________________
૨૨૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૧૦ મું નેત્ર વિનાના મુખ જેવું છે. પછી તેણીએ હલ્લવિહલ્લ પાસેથી તે દિવ્ય હાર વિગેરે લઈ લેવાને પોતાના પતિને આગ્રહ કર્યો, એટલે કૂણિકે તેને કહ્યું કે, “હલ્લવિહલ્લને જે પિતાએ આપ્યું છે, તે પાછું લેવું યોગ્ય નથી, વળી પિતા સ્વર્ગમાં ગયા પછી તો એ બંને માટે વિશે પ્રાસાદ કરવાને યોગ્ય છે.” તથાપિ રાણીએ ઘણે આગ્રહ કર્યો. ત્યારે છેવટે રાજાએ તે હાર માગી લેવાને કબુલ કર્યું. “સ્ત્રીઓને આગ્રહ મકોડાના આગ્રહથી પણ વિશેષ છેઅન્યદા કણિકે હલ્લવિલની પાસે સૌભ્રાતૃપણું છેડી દઈને તે હાર વિગેરે ચારે વસ્તુ માગી. એટલે
જેવી આપની આજ્ઞા” એમ કહીને તે બંને પોતાને ઘેર ગયા. પછી બુદ્ધિમાન એવા તે બંને વિચારવા લાગ્યા કે-“કૃણિકને આ અભિપ્રાય સારો નથી, પણ એનું આપણે શું પ્રયોજન છે, આપણે તો અહિંથી કઈ બીજે ઠેકાણે ચાલ્યા જઈએ.” “પરાક્રમીઓને સવ ઠેકાણે શ્રેય થાય છે.” આવો નિશ્ચય કરીને તે હલવિહલ્લ પોતાનું અંતઃપુર અને તે દિવ્ય હાર વિગેરે લઈ તેજ રાત્રે ત્યાંથી નીકળીને વૈશાળી નગરી તરફ ચાલ્યા, ત્યાં તેમને ચેટક નામને માતામહ હતો, તેણે નેહથી આલિંગન કરવાપૂર્વક તેને સત્કાર કર્યો અને યુવરાજની જેમ પોતાની પાસે રાખ્યા.
પ્રાતઃકાળે કૃણિકને ખબર પડવા કે, હલ્લવિહલ્લ તો ધૂની જેમ છેતરીને વૈશાળી નગરીએ ચાલ્યા ગયા છે. એટલે દાઢી ઉપર હાથ મૂકીને તે ચિંતવવા લાગ્યું કે, “અહો ! મારે તો હસ્તી વિગેરે રત્ન પણ ન રહ્યા અને તે બે ભ્રાતા પણ ન રહ્યા, સ્ત્રીની પ્રધાનતાથી અર્થાત્ તેના કાા પ્રમાણે વર્તવાથી હું ઉભય ભ્રષ્ટ થયે. તો બન્યું તે ખરું, પણ હવે આવું કષ્ટ પ્રાપ્ત થતાં જ હું તેમને પાછા ન લાવું, તો એવા પરાભવને સહન કરનાર મારામાં અને વણિકમાં અંતર શું?” આ પ્રમાણે વિચારીને તેણે કઈ દ્વતને સમજાવી વૈશાળી નગરીમાં ચેટકરાજાની પાસે રને લઈને આવેલા પિતાના ભાઈઓની માગણી કરવાને માટે મક. તે દૂત વૈશાળી નગરીએ પહોંચી ચેટકરાજાની સભામાં ગયે અને ચેટકરાજાને પ્રણામ કરી આસને બેસી સભ્યતાથી આ પ્રમાણે છે-“હે રાજન ! અહિં હલવિહલ કુમાર ગજાદિક
લઈને નાશી આવ્યા છે, તેમને અમારા સ્વામી કણિકને સેંપી દે. જે નહીં સેપે તો તમે રાજ્યભ્રષ્ટ થશે, તેથી એક ખીલીને માટે આખું દેવાલય તોડવા જેવું કરવું તમને યોગ્ય નથી.” ચેટકરાજા બેલ્યા કે,–“બીજુ કઈ શરણે આવેલ હોય તો તેને પણ સેંપાતું નથી, તો પછી આ તો મારા ભાણેજ છે કે જે મારા પર વિશ્વાસી છે, અને મને પુત્રવત્ પ્રિય છે, તેને મારાથી શી રીતે સંપી દેવાય ?” દૂત બે કે “તમે શરણે આવેલા તેમને કદિ ન સેપે તો ખેર, તેમની પાસેથી રને લઈને મારા સ્વામીને અર્પણ કરો.” ચેટકરાજા બે કે “અરે દૂત! રાજા અને રંકન એ સમાન ધર્મ છે કે બીજાના વિત્તને આપી દેવાને બીજે માણસ કદિ પણ સત્તા ધરાવતો નથી. વળી બળાત્કાર કે સમજાવીને પણ હું તેમની
૧ ઉત્તમ બંધુપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org