________________
સગ ૧૦ મા]
દશા ભદ્ર અને ધનાશાળિભદ્રનું ચરિત્ર
[ ૧૮૧
કાર્યસિદ્ધિ થાય છે, તેમ રાજાઓને વચનવર્ડ થાય છે.” રાજમાગની રજતે કુંકુમજળના છંટકાવવડે શાંત કરી, માગની ભૂમિ ઉપર સર્વત્ર પુષ્પા પાથરી દીધા, સ્થાને સ્થાને સુવર્ણના સ્તંભ સહિત તારણા બાંધી દીધા. સુવણુના પાત્રાની શ્રેણિથી શૈાભિત એવા માંચા ગાઠવી દીધા, ભાતભાતના ચિત્રવાળા ચિનાઈ વસ્ત્રોથી સુશૈાભિત, રત્નમય દ્રુપ©ાથી આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી અને સુગંધથી ભરપૂર એવી માળાએ માગની ચાતરફ સુંદરસ્ત લા સાથે લટકાવી દીધી. 'ચા દડવાળા અને મેાતીના ઉલેચવાળા મડયેા કે જેઓ મેઘાડંબરની શેાભાને ધરતા હતા, તેમનાથી બધે એક છાયા કરી દીધી. સ્થાને સ્થાને મૂકેલી અગ્નિ સહિત ધૂપઘટીએ અંદર અગરૂ કપૂરના ધૂમ્રથી મડપને અંકુરિત કરે તેવું કરી દીધું. આવી રીતે જાણે સ્વગ ના એક ખંડ હાય તેવા માર્ગને સુશોભિત કરીને મત્રીઓએ પ્રભુના દર્શનને ઉત્સાહ ધરી રહેલ રાજાને સવે હકીકત નિવેદન કરી. પછી રાજા સ્નાન કરી દિવ્ય અંગરાગ અને સવ અંગે આભૂષણા તથા શુદ્ધ વસ્રો ધરી પુષ્પની માળા પહેરી ઉત્તમ ગજેંદ્ર ઉપર આરૂઢ થયા. મસ્તકપર શ્વેત છત્ર અને અંને બાજુ એ ચામરથી વિરાજમાન મહારાજા ઇંદ્રના જેવા થઈને ચાલ્યા. મહામૂલ્યવાળા આભૂષણાને ધારણ કરનારા હજારા સામતા જાણે પોતાના વૈક્રિય સ્વરૂપ હાય તેવા તેની પછવાડે ચાલ્યા. ત્યાર પછી ચળિત ચામરાથી વિરાજિત અને ઇંદ્રાણીના રૂપને પણ પરાભવ કરતી અંતઃપુરની મૃગાક્ષીએ તેની પછવાડે ચાલી, માર્ગમાં અદિજના રાજાની સ્તુતિ કરતા હતા, ગાયકેા ગીત ગાતા હતા અને માને શણગારનારાઓ પાતાનું કૌશલ્ય બતાવતા હતા. એવી રીતે બીજા રાજાઓના ઘાટા છત્રોથી જેના મામાં નવીન મંડપ થઈ રહેલા છે એવા દશાણુ રાજા અનુક્રમે પ્રભુના સમવસરણમાં આયે. તેણે ત્રણ પ્રદક્ષિણા દઈને પ્રભુને વંદના કરી. પછી સમૃદ્ધિથી ગતિ થઈ પેાતાને ચેાગ્ય એવા સ્થાન ઉપર બેઠા.
એ વખતે દશાણુ પતિને સમૃદ્ધિના ગવ થયેલા જાણી તને પ્રતિધ કરવાને માટે ઈંદ્રે એક જળમય વિમાન વિપુછ્યુ. તેમાં સ્ફાટિક મણિ જેવા નિળ જળના પ્રાંતભાગે સુંદર ક્રમળે! વિકસ્વર થયેલા હતા, હંસ તથા સારસ પક્ષીઓના મધુર શબ્દના પ્રતિનાદ થઈ રહ્યા હતા, દેવવૃક્ષા અને દેવલતાઓની શ્રેણિમાંથી ખરી પડતા પુષ્પાથી તે શાલિત હતુ', નીલકમલાની શાભાથી તે ઇંદ્રનીલ મણઅય હાય તેવું લાગતું હતુ, મરકત મણિમય નલીનીમાં સુવર્ણ મય વિકસ્વર કમળાના' પ્રકાશ પ્રવેશ થતાં તે અધિક ચળકતુ હતુ અને જળના ચપળ તરંગાની માળાએથી તે પતાકાની શાભાને ધારણ કરતુ હતું. આવા જળકાંત વિમાનમાં ઈંદ્ર રૈવતાની સાથે બેઠા. તે વખતે હજારા દેવાંગનાએ તેને ચામર વીજવા લાગી અને ગાંધર્વોએ આરસેલા સ'ગીતમાં તે જરા જરા કાન આપવા લાગ્યા. આ પ્રમાણે પ્રભુના ચરણથી પવિત્ર એવી નીચેની પૃથ્વી તરફ દૃષ્ટિ કરતા ઈંદ્ર મનુષ્યલાકમાં આન્યા. નીચે ઉતરતાં ઉતરતાં મરકત મણિના નાળથી વિરાજિત સુવર્ણના કમળ ઉપર જાણે ચરણ સહિત પવત હોય તેમ ચરણ મૂકતા મૂકતા, મણિમય આઠ દતુશળથી ચાલિત અને દેવદુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org