મિથુન મનથી, વચનથી કે કાયાથી સેવ્યું હોય તે ત્રિવિધ ત્રિવિધ સરાવું છું. તેમના દોષથી ધન ધાન્ય અને પશુ વિગેરે બહુ પ્રકારને પરિગ્રહ મેં પૂર્વે ધારણ કર્યો હોય તેને મન, વચન, કાયાથી સરાવું છું. પુત્ર, સ્ત્રી, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ અને બીજા જે કઈ પદાર્થમાં મને મમતા રહેલી હોય તે સવને હું વિસરાવું છું. ઇંદ્રિયથી પરભવ પામીને મેં રાત્રે ચતુર્વિધ આહાર કર્યો હોય તેને પણ હું મન, વચન અને કાયાથી નિંદુ છું. કેધ, લાભ, રાગ, દ્વેષ, કલહ, પિશુનતા, પરનિંદા. અભ્યાખ્યાનર અને બીજું જે કાંઈ ચારિત્રાચાર વિષે દુષ્ટ આચરણ કર્યું હોય તેને હું મન, વચન, કાયાથી સરાવું છું. બાહ્ય કે અત્યંતર તપસ્યા કરતાં મને મન, વચન, કાયાથી જે અતિચાર લાગ્યો હોય તેને હું મન, વચન, કાયાએ બિંદુ છું. ધર્મના અનુષ્ઠાનમાં મેં જે કાંઈ વીર્ય ગોપડ્યું હોય તે વીર્યાચારના અતિચારને પણ હું મન, વચન, કાયાએ કરી નિંદુ છું. મેં કોઈને માર્યો હેય, દુષ્ટ વચન કહ્યાં હેય, કોઈનું કાંઈ હરી લીધું હોય અથવા કાંઈ અપકાર કર્યો હોય તે તે સર્વે મારા૫ર ક્ષમા કરજે. જે કઈ મારા મિત્ર કે શત્રુ, સ્વજન કે પરજન હોય તે સર્વ મને ક્ષમા કરજે, હું હવે સર્વેમાં સમાન બુદ્ધિવાળો છું. તિયચપણમાં જે તિર્ય, નારકીપણામાં જે નારકીએ, દેવપણામાં જે દેવતાઓ અને મનુષ્યપણમાં જે મનુષ્યને મેં દુઃખી કર્યા હોય તેઓ સર્વ મને ક્ષમા કરજો, હું તેમને ખમાવું છું, અને હવે મારે તે સર્વની સાથે મૈત્રી છે. જીવિત, યૌવન, લક્ષમી, રૂપ અને પ્રિય સમાગમ–એ સર્વે વાયુએ નચાવેલા સમુદ્રના તરંગની જેવા ચપલ છે. વ્યાધિ, જન્મ, જરા, અને મૃત્યુથી ગ્રસ્ત થયેલા પ્રાણીઓને શ્રી જિનેદિત ધર્મ વિના આ સંસારમાં બીજું કઈ શરણ નથી. સર્વે જીવો સ્વજન પણ થયેલા છે અને પરજન પણ થયેલા છે તે તેમાં કેણ કિંચિત પણ પ્રતિબંધ કરે? પ્રાણું એકલો જ જન્મ છે, એટલે જ મૃત્યુ પામે છે, એટલે જ સુખને અનુભવે છે અને એકલેજ દુઃખને અનુભવે છે. પ્રથમ તે આત્માથી આ શરીર અન્ય છે, ધન ધાન્યાદિક પણ અન્ય છે, બંધુઓ પણ
૧ ચાડી ખાવી. ૨ અછતું આળ દેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org