________________
સગ ૧૨ મે ] શ્રેણિક રાજાનું મરણ
[ ર૨૭ રાજ્યફમા (ક્ષય) ના વ્યાધિની જેમ દિવસે દિવસે ઘણા શેકથી લોણું થતા રાજાને જોઈ મંત્રીઓ ચિંતવન કરવા લાગ્યા કે-“જરૂર આપણે રાજા આવા અત્યંત શેકથી મૃત્યુ પામશે અને બધું રાજ્ય વિનાશ પમાશે, તેથી કાંઈ પિતૃભક્તિના મિષને લઈને તેનો ઉપાય રચો જોઈએ.” આવું વિચારી તેમણે કઈ જીણું તામ્રપત્રમાં એવા અક્ષરો લખ્યા કે,
પુત્રે આપેલા પિંડાદિક મૃત પિતા પણ મેળવી શકે છે.” પછી તે તામ્રપત્ર તેમણે રાજાની પાસે વાંચી સંભળાવ્યું; તેથી ઠગાયેલા રાજાએ પિતાને પિંડાદિ આપ્યા. ત્યારથી પિંડદાનને પ્રચાર પ્રત્યે.
મારા આપેલા પિંડાદિકને મારા મૃત પિતા ભગવે છે” આવી મૂઢ બુદ્ધિથી રસવિક્રિયાને વરવાળાની જેમ રાજાએ શનૈઃ શનૈઃ શેકને છોડી દીધો હતો પણ કોઈ કઈવાર પિતાની શય્યા અને આસન વિગેરે જોવામાં આવતા સિંહાલકન ન્યાયથી પાછો તેના હૃદયમાં શેક ઉત્પન્ન થતો હતો. ગળાના ભોથાંની જેમ વારંવાર તેને શેક ઉત્પન્ન થવા લાગે, તેથી તે રાજગૃહમાં રહેવાને અશક્ત થયે; એટલે “હું અહિંથી બીજે સ્થાને શહેર વસાવું” એ વિચાર કરીને તેણે ઉત્તમ ભૂમિ શેધવાને માટે વાસ્તુવિદ્યામાં ચતુર એવા પુરૂષોને આજ્ઞા આપી. તે ઉત્તમ વાસ્તુવેત્તાઓએ ભૂમિ શોધવા માટે ફરતાં ફરતાં એક ઠેકાણે ચંપકનું મોટું વૃક્ષ દીઠું. તે જોઈને તેઓ વિચારવા લાગ્યા કે, “આ વૃક્ષ કઈ ઉદ્યાનમાં નથી, અહિં કાંઈ પાણીની નીક જેવામાં આવતી નથી, તેમજ એની નીચે કયારામાં જળ પણ નથી, તે છતાં આવું અદ્ભુત આ શી રીતે થયું હશે : અહો ! આની શાખાઓ કેવી વિશાળ છે! પત્રલતા કેવી અદ્ભુત છે! નવા પલ્લવ કેવાં ખીલ્યાં છે? પુષ્પોની સુગંધ કેવી આવે છે! છત્રને પણ પરાભવ કરે તેવી કેવી સરસ શીતળ છાયા છે? અહે! આની નીચે વિશ્રામ કરવાની કેવી યોગ્યતા છે? અરે આનું સર્વ કેવું સુંદર છે ! શેભાના સ્થાનરૂપ આ ચંપક વૃક્ષ જેવું સ્વભાવથી જ રમણિક છે, તેવું અહિં નગર વસાવશું તો તે પણ રમણિક થશે.” આ પ્રમાણે વિચારી તેઓએ રાજા પાસે આવીને કહ્યું કે, “જેવું એ ચંપક વૃક્ષ શેભી રહ્યું છે, તેવું જ ત્યાં નગર શેલાને પામશે એ જાણે કેલ મળવાથી આવે તેમ અમને વિશ્વાસ આવે છે, માટે એ સ્થાન નગર વસાવવાને એગ્ય છે.” પછી રાજાએ ચંપક વૃક્ષના નામથી ચંપા નામે નગરી વેગથી ત્યાં વસાવી. “ રાજાઓને વચનથી જ કાર્યસિદ્ધિ થાય છે.” પછી કૃણિક પિતાના બ્રાતાઓની સાથે બળ' વાહન વિગેરે લઈ ચંપાપુરીમાં આવીને પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યા.
એક વખતે હ અને વિહલ્લ નામના બે દીયરને સેચનક હાથી ઉપર આરૂઢ થયેલા, દિવ્ય કુંડળોથી મંડિત તથા દિવ્ય હાર અને દિવ્ય વસ્ત્ર ધારણ કરવાથી અદ્દભુત શોના વડે જાણે પૃથ્વી પર દેવ અવેલા હોય તેવા જઈ કૃણિકની સ્ત્રી પદ્માવતી સ્ત્રીપણાને ચોગ્ય વિચાર કરવા લાગી કે, “આવા દિવ્ય વસ્ત્ર, હાર, કુંડળ અને સેચનક હસ્તી વિના મારા પતિનું રાજ્ય
૧ ચારે પ્રકારનું લશ્કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org